GSTV

સંયુક્ત રાષ્ટ્રના મંચથી આજે પાકિસ્તાન અને ચીનને એક સાથે ‘જડબાતોડ જવાબ’ આપશે પીએમ મોદી, સંબોધન પર દુનિયાભરની નજર

મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં સંબોધન કરશે. મહાસભામાં પીએમ મોદી વૈશ્વિક આતંકવાદ મુદ્દે સંબોધન કરી આતંકવાદને પ્રોત્સાહન આપતા દેશને ઘેરવામાં આવશે., કોરોનાની મહામારીના કારણે પીએમ મોદીનું સંબોધન રેકોર્ડ કરી લેવામાં આવ્યુ છે અને આ મહાસભાનું આયોજન ઓનલાઈન કરવામાં આવ્યુ છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ને ઓનલાઈન સંબોધિત કરશે. ઓફિશ્યલ સૂત્રોએ આ જાણકારી આપી છે. કોરોના વાયરસ મહામારીના કારણે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાનું આયોજન ઓનલાઈન કરવામાં આવી રહ્યુ છે. સૂત્રોનું કહેવું છે કે પ્રધાનમંત્રીનું પહેલાથી રેકોર્ડ કરી રાખવામાં આવેલું આ સંબોધન સંયુક્ત રાષ્ટ્ર મહાસભા હોલમાં સ્થાનીક સમયાનુસાર સવારે લગભગ નવ વાગે થશે.

સાથે જ તેમણે જણાવ્યું કે પૂર્વાહ્નમાં મોદી પહેલા વક્તા રહેશે. સૂત્રોનું કહેવું છે કે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા 75માં સત્રના સમયમાં ભારતની પ્રાથમિકતા આતંકવાદના વિરૂદ્ધ વૈશ્વિક કાર્યવાહીને વધારે મજબૂત કરવા પર જોર આપવાનુ રહેશે.

પીએમ મોદીના નિવેદન પર દુનિયાની નજર

મહાસભામાં સૌ પ્રથમ પીએમ મોદીનું સંબોધન થશે. જેમા પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાને આપેલા નિવેદન બાદ પીએમ મોદીના નિવેદન પર દુનિયાની નજર છે. મહત્વપૂર્ણ છે કે, ઈમરાન ખાને યુએનમાં પીએમ મોદી, ભાજપ અને સંઘ પર ગંભીર આરોપ લગાવ્યા હતા.  ઈમરાન ખાને યુએનની મહાસભામાં ફરીવાર જમ્મુ કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો. જેથી ભારતીય પ્રતિનિધિઓઓ ઈમરાન ખાનના સંબોધન દરમ્યાન વોકઆઉટ કર્યુ હતુ.

  • સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં પીએમ મોદીનું આજે સંબધોન
  • સંબોધનમાં વૈશ્વિક આતંકવાદ મુદ્દે પીએમ કરશે સંબોધન

યુએન મહાસભામાં ઇમરાન ખાનનું ભાષણ શરૂ થતા જ ભારતીય પ્રતિનિધિએ વોકઆઉટ કરી વિરોધ નોંધાવ્યો

યુએન મહાસભામાં પાકિસ્તાના વડાપ્રધાન ઇમરાન ખાનને ભારતીય પ્રતિનિધિના વિરોધનો સામનો કરવો પડ્યો છે. પાકિસ્તાની વડાપ્રધાને મહાસભામાં પોતાના ભાષણની શરુઆત જ ભારત વિરુદ્ધ બોલવાથી કરી. જેના વિરોધમાં ભારતીય પ્રતિનિધિ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના હોલમાંથી વોકઆઉટ કરી ગયા. પાકિસ્તાન તરફથી ભઆરત વિરુદ્ધ અપાયેલું નિવેદન તેમજ કાશ્મીરના મુદ્દાનો ઉલેખ કરાત જ ભારતીય પ્રતિનિધિ મંડળે ઇમરાન ખાનના ભાષણનો બહિષ્કાર કર્યો. ઉલ્લેખનીય છે કે કોરોના કાળમાં સંયુક્ત રાષ્ટ્રની મહાસભાનું આયોજન વર્ચ્યુઅલી થઇ રહ્યું છે.

પોતાના ભાષણની શરુઆતમાં ઇમરાન ખાને અસત્યનો મારો ચલાવ્યો. તેમણે ત્યાં સુધી કહી નાંખ્યું કે આરએસએસ ગાંધી અને નહેરુના સેક્યુલર મૂલ્યોને છોડીને ભારતને એક હિંદુ રાષ્ટ્ર બનાવવા માંગે છે. આટલેથી ના અટકતા ઇમરાન ખાને પોતાના ભાષણમાં બાબરી ધ્વંસનો પણ ઉલ્લેખ કર્યો અને ભારતને આડકતરી રીતે યુદ્ધની ધમકી પણ આપી દીધી.

યુએનમાં ભારતના સ્થાયી પ્રતિનિધિએ કહ્યું કે સંયુક્ત રાષ્ટ્રની 75મી મહાસભામાં પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને આપેલું નિવેદન નિમ્નસ્તરનું છે. તેમણે કહ્યું કે ઇમરાન ખાનના ભાષણમાં બધું ખોટું જ હતું. ઉલ્લેખનીય છે કે આવતીકાલે એટલે કે શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સંયુક્ત રાષ્ટ્રની મહાસભાને સંબોધન કરશે.

Read Also

Related posts

પાકિસ્તાનની ખોરી દાનતનો ખુલાસો તેના જ મંત્રીએ કર્યો, પુલવામા હુમલો ઈમરાન ખાનની સૌથી મોટી ઉપલબ્ધી ગણાવી

Pravin Makwana

અનંતયાત્રાએ કેશુબાપા : રાજકીય સન્માન સાથે કરાયા અંતિમ સંસ્કાર, આ દિગ્ગજ નેતાઓ રહ્યા હાજર

Nilesh Jethva

9 પાસ ભાજપના ભીષ્મ પિતામહે 21મી સદીનું વિઝન જોયેલું: ગુજરાતનો વિકાસ કેશુબાપાની દૂરંદ્રષ્ટીનું પરિણામ, 2 વાર ખુરશી ગુમાવી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!