રશિયા અને યુક્રેનના યુદ્ધને આજે એક વર્ષ કરતાં પણ વધારે સમય થઇ ગયો છે પરંતુ હજુ પણ આ યુદ્ધને અટકવાની કોઇ આશા નથી દેખાઇ રહી. આ દરમિયાન વિશ્વના તમામ નેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નજર રાખી રહ્યાં છે કે તે બંને દેશોના આ યુદ્ધને રોકવામાં મોદી મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે, પરંતુ મોદી શું કરશે તેનો જવાબ વિદેશમંત્રી જયશકરે આપી દીધો હતો.

નોંધનીય છે કે એક મીડિયા સમેલનમાં જયશંકરને પૂછવામાં આવ્યું કે શું રશિયા-યુક્રેનના યુદ્ધ રોકવામાં પીએમ મોદી ભૂમિકા ભજવશે. તો તેના જવાબમાં જયશંકરે કહ્યું કે હકિકતે દુનિયામાં તમે ભવિષ્યવાણી કરશો નહીં. તેમણે કહ્યું કે આ સમયે યુક્રેનના સંઘર્ષને કારણે ઘણા વિશેષ મુદ્દાઓ સામે આવ્યાં છે અને જ્યાં પણ અમારા માટે કોઈ સંભાવના છે, અમે ત્યાં અમારૃં યોગદાન આપીશું.
ઉલ્લેખનીય છે કે અગાઉ તુર્કીના વિદેશમંત્રીએ આ મુદ્દો ઉઠાવ્યો હતો અને હું જ્યારે ન્યુયોર્કમાં હતો ત્યારે યુક્રેનના પીએમ મને મળ્યાં હતા અને તેણે પરમાણુ પ્લાન્ટ વિશે ચિંતા વ્યક્ત કરી હતી. તેઓ ઉચ્છતા હતા કે હું રશિયા સાથે વાત કરું ત્યારબાદ મેં વડાપ્રધાનની પરવાનગી બાદ રશિયન વિદેશમંત્રી સર્ગેઇ લાવરોવ સાથે આ મુદ્દે વાત કરી હતી.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- ચાણક્ય નીતિ: બાળકનો ઉછેર કરતી વખતે આ બાબતોનું ખાસ ધ્યાન રાખો, સારા સંસ્કાર આવશે
- વધુ એક કૌભાંડ! જામનગરમાંથી કરોડો રૂપિયાનું બોગસ બિલિંગ કૌભાંડ ઝડપાયું, DDGIએ નોટીસ ફટકારી
- BREAKING / અમદાવાદ: કિરણ પટેલની પત્ની માલિનીની ધરપકડ, મકાન પચાવી પાડી છેતરપીંડી કર્યાની નોંધાઈ હતી ફરિયાદ
- BREAKING / તીર્થયાત્રીઓને મક્કા લઈ જઈ રહેલી બસનો અકસ્માત, 20ના મોત-29 ઈજાગ્રસ્ત
- Emotional Intelligence/ ભાવનાઓને હાવી થતા રોકો, આ રીતે કંટ્રોલ કરો પોતાના ઇમોશન્સ