GSTV
India News ટોપ સ્ટોરી

PM મોદીએ ક્વાડ સમિટમાં રશિયા પર બોલ્યા વિના યુક્રેન યુદ્ધ પર ઘણું સંભળાવ્યું, દુનિયાને આપ્યો આ સંદેશ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટોક્યોમાં ક્વોડ લીડર્સ સમિટમાં રશિયાનું નામ લીધું ન હતું પરંતુ યુક્રેન પર વાત કરી હતી. પીએમ મોદીએ દુનિયાના તમામ ટોચના નેતાઓની સામે દુશ્મની ખતમ કરવાની વાત કરી હતી. તેમણે ફરી એકવાર કહ્યું કે યુદ્ધનો અંત સંવાદ અને કૂટનીતિથી જ થઈ શકે છે. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં રશિયાનો ઉલ્લેખ નથી કર્યો પરંતુ યુક્રેન વિશે વાત કરતાં વિશ્વને મોટો સંદેશ આપ્યો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ટોક્યોમાં ક્વોડ લીડર્સ સમિટમાં યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વિશે રૂબરૂ વાત કરી હતી. તેમણે દુશ્મનાવટનો અંત લાવવા, સંવાદ અને મુત્સદ્દીગીરી ફરી શરૂ કરવાની હાકલ કરી હતી. પીએમ મોદીએ ક્વાડ દેશોના નેતાઓ સાથે ચોથી વાર્તાલાપમાં ભાગ લીધો હતો, જેમાં ઓસ્ટ્રેલિયા, જાપાન અને અમેરિકા સામેલ હતા.યુક્રેનમાં રશિયાની સૈન્ય કાર્યવાહીની ટીકા થઈ હતી.

યુક્રેન સંઘર્ષની વચ્ચે રાજદ્વારી માર્ગ

પીએમ મોદીએ કહ્યું કે તેઓ યુક્રેન સંઘર્ષની વચ્ચે રાજદ્વારી માર્ગ માટે ઉભા છે, કારણ કે વિશ્વ જાણે છે કે આ યુદ્ધે બંને દેશોને ભારે નુકસાન પહોંચાડ્યું છે અને યુરોપમાં મોટા પ્રમાણમાં માનવીય સંકટ સર્જ્યું છે. સમિટ દરમિયાન, તમામ વૈશ્વિક નેતાઓએ મુક્ત, ખુલ્લા અને સમાવિષ્ટ ઈન્ડો-પેસિફિક અને સાર્વભૌમત્વ, પ્રાદેશિક અખંડિતતા અને વિવાદોના શાંતિપૂર્ણ નિરાકરણના સિદ્ધાંતોને જાળવી રાખવાની તેમની સહિયારી પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. તેમણે ઈન્ડો-પેસિફિકમાં વિકાસ અને યુરોપમાં સંઘર્ષ અંગે તેમનો પરિપ્રેક્ષ્ય રજૂ કર્યો હતો.

પીએમ મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન વચ્ચે પણ મુલાકાત થઈ

જાપાનમાં ક્વાડની બેઠક દરમિયાન પીએમ મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન વચ્ચે પણ મુલાકાત થઈ હતી. આ મુલાકાત દરમિયાન બાઈડને કહ્યું હતું કે, ભારત અને અમેરિકા વચ્ચેની ભાગીદારી સાચા અર્થમાં એક બીજાના વિશ્વાસની ભાગીદારી છે. બંને દેશના એક સમાન હિતો અને મૂલ્યોના કારણે આ વિશ્વાસનુ બંધન વધારે મજબૂત થયું છે.

તેમણે કહ્યું હતું કે, મને ખુશી છે કે, અમે યુએસ ડેવલપમેન્ટ ફાઈનાન્સ કોર્પોરેશન માટે ભારતમાં કામ ચાલુ રાખવા, વેક્સીન પ્રોડક્શન માટે, ક્લીન એનર્જી માટેના કરાર કરી ચુકયા છે. ભારત અને અમેરિકા ભેગા થઈને ઘણું બધું કરી શકે છે. અમે ભારત સાથે મળીને દુનિયાની અત્યાર સુધીની સૌથી શ્રેષ્ઠ મિત્રતા કરવા માટે કટિબધ્ધ છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

શિવસેનાના બાગીઓને SCએ અયોગ્યતા નોટિસના જવાબ માટે 14 દિવસનો સમય આપ્યો

Hemal Vegda

મહારાષ્ટ્રના અધિકારીઓ પર ભડક્યા કેન્દ્રીય મંત્રી, અમે 2-3 દિવસ જ વિપક્ષમાં છીએ એ યાદ રાખજો

Binas Saiyed

Startup Worldમાં પ્રથમવાર ભારતના આ પાંચ શહેરોનો સમાવેશ, ઉત્કૃષ્ટ પ્રદર્શનને કારણે દિલ્હી-મુંબઈથી પણ આ સીટી આગળ

Binas Saiyed
GSTV