GSTV

કોરોનાકાળમાં પણ પીએમ મોદીની લોકપ્રિયતા ઓછી નથી થઇ, વિશ્વમાં સૌથી વધુ સ્વીકૃત નેતા તરીકે બાઈડેનને પાછળ રાખી દીધા

મોદી

Last Updated on June 19, 2021 by Bansari

દેશમાં કોરોનાકાળમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયા જળવાઈ રહી છે અને તેઓ દુનિયામાં સૌથી વધુ સ્વીકૃત નેતા છે. વિશ્વમાં સ્વીકૃત નેતાઓની યાદીમાં પીએમ મોદીએ અમેરિકન પ્રમુખ જો બાઈડેન, જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલ, બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સન અને ફ્રાન્સના પ્રમુખ મૈક્રોંને પણ પાછળ પાડી દીધા છે. અમેરિકન ડેટા ઈન્ટેલિજન્સ કંપની ‘મોર્નિંગ કન્સલ્ટ’એ કરેલા એક વૈશ્વિક સર્વેક્ષણ મુજબ સ્વીકૃત નેતાઓની બાબતમાં નરેન્દ્ર મોદી હજી પણ વૈશ્વિક નેતાઓની સરખામણીમાં સૌથી આગળ છે.

મોદી

મોદીનું વૈશ્વિક સ્વીકૃત રેટિંગ ૬૬ ટકા

મોર્નિંગ કન્સલ્ટે હાથ ધરેલા સર્વેક્ષણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વૈશ્વિક સ્વીકૃત રેટિંગ ૬૬ ટકા છે. ડેટા મુજબ કોરોનાકાળમાં પણ પીએમ મોદી અમેરિકા, બ્રિટન, રશિયા, ઓસ્ટ્રેલિયા, કેનેડા, બ્રાઝિલ, ફ્રાન્સ અને જર્મની સહિત ૧૩ દેશોના અન્ય નેતાઓ કરતાં આગળ છે.

અમેરિકન ડેટા ઈન્ટેલિજન્સ કંપની મોર્નિંગ કન્સલ્ટ દ્વારા કરાયેલા એક સર્વેક્ષણ મુજબ કોરોનાની બીજી લહેરમાં તેમની લોકપ્રિયતા અથવા સ્વીકૃત રેટિંગમાં ઘટાડો જોવા મળ્યો હતો. તેમ છતાં તેઓ દુનિયામાં ટોચ પર છે અને અન્ય વૈશ્વિક નેતાઓની સરખામણીમાં તેમનો દેખાવ ઘણો સારો છે.

મોદી

અન્ય નેતાઓમાં જર્મની ચાન્સેલર મર્કેલ, બ્રિટિશ પીએમ જોન્સન, કેનેડાના પીએમ ટ્રુડો પણ મોદીથી પાછળ

આ સ્વીકૃત રેટિંગમાં વડાપ્રધાન મોદી પછી ઈટાલીના વડાપ્રધાન મારિયો ડ્રેગીનો નંબર આવે છે, જેમનું સ્વીકૃત રેટિંગ ૬૫ ટકા છે. ત્રીજા નંબરે મેક્સિકોના પ્રમુખ લોપેઝ ઓબ્રેડોર છે, જેમનું રેટિંગ ૬૩ ટકા છે. મોર્નિંગ કન્સલ્ટ નિયમિતરૂપે વિશ્વના નેતાઓનું સ્વીકૃત રેટિંગ ટ્રેક કરે છે. તે મુજબ, ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન સ્કોટ મોરિસન ૫૪ ટકા, જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલ ૫૩ ટકા, અમેરિકન પ્રમુખ જો બાઈડેન ૫૩ ટકા, કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો ૪૮ ટકા, બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સન ૪૪ ટકા, દક્ષિણ કોરિયાના પ્રમુખ મૂન જે-ઈન ૩૭ ટકા, સ્પેનિશ સ્પેન પેડ્રો સાંચેઝ ૩૬ ટકા, બ્રાઝિલના પ્રમુખ જેર બોલ્સોનારો ૩૫ ટકા અને ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મૈક્રો ૩૫ ટકા તથા જાપાનના વડાપ્રધાન યોશીહિદે સુગા ૨૯ ટકા સાથે યાદીમાં સ્થાન ધરાવે છે.

ભારતમાં ૨,૧૨૬ વયસ્કોના સેમ્પલ સાઈઝ સાથે મોર્નિંગ કન્સલ્ટ ગ્લોબલ લીડર અપ્રુવલ રેટિંગ ટ્રેકરે વડાપ્રધાન મોદી માટે ૬૬ ટકા સ્વીકૃતિ બતાવી જ્યારે ૨૮ ટકાએ તેમને અસ્વીકૃત કર્યા. આ ટ્રેકરને છેલ્લે ૧૭મી જૂને અપડેટ કરાયું હતું.

આ રેટિંગમાં દરેક દેશની સેમ્પલ સાઈઝ અલગ અલગ છે. અમેરિકન ડેટા કંપની મોર્નિંગ કન્સલ્ટ પોલિટિકલ ઈન્ટેલિજન્સ હાલ ઓસ્ટ્રેલિયા, બ્રાઝીલ, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ભારત, ઈટાલી, જાપાન, મેક્સિકો, દક્ષિણ કોરિયા, સ્પેન, બ્રિટન અને સંયુક્ત રાજ્યમાં સરકારી નેતાઓ માટે સ્વીકૃત રેટિંગ ટ્રેક કરે છે અને સાપ્તાહિક આધારે લેટેસ્ટ ડેટા સાથે પેજ અપડેટ કરે છે. આ વૈશ્વિક સ્વીકૃત રેટિંગ પ્રત્યેક દેશમાં વયસ્ક રહેવાસીઓના સાત દિવસની મુવિંગ સરેરાશ પર આધારિત હોય છે અને સેમ્પલ સાઈઝ દેશ મુજબ અલગ અલગ હોય છે.

Read Also

Related posts

અફઘાનિસ્તાને તાલિબાની આતંકીઓ પર લગામ કસવા લીધો મોટો નિર્ણય, 31 પ્રાંતોમાં લગાવ્યો નાઇટ કર્ફ્યુ

Bansari

ડ્રેગનનું નવું કારસ્તાન/ ચીનના કારણે જોખમમાં મુકાઇ હજારો ભારતીય નાવિકોની નોકરી, કરી રહ્યું છે આવી ગંદી હરકત

Bansari

IND vs SL / ભારતે શ્રીલંકાને 38 રને હરાવ્યું, ભુવનેશ્વર કુમારે 4 વિકેટ ઝડપી: સીરીઝમાં 1-0થી આગળ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!