GSTV
Home » News » PM મોદી જે વિમાનમાં પ્રવાસ કરે છે તેના વિશે વાંચી આંખો પહોંળી થશે, મિસાઈલ પણ કંઈ નહીં બગાડી શકે

PM મોદી જે વિમાનમાં પ્રવાસ કરે છે તેના વિશે વાંચી આંખો પહોંળી થશે, મિસાઈલ પણ કંઈ નહીં બગાડી શકે

વડાપ્રધાન મોદી જે વિમાનમાં યાત્રા કરે છે તેને હવે એરફોર્સના પાયલટ ઉડાવશે. એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે હવે આ વિમાનને એર ઈન્ડિયાના પાયલટ નહીં ઉડાવે. ભારતની પાસે આગામી વર્ષે જુલાઈમાં બે કસ્ટમાઈઝ્ડ B-777 પ્લેન પણ આવશે. હાલ B-747 છે જેમાં વડાપ્રધાન, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ યાત્રા કરે છે.

હવે નવા બે B-777 વિમાન આવ્યાં બાદ આગામી વર્ષના જુલાઈ માસથી આ પ્લેન એરફોર્સના પાયલટ ઉડાવશે. સાથે જ આ વિમાનમાં મિસાઈલ પણ લગાડવામાં આવી હશે જે કટોકટીની સ્થિતિમાં દુશ્મનને જડબાતોડ જવાબ આપી શકે. આગામી વર્ષે જુલાઈ સુધીમાં અમેરિકાની વિમાન બનાવતી કંપની બોઈંગ બે નવા B-777 વિમાન ભારત પહોંચાડશે. જેને માત્ર એરફોર્સના પાયલટ જ ઉડાવશે.

આ પ્લેનને એરઈન્ડિયા-1 કહેવામાં આવશે. એરફોર્સના 4થી 6 પાયલટને એર ઈન્ડિયાએ B-777 ઉડાવવાની ટ્રેનિંગ આપી છે. આ ઉપરાંત વધુ કેટલાંક પાયલટને પણ ટ્રેનિંગ આપવામાં આવશે. આ ખાસ પ્લેનમાં માત્ર રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને વડાપ્રધાન જ ઉડશે.

B-777 ની ખાસિયતો

આ વિમાનની ખાસિયત એ હશે કે પ્લેન પર મિસાઈલ કે ગ્રેનેડ એટેક થશે ત્યારે તેની તમામ સિસ્ટમ ઓટોમેટિક ઓન થઈ જશે. સેન્સર્સ તાત્કાલિક આલાર્મ વગાડી દેશે અને મિસાઈલ સિસ્ટમમાંથી મિસાઈલ નીકળીને બહારથી આવતી મિસાઈને પ્લેનથી દૂર જ ઉડાવી દેશે. જે બાદ પાયલટને તે પણ સુચના મળશે કે દુશ્મનની મિસાઈલ ધ્વસ્ત થઈ છે કે નહીં.

એર ઇન્ડિયા-1ની વિશેષતાઓ

  • બી-૭૭૭માં સ્ટેસ ઓફ ધ આર્ટ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમથી સજ્જ
  • સેલ્ફ પ્રોટેકશન સૂટ્સ પણ હશે
  • બંને ડિફેન્સ સિસ્ટમની કિંમત લગભગ ૧,૩૪૯ કરોડની આસપાસ
  • આ બંને ડિફેન્સ સિસ્ટમ એરફોર્સ વનમાં પણ લાગેલી છે
  • ૧૨ ગાર્જિયન લેઝર ટ્રાંસમિટર એસેમ્બલીઝ જેમાંથી ૬ ઈન્સ્ટોલ હશે જ્યારે ૬ સ્પેરમાં રખાશે
  • ૨૩ મિસાઈલ વોર્નિગ સેન્સર્સ જેમાંથી ૧૨ ઈન્સ્ટોલ અને ૩ સ્પેરમાં રહેશે

Read Also

Related posts

રાહુલે ભાજપના આ સીએમને દેશના સૌથી ભ્રષ્ટ વ્યક્તિ ગણાવ્યા, પીએમને પણ ઝાટક્યા

Nilesh Jethva

Video: વિલિયમ્સે વિરાટ કોહલી સામે આ રીતે લીધો બદલો, આઉટ થતાં જ કર્યો આવો ઇશારો

Bansari

વિધાનસભાના ઘેરાવ સમયે કોંગી નેતાઓની અટકાયત, પોલીસે વોટર કેનનનો મારો ચલાવ્યો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!