અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત આગમન પહેલા પીએમ મોદીએ ટ્વિટ કર્યુ. તેમા પીએમ મોદીએ જણાવ્યુ હતુ કે, ભારત આપની પ્રતિક્ષા કરી રહ્યુ છે. આપનો પ્રવાસ ભારત-અમેરિકાનો સંબંધ મજબૂત કરશે.
India awaits your arrival @POTUS @realDonaldTrump!
— Narendra Modi (@narendramodi) February 24, 2020
Your visit is definitely going to further strengthen the friendship between our nations.
See you very soon in Ahmedabad. https://t.co/dNPInPg03i
22 કિલોમીટરનો મેગા શો
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં ભીડ ભેગી કરવા માટે ગાંધી આશ્રમનો છેલ્લી ઘડીએ ઉમેરો કરાતાં એરપોર્ટથી સ્ટેડિયમ સુધી 22 કિલો મીટરનો મેગા રોડ-શો યથાવત રાખયો છે, રૂટમાં વધારો કરાતા પોલીસની દોડધામ વધી ગઇ છે. સમગ્ર રૂટ ઉપર અર્ધ લશ્કરી દળ સહિત 25,000 પોલીસની થ્રી-લેયર સુરક્ષા પુરી પડાશે. રોડ -શોના રૂટ પર 28 સ્ટેજ પર બંગાળી નૃત્ય ગુજરાતી રાસ-ગરબા સહિત ભારતીય સંસ્કૃતિની વિરાસતના દર્શન કરાવાશે જેને જોવા લોકો ઉમટી પડશે. અમદાવાદ શહેર પોલીસ કમિશનર આશિષ ભાટીયાના જણાવ્યા મુજબ તા. 24મીએ ડોનાલ્ડ ટ્રમ્પની અમદાવાદની મુલાકાતમાં આજે ગાંધી આશ્રમનો ઉમેરા કરવામાં આવ્યો છે. સોમવારે સવારે 11.30 વાગે ટ્રમ્પનું એરપોર્ટ પર આગમન થશે, જ્યાં ગાર્ડ ઓફ ઓનર આપ્યા બાદ ટ્રમ્પ અને વિદેશી મહેમાનોનું સ્વાગત કરવામાં આવશે.

India looks forward to welcoming @POTUS @realDonaldTrump.
— Narendra Modi (@narendramodi) February 23, 2020
It is an honour that he will be with us tomorrow, starting with the historic programme in Ahmedabad! https://t.co/fAVx9OUu1j
સાંસ્કૃતિક કાર્યક્રમોની કરશે ઝાંખી
રોડ ઉપર 28 સ્ટેજ પર ગુજરાતી ઠાઠમાં રાસ-ગરબા, બેન્ડ વાઝા સહિત રાજયની કલાકારો વિવિધ નૃત્ય રજુ કરશે. ટ્રમ્પ અમદાવાદ ગાંધી આશ્રમમાં હાજરી આપ્યા બાદ મોટેરા સ્ટડિયમમાં પહોચશે જ્યાંરંગારંગ કાર્યક્રમોમાં ભાગ લેશે જ્યાંથી સાંજે વિમાન માર્ગે રવાના દિલ્હી જવા રવાના થશે. આજે એરપોર્ટથી ગાંધી આશ્રમ અને સ્ટેડિયમ સુધીના માર્ગ પર અમેરિકાની સિક્રેટ એજન્સીના જવાનો તથા એનએસજી, એસપીજી કમાન્ડો તથા આરએએફ તેમજ એસઆરપી જવાનો સહિત 100 ગાડીના કાફલા સાથે સમગ્ર રોડ-શો રૂટનું ગ્રાન્ડ રિહર્લ કરવામાં આવ્યું કર્યું હતું. જો કે 9 કિલો મીટરના બદલે 22 કિલો મીટર સુધીના રૂટને લઇને પોલીસની દોડધામ વધી જવા પામી હતી. છેલ્લી ઘડીએ ગાંધી આશ્રમમા સુરક્ષા સહીતની તડામાર તૈયારીઓ કરવામાં આવી છે.
READ ALSO
- સાઉથના આ સુપરસ્ટારની બોલીવુડમાં એન્ટ્રી, સાઇલન્ટ ફિલ્મથી શરૂ કરશે હિન્દી ફિલ્મોમાં કરિયર
- સ્થાનિક સ્વરાજની ચૂંટણી/ કોંગ્રેસને પક્ષપલ્ટાનો ડર, ‘પક્ષ છોડીને જઇશું નહીં’ તેવી બાંહેધરી બાદ જ વિપક્ષ ફાળવશે ટિકિટ
- હવે ઘરે બેઠા જ ઉપાડી શકાશે પૈસા, આ સરકારી બેન્ક લઇને આવી છે Door Step Banking સુવિધા
- અમદાવાદ/ અંદાજીત 40 સીબીએસઇ સ્કૂલો આજથી શરૂ, વાલીઓના પ્રવેશ પર મનાઇ: ગાઇડલાઇનનુ પણ સંપૂર્ણ પાલન
- હેવાનિયત/ કિશોરીનું અપહરણ કરી નરાધમોએ બે વાર ગુજાર્યો ગેંગરેપ, યુપીમાં પાંચ વર્ષની બાળકી પર દુષ્કર્મ