GSTV
India News ટોપ સ્ટોરી

પીએમ મોદીની સુરક્ષામાં ચૂક મામલે આજે સુપ્રીમમાં સુનાવણી: કમિટીની રચનાની કરશે જાહેરાત. નિવૃત જજના નામનુ પણ થશે એલાન

મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પંજાબની મુલાકાત દરમિયાન સુરક્ષામાં ગેરરીતિના મામલાની તપાસ કરવા માટે રચવામાં આવેલી તપાસ સમિતિ પર સુપ્રીમ કોર્ટ આજે પોતાનો ચુકાદો સંભળાવશે. ગયા અઠવાડિયે પંજાબની મુલાકાતે ગયેલા વડાપ્રધાન મોદીના કાફલાને લગભગ 20 મિનિટ સુધી ફ્લાયઓવર પર રોકાવું પડ્યું હતું. અપૂરતી સુરક્ષા વ્યવસ્થાના કારણે વડાપ્રધાને તેમના કાર્યક્રમો રદ કરીને ત્યાંથી પરત ફરવું પડ્યું હતું.

સુપ્રીમ

કોર્ટ કરશે નિવૃત્ત ન્યાયાધીશના નામની જાહેરાત

હવે નિવૃત્ત ન્યાયાધીશના નામની જાહેરાત કોર્ટ દ્વારા કરવામાં આવશે, જે આ કેસમાં તપાસ સમિતિનું નેતૃત્વ કરશે. સોમવારે આ મામલાની વિગતવાર સુનાવણી કર્યા પછી, ચીફ જસ્ટિસ એન.વી રમના, જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ હિમા કોહલીની બેન્ચે કહ્યું હતું કે, કોર્ટ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધિશની અધ્યક્ષતામાં એક તપાસ સમિતિની રચના કરશે. બેન્ચે કહ્યું હતું કે તે આ મામલે વિગતવાર આદેશ જાહેર કરવામાં આવશે સુનાવણી દરમિયાન, બેન્ચે મૌખિક રીતે સમિતિના સભ્યોના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેમાં પોલીસ મહાનિર્દેશક, ચંદીગઢ, એનઆઈએના આઈજી, પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલ અને એડીજી પંજાબના નામનો સમાવેશ થાય છે.

મોદી

સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે શું કહ્યું?

સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર વતી કહેવામાં આવ્યું હતું કે ચન્ની સરકાર પીએમ મોદીની સડક યાત્રા વિશે પહેલાથી જ જાણતી હતી. આ કેસમાં સોલિસિટર જનરલ તુષાર મહેતાએ વડાપ્રધાનની સુરક્ષાને લઈને SPG એક્ટ વિશે માહિતી આપી હતી, સાથે જ સુરક્ષાને લઈને બ્લુ બુકમાં આપવામાં આવેલી માહિતી પણ શેર કરી હતી. તેમણે કહ્યું, ‘એમાં કોઈ શંકા નથી કે આ સમગ્ર પ્રક્રિયાને અનુસરવામાં ભૂલ થઈ છે. આ અંગે કોઈ વિવાદ થઈ શકે નહીં. સુરક્ષામાં ક્ષતિ અને બેદરકારી રહી છે તે હકીકતને નકારી શકાય તેમ નથી. ‘બ્લુ બુક’માં સ્પષ્ટ છે કે પોલીસ મહાનિર્દેશકની દેખરેખ હેઠળ સ્થાનિક પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવે છે.

GSTV

Read Also

Related posts

મોટા સમાચાર / કેન્દ્ર સરકાર બાદ કેરળ સરકારે પણ પેટ્રોલ અને ડીઝલમાં ઘટાડ્યો વેટ

Zainul Ansari

IPL 2022 / મુંબઈ ઈન્ડિયન્સે જતા જતા દિલ્હીનો ખેલ બગાડ્યો, પ્લેઓફની ચાર ટીમો ફાઈનલ

Hardik Hingu

તેમાં ઘમંડ નથી, આત્મવિશ્વાસ છે : રાહુલના આક્ષેપોનો જયશંકરનો જવાબ

GSTV Web Desk
GSTV