GSTV
India News ટોપ સ્ટોરી

‘જય બાબા કેદાર’ના ઉદ્ઘોષ સાથે પીએમ મોદીનું સંબોધન, 250 કરોડના પ્રોજેક્ટ્સનો કર્યો શિલાન્યાસ

મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ફરી એક વખત બાબા કેદારનાથના ધામમાં પહોંચ્યા છે. પીએમ મોદીએ તેમના સંબોધનની શરૂઆત ‘જય બાબા કેદાર’ના નારાથી કરી હતી. મોદીએ કહ્યું કે ભારતમાં એક કરતાં વધુ તપસ્વીઓ આધ્યાત્મિક ચેતનાને જાગૃત કરતા રહ્યાં છે.તેમણે કહ્યું કે ભારતમાં અનેક સંતો આધ્યાત્મિક ચેતનાને જાગૃત કરે છે. પીએમ મોદીએ જણાવ્યું કે હું જ્યારે પણ બાબા કેદારનાથના શરણમાં આવું છું ત્યારે અહીંના કણ-કણ સાથે જોડાઇ જાઉં છું. ગઇકાલે મે સૈનિકો સાથે દિવાળીની ઉજવણી કરી હતી અને આજે હું સૈનિકોની ધરતી પર છું. પીએમ મોદીએ જણાવ્યું કે વર્ષ 2013માં કેદારનાથમાં સર્જાયેલી કુદરતી આપત્તિ વખતે હું ગુજરાતનો મુખ્યપ્રધાન હતો. પરંતુ મને વિશ્વાસ હતો કે કુદરતી આપત્તિ બાદ કેદારનાથ ધામ પહેલા કરતા પણ વધુ ભવ્ય અને દિવ્ય રીતે નિર્માણ પામશે. મારી પાસે ભૂકંપ બાદ કચ્છને ઉભું કરવાનો અનુભવ પણ હતો.

કેદારનાથની મુલાકાત દરમ્યાન વડાપ્રધાન મોદીએ કરોડો રૂપિયાના વિવિધ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ તેમજ ઉદ્દઘાટન કર્યું. વડાપ્રધાન મોદીએ 150 કરોડના ખર્ચે શરૂ થનારી અનેક પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો સાથે જ લગભગ 250 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ પણ કર્યું. આ પ્રોજેક્ટમાં સંગમ ઘાટનો પુર્નવિકાસ, પ્રાથમિક ચિકિત્સા અને પર્યટક સુવિધા કેન્દ્ર, પ્રશાસનિક કાર્યાલય તથા હોસ્પિટલ, બે ગેસ્ટ હાઉસ, પોલીસ સ્ટેશન, કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, મંદાકિની આસ્થાપથ કતાર પ્રબંધન તથા રેનશેલ્ટર અને સરસ્વતી નાગરિક સુવિધા ભવન પણ સામેલ છે. મહત્વનું છે કે જે પ્રોજેક્ટનું પીએમ મોદીએ ઉદ્દઘાટન કર્યું તેની આધારશિલા પણ તેમણે જ રાખી હતી.

વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે PM મોદીએ કર્યો રૂદ્રાભિષેક, શંકરાચાર્યની પ્રતિમાનું અનાવરણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બાબા કેદારનાથના દર્શન માટે પહોંચ્યા છે. તેમણે વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે બાબા કેદારનો રૂદ્રાભિષેક કર્યો હતો અને ત્યાર બાદ આદિ શંકરાચાર્યની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. વડાપ્રધાને ત્યાંના વિકાસ કાર્યોની સમીક્ષા પણ કરી હતી.

વડાપ્રધાને કેદારનાથ ખાતે આદિ શંકરાચાર્યની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, આદિ શંકરાચાર્યે જ કેદારનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો હતો. આદિ શંકરનો જન્મ કેરળ ખાતે થયો હતો.

વડાપ્રધાન મોદી જ્યારે કેદારનાથ ખાતે પૂજા કરી રહ્યા હતા તે સમયે ઉજ્જૈનના મહાકાળ મંદિરમાં પણ પુજારીઓએ મંત્રોચ્ચાર કર્યો હતો.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગોરખપુરમાં કેદારનાથ ધામ ખાતેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું લાઈવ પ્રસારણ જોયું હતું. ઉલ્લેખનીય છે કે, કેદારનાથ ધામ 12 જ્યોતિર્લિંગોમાંથી એક છે. તે ઉત્તરાખંડમાં સ્થિત 4 ધામોમાંથી એક છે. આદિ શંકરાચાર્યે જ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. વર્તમાન કેદારનાથ મંદિર પાંડવોના મંદિરની બાજુમાં સ્થિત છે.

ઉત્તરાખંડના રાજ્યપાલ રિટાયર્ડ લેફ્ટિનેન્ટ જનરલ ગુરમીત સિંહ અને સીએમ પુષ્કર સિંહ ધામી દેહરાદુન એરપોર્ટ ખાતે વડાપ્રધાન મોદીને રીસિવ કરવા માટે ગયા હતા.

Read Also

Related posts

ગુજરાતમાં દારૂબંધીના લીરેલીરા, ભાજપના આ ઉમેદવારે કહ્યું કે જીતીશ તો ખુલ્લેઆમ દારૂ વેંચીશ, જુઓ વિડીયો

Nakulsinh Gohil

બેલ્જિયમની યુવતી ઓટો ડ્રાઈવરના પ્રેમમાં પડી, ભારત આવીને કર્યા પ્રેમી સાથે લગ્ન…

Kaushal Pancholi

ભરૂચ / નેત્રંગમાં પીએમ મોદીએ સાંબોધી જનસભા, કહ્યું, “હવે ગુજરાતીમાં પણ ડોક્ટરનો અભ્યાસ શક્ય બન્યો

Nakulsinh Gohil
GSTV