ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અમદાવાદમાં બીજા તબક્કાના મતદાન પહેલા બુધવારે અચાનક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ૩8 કિલોમીટર લાંબો રોડ શો યોજવાનું નક્કી થતા પોલીસ તંત્રની સાથે મનપા સહિતના વિભાગોમાં દોડધામ મચી ગઇ હતી.

જો કે ગૃહવિભાગના અધિકારીઓએ ડીજીપી, પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજીને પોલીસ બંદોબસ્તથી માંડીને રૂટ પ્લાનીંગને આખરી ઓપ આપ્યો હતો. જે મુજબ અમદાવાદ પોલીસના ૧૦ હજારથી વધુનો પોલીસ સ્ટાફ રોડ શોના રૂટ ઉપરાંત, શહેરના વિવિધ વિસ્તારોમાં તૈનાત રહેશે.
-રોડ શો દરમિયાન વાહનચાલકોને અન્ય રૂટ પર જવા માટે પોલીસની સૂચના
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અમદાવાદની તમામ વિધાનસભાને આવરી લેતા મેગા રોડ શો અનુસંધાનમાં અમદાવાદ શહેર પોલીસે અન્ય મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ સાથે સંકલન કરીને બંદોબસ્ત ગોઠવ્યો છે.
જેમાં નરોડાથી ચાંદખેડા સુધીના રૂટ પર રોડ શો શરૂ થવાના બે કલાક પહેલા તબક્કા વાર રસ્તાઓ બંધ કરવામાં આવશે અને પીએમનો કાફલો પસાર થવાના ચોક્કસ સમય બાદ જ રસ્તો ખુલ્લો કરવામાં આવશે.
પ્રધાનમંત્રીના રોડ શોમાં આવતા વિસ્તારોમા અવરજવર કરતા વાહનચાલકોને સ્થાનિક પોલીસે તેમજ અમદાવાદ શહેર પોલીસે આપેલા ડાયવર્ઝન પ્રમાણે વાહન લઇ જવાના રહેશે. તેમ પણ પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું.
READ ALSO
- Adani row/ વીમા પોલીસી ધારકોને ધ્રાસકો, હવે LIC પોલીસી ધારકોના રૂ.૫૫.૦૫૦ કરોડ ધોવાઇ ગયા
- Assamમાં કિશોરી સાથે પરણનારા સામે પોક્સો : 2 હજારની ધરપકડ
- જાણો આજનુ પંચાંગ તા.4-2-2023, શનિવાર
- જાણો તમારું આજનું 04 ફેબ્રુઆરી, 2023નું રાશિ ભવિષ્ય
- કચ્છના રણમાં 7 થી 9 ફેબ્રુઆરી દરમિયાન G-20 પ્રવાસન કાર્યકારી જૂથની પ્રથમ બેઠક યોજાશે