GSTV
Home » News » 69ની ઉંમરે રોજ 15 કલાક કામ કરતા પ્રધાનમંત્રીના સ્વાસ્થ્યનું આ છે મોટું રહસ્ય

69ની ઉંમરે રોજ 15 કલાક કામ કરતા પ્રધાનમંત્રીના સ્વાસ્થ્યનું આ છે મોટું રહસ્ય

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પોતાનો 69મો જન્મદિવસ ઉજવી રહ્યાં છે. આટલી ઉંમરે પણ પીએમ મોદીની ફિટનેસનો ડંકો દુનિયાભરમાં વાગે છે. મોદી કોઇ બ્રેક લીધાં વિના સતત કામ કરવા માટે જાણીતા છે. એક તરફ જ્યાં યુવા પેઢી પોતાની વર્ક લાઇફથી સ્ટ્રેસ ફીલ કરવા લાગી છે, ત્યાં પીએમ મોદીનો કાર્ય પ્રત્યેનો ઉત્સાહ પ્રશંસનીય છે. ચાલો જાણીએ કે પીએમ મોદીની ફિટનેસનું સીક્રેટ શું છે.

આખા દિવસના થાક બાદ પીએમ મોદી ગમે તેટલી ઉંઘમાં કેમ ન હોય તેઓ દરરોજ સવારે 4-5 વાગે ઉઠી જાય છે. ડોક્ટર્સ 8 કલાકની પૂરતી ઉંઘ લેવાની સલાહ આપે છે જ્યારે પીએમ મોદી 24 કલાકમાંથી માત્ર 3થી 4 કલાકની જ ઉંઘ લે છે.

મોદી દરરોજ સવારે યોગ કરવાનું ભૂલતા નથી. સૂર્ય નમસ્કાર, પ્રાણાયામ અને યોગાસન તેમની એનર્જી અને ફિટનેસનું મૂળમંત્ર છે. મોદી જિમ નથી જતાં પરંતુ સવારે તેઓ ખુલ્લા પગે ઘાસ પર ચાલતાં બોડી સ્ટ્રેચ કરવાનું નથી ભૂલતા.

સૂર્ય નમસ્કાર, પ્રાણાયામ, અને યોગાસન કરવાથી પીએમ મોદીનો તણાવ અને માનસિક થાક દૂર થઇ જાય છે અને તેઓ એનર્જીથી ભરપૂર રહે છે. આ ઉપરાંત મોદી પોતાના ભાષણમાં યુવા પેઢીને ફિટ રહેવા માટે પ્રેરિત કરે છે.

પીએમ મોદીની ફિટનેસનું રહસ્ય તેમના હેલ્ધી બ્રેકફાસ્ટમાં રહેલું છે. મોદી બ્રેકફાસ્ટમાં પૌઆ, ખાખરા, ભાખરી અને આદુ વાળી ગુજરાતી ચા લેવાનું પસંદ કરે છે. તેનાથી તેમને દિવસભર કામ કરવા માટે ઉર્જા મળે છે.

મોદી શાકાહારી છે. તેઓ લંચ અને ડિનરમાં ફ્રૂટ્સ અને વેજીટેબલ્સ સાથે સાદુ ગુજરાતી અથવા સાઉથ ઇન્ડિયન ભોજન લેવાનું પસંદ કરે છે. દિવસ દરમિયાન હળવા નાસ્તાથી તેઓ પોતાનું કામ ચલાવી લે છે.

Read Also

Related posts

સ્તન દબાવવાથી મોટા થાય આવા ભ્રમમાં રહેલી બહેનપણીઓએ પ્રિય સખી સાથે કરી નાખ્યું કંઈક એવું….

Bansari

ધડાધડ ઉતરતી ફોનની બેટરી બની ગઇ છે માથાનો દુખાવો? આ ટ્રિક્સ આવશે કામ

Bansari

Whatsappની આ ફાઇલથી ફોન હેક થઇ જશે અને તમને ખબર પણ નહી પડે, બચવા માટે સૌથી પહેલાં કરી લો આ કામ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!