GSTV
Home » News » PM મોદીના ‘શક્તિ’ સંબોધનને ક્લિન ચિટ, નથી થયો આચારસંહિતાનો ભંગ

PM મોદીના ‘શક્તિ’ સંબોધનને ક્લિન ચિટ, નથી થયો આચારસંહિતાનો ભંગ

ચૂંટણી આયોગએ મિશન શક્તિને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રના નામે સંબોધનથી ચૂંટણી આચારસંહિતાના ઉલ્લંધનની ફરિયાદને ફગાવી દીધી છે. આયોગે શુક્રવારે આ મામલાની વિસ્તૃતથી તપાસ કર્યા બાદ કહ્યું કે પીએમના સંબોધનથી આચાર સંહિતાનું ઉલ્લંધન નથી થયું.

પીએમ મોદીએ બુધવારે મિશન શક્તિની સફળતા વિશે દેશને જણાવવા માટે સંબોધિત કર્યું હતું. સીતારામ ચૌધરીએ સરકારી પ્રસારણ સેવાનો ઉપયોગ કરવાના કરાણે તેને ચૂંટણી આચારસંહિતાનો ભંગ હોવાનો દાવો કરતા આયોગને ફરીયાદ કરી હતી.

આ મામલે આચાક સહિંતાના ઉલ્લંઘન સંબંધિત જુદા જુદા પાસાઓની તપાસ માટે રચાયેલી સમિતિની રિપોર્ટના આધારે કમિશને ફરિયાદને નામંજૂર કરી છે.

આયોગે શુક્રવારે રાત્રે પોતાના જવાબમાં જણાવ્યું કે મોદીના સંબોધનથી આચારસંહિતામાં સત્તારૂઠી દળથી જોડાયેલા નિયમોનો ઉલ્લંધન નથી થયો. આયોગનું કહેવું છે કે સમિતિ એ નિષ્કર્ષ પર પહોંચી છે કે આ મામલે આચારસંહિતા હેઠળ સરકારી મીડિયાના દુરઉપયોગ સંબંધિત પ્રાવધાનનું ઉલ્લંધન નથી થયું.

સમિતિએ આ મામલાની તપાસ માટે સાર્વજનિક પ્રસારણ સેવા સાથે જોડાયેલા દૂરદર્શન અને આકાશવાણીથી પાસેથી પ્રધાનમંત્રીના સંબોધનના પ્રસારણની ફીડનો સ્ત્રોત અને અન્ય જાણકારીઓ માંગી હતી. ફીડના સ્ત્રોતની જાણકારીના આધાર પર સમિતિએ પીએમના પ્રસારણને અચારસંહિતાના ઉલ્લંધનથી બહાર જણાવ્યું.

Modi

તમને જણાવી દઈએ કે 11 એપ્રિલથી 19 મેં સુધી સાત તબક્કામાં થવા જઈ રહેલી લોકસભાની ચૂંટણી માટે 10 માર્ચથી આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. પીએમ મોદીએ બુધવારે મિશનની સફળતા વિશે દેશને સંબંધિત કરતા જણાવ્યું હતું.

Read Also

Related posts

18 નવેમ્બરથી સંસદના શિયાળુ સત્રનો પ્રારંભ, આર્ટિકલ 370ને રદ્દ કર્યા બાદ હવે મોદી સરકારની નજર આ બે અધ્યાદેશો પર

Mayur

VIDEO : રાધનપુરમાં બીમાર હોવા છતાં શંકર ચૌધરી પ્રચાર કરી રહ્યા હોવા પાછળનું આ છે સૌથી મોટું કારણ

Mayur

દિલ્હીમાં શા કારણે વધી રહ્યું છે પ્રદૂષણ, જાણીને આંખો થઈ જશે પહોળી

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!