યુક્રેન સંકટ વચ્ચે પીએમ નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાત કરી અને યુક્રેન સાથે સંબંધિત તાજેતરની ઘટનાઓ વિશે ટૂંકમાં જાણકારી આપી હતી. પ્રધાનમંત્રીએ તેમની લાંબા સમયથી ચાલી આવતી દ્રઢ માન્યતાનો પુનરોચ્ચાર કર્યો હતો કે, રશિયા અને નાટો વચ્ચેનાં મતભેદોનું સમાધાન પ્રામાણિક અને નિષ્ઠાવાન સંવાદ મારફતે જ થઈ શકે છે.

પીએમ મોદીએ હિંસાને તત્કાળ બંધ કરવાની અપીલ કરી હત, અને રાજદ્વારી વાટાઘાટો અને સંવાદના માર્ગ પર પાછા ફરવા માટે તમામ પક્ષોના સંયુક્ત પ્રયાસો કરવા હાકલ કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને યુક્રેનમાં ભારતીય નાગરિકો, ખાસ કરીને વિદ્યાર્થીઓની સુરક્ષા સાથે સંબંધિત ભારતની ચિંતાઓ વિશે પણ જાણકારી આપી હતી અને જણાવ્યું હતું કે, ભારત તેમની સલામત એક્ઝિટ અને ભારત પરત ફરવાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે.
PM Narendra Modi speaks to Russian President Vladimir Putin
— ANI (@ANI) February 24, 2022
Pres Putin briefed PM about the recent developments regarding Ukraine. PM reiterated his long-standing conviction that the differences between Russia & NATO can only be resolved through honest and sincere dialogue: PMO
પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ પુતિન સંમત થયા હતા કે તેમનાં અધિકારીઓ અને રાજદ્વારી ટીમો સ્થાનિક હિતનાં મુદ્દાઓ પર નિયમિત સંપર્ક જાળવવાનું ચાલુ રાખશે.
Read Also
- 100 ટકા બેટરી ચાર્જ થયા પછી પણ સ્માર્ટફોનને ચાર્જિંગમાંથી કાઢવામાં ન આવે, તો શુ થાય છે, જાણો
- દેશની સૌથી મોટી બેંકની સ્પષ્તા / SBIએ અદાણી ગ્રુપને અધધ.. 21000 કરોડની આપી લોન, બેંકના ચેરમેને આપ્યું નિવેદન
- હિરોઈન ચાલી કહેવા અંગે ઠપકો આપતા મામલો બિચકયો: ત્રણને ઇજા
- અદાણીના વળતા પાણી? / હિંડનબર્ગના બાદ અદાણી ગ્રુપને ક્રેડિટ સુઈસ આપ્યો ઝટકો, ચારે બાજુથી ઘેરાયા?
- પોલીસે 30 કિ.મી પીછો કરીને ઝડપ્યા, વડોદરામાં 3 રોમિયો રિક્ષામાં જતી યુવતીને કરતાં હતાં પરેશાન