GSTV
Gujarat Government Advertisement

યોગી સરકાર ભરાઈ/ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઇ પ્રહલાદ મોદીએ લખનઉ એરપોર્ટ પર શરૂ કર્યા ધરણાં, આ હતું કારણ

Last Updated on February 3, 2021 by Mansi Patel

ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના અમૌસી એરપોર્ટ બહાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઇ પ્રહલાદ મોદીએ બુધવારે ધરણા શરુ કર્યાં છે. પ્રહલાદ મોદીએ લખનઉ પોલીસની કાર્યશૈલી સામે આ ધરણા પ્રદર્શન શરું કર્યું છે. એવું જાણવા મળી રહ્યું છે કે પોતાના સમર્થકોની ધરપકડ થવાના કારણે નારાજ થયેલા પ્રહલાદ મોદીએ ધરણા પ્રદર્શન શરું કર્યું છે. સાથે જ તેમના સમર્થકોને છોડવામાં ના આવ્યા તો ઉપવાસ આંદોલનની ધમકી પણ આપી છે.

પ્રહલાદ મોદીએ કહ્યું કે મારા સ્વાગત માટે આવનારા 100 કાર્યકર્તાઓની લખનઉ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. જ્યાં સુધી આ તમામ કાર્યકર્તાઓને છોડવામાં નહીં આવે ત્યાં સુધી હું ધરણાં પર બેસીશ. લખનઉ પોલીસ જણાવે કે કોના આદેશ ઉપર આ કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે. જો પીએમઓનો આદેશ હોય તો તે બતાવવામાં આવે.

પ્રહલાદ મોદી પ્રયાગરાજ, જૌનપુર અને પ્રતાપગઢમાં આયોજીત કાર્યક્રમમાં ભાગ લેવા માટે જઇ રહ્યા હતા. જેના માટે તેઓ બુધવારે લખનઉ પહોંચ્યા અને ત્યાં આ હાઇ વોલ્ટેજ ડ્રામા શરુ થયો હતો. તેમના સ્વાગત માટે સેંકડો કાર્યકર્તાઓ આવ્યા જેમને પોલીસે એરપોર્ટ બહાર રોક્યા. કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે બોલાચાલી થઇ અને પરિણામે કેટલાકની પોલીસે અટકાયત કરી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ઉત્તર કોરિયા તબાહીના આરે: કોરોનાએ બરબાદ કર્યું અર્થતંત્ર, કિમ જોંગ ઉને કરી આ જાહેરાત

Pritesh Mehta

સુરેન્દ્રનગરના પરિવાર પર આભ ફાટ્યું, સ્વિમિંગ પુલમાં તરવા ગયેલ બાળકનું કમકમાટી ભર્યું મોત

Pritesh Mehta

પાલનપુરના યુવકે ભર્યું મોતનું પગલું, વિડીયો બનાવી કહ્યું કેમ કરે છે આપઘાત

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!