પીએમ નરેન્દ્ર મોદી અમદાવાદ સ્થિત ઝાયડસ બાયોટેક પાર્ક પહોંચ્યા છે. તેઓ અહીં રિસર્ચર્સ સાથે મુલાકાત કરી રહ્યાં છે. પીએમ મોદી રિસર્ચર્સ સાથે કોરોના વેક્સિન સાથે સંબંધિત અનેક પાસાઓ પર વાતચીત કરી રહ્યાં છે. તેમાં કોરોના વેક્સિનનું પ્રોડક્શન, સ્ટોરેજ, ડિસ્ટ્રીબ્યૂશન સામેલ છે. પીએમ મોદી આ અંગે પણ વાતચીત કરી રહ્યાં છે કે જો વેક્સિન તૈયાર થઇ જાય તો સામાન્ય રૂપે તમામને આપવામાં આવશે અથવા તો કોરોનાગ્રસ્ત લોકોને જ આપવામાં આવશે. આ તમામ મુદ્દે પીએમ મોદી વાતચીત કરી રહ્યાં છે.
Ahmedabad: Prime Minister Narendra Modi arrives at the Zydus Biotech Park to review the development of #COVID19 vaccine candidate ZyCOV-D pic.twitter.com/8cBQNQVUrN
— ANI (@ANI) November 28, 2020
વેક્સીન પ્રોડક્શન આખરી તબક્કામાં
અમદાવાદની ઝાયડસ બાયોટેકમાં કોરોના વેકસીનનું પ્રોડક્શન થશે જે માટે ઝાયડસ બયોટેકની વ્યવસ્થાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. અહીં ટ્રાયલ વૅક્સિનનું નિરિક્ષણ કરશે અને રસી તૈયાર કરનારા વૈજ્ઞાનિકો સાથે ચર્ચાઓ કરશે. અમદાવાદની ઝાયડસ બયોટેકમાં ઝાયકોવ- ડી વેકસીન પર કામ ચાલી રહ્યું છે.હાલ આ વેક્સીનની તૈયારીઓ પર નજર નાખવા ખુદ વડાપ્રધાન અમદાવાદ આવ્યા છે.

9 વાગે અમદાવાદ એરપોર્ટ આવ્યા પીએમ
પીએમ મોદી અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા. અહીથી તેઓ ઝાયડસ કેડિલા ફાર્માના રીસર્ચ સેન્ટરની મુલાકાત લેવા માટે રવાના થયા હતા. ઝાયડસ કેડિલા ફાર્મા દ્વારા કોરોનાની રસી બનાવવામાં આવી રહી છે. ઝાયકોવ-ડી બ્રાન્ડ નેમ હેઠળ આ રસી તૈયાર કરવામાં આવી છે. આ રસી પ્લાસમિડ ડીએનએ રસી છે. આ રસીના પહેલા બે ટ્રાયલની કામગીરી પૂરી કરી દેવામાં આવી છે. આ રસી માટેની ત્રીજી ટ્રાયલ આગામી ડિસેમ્બરથી ચાલુ કરવામાં આવશે.

વડાપ્રધાનના આગમના પગલે ચાંગોદર પોલીસ છાવણીમાં ફેરવાયું
ગઇ કાલે અમદાવાદ એરપોર્ટથી લઇને ચાંગોદર સુધી એસપીજી કમાન્ડોની આગેવાનીમાં મોટી સંખ્યામાં પોલીસ કાફલા સાથે સાંજે ૪ વાગ્યાથી સાંજે ૭ વાગ્યા સુધી ત્રણ કલાક ગ્રાન્ડ રિહર્સલ કરવામાં આવ્યું હતું. સુરક્ષાને ધ્યાનમાં રાખીને ચાંગોદર અને એરપોર્ટ પોલીસ છાવણીમાં ફેરવવામાં આવ્યું. શુક્રવારે બપોર બાદ અમદાવાદ જિલ્લા પોલીસ દ્વારા ચાંગોદર હાઇવે ઉપર ૪૦૦ પોલીસ દ્વારા પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યુ હતું. આજે વડાપ્રધાનના આગમનથી વિદાય સુધી અમદાવાદથી ચાંગોદર સુધી મોટી સંખ્યામાં પોલીસ કાફલો ગોઠવી દેવામાં આવ્યો છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- ઇન્ડોનેશિયામાં ફાટ્યો માઉન્ટ મેરાપી ભીષણ જ્વાળામુખી, 30 કિલોમીટર સુધી સંભળાયો અવાજ
- શું તમે જાણો છો/ પગારમાંથી માસિક કપાતા 25 રૂપિયામાંથી તમને મળે છે લાખોનો ફાયદો
- VIDEO: શું તમે ક્યારેય પક્ષીઓને બાસ્કેટબોલ રમતા જોયા છે, આજે અમે આપને બતાવીશું આ મજેદાર રમત
- સ્થાનિક ચૂંટણી પહેલા ભરૂચની જનતા આકરા પાણીએ, મતદાન ન કરવાની ચીમકી ઉચ્ચારી
- વેજ અને નોનવેજ અંગે તો બધા જાણે છે, પરંતુ શું છે વેગન ડાયેટ જેમાં દૂધ-દહીં પણ નથી ખાતા લોકો?