GSTV

પીએમ મોદીના કાર્યક્રમને લઈને તડામાર તૈયારી, વોટર પ્રુફ ડોમ કરાયો તૈયાર

Last Updated on September 16, 2019 by

નર્મદા બંધ પોતાની મહત્તમ સપાટી પર પહોંચ્યો છે. ગત મોડી રાત્રે જ સપાટી 138.68 મીટરે પહોંચી હતી. ત્યારે આ ઐતિહાસિક પળને આખું ભારતમાં ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ હોય અને ડેમનાં લોકાર્પણને 2 વર્ષ પૂર્ણ થાય છે. આ ત્રિવેણી સંગમરૂપી સંજોગરૂપે નર્મદા મહોત્સવની ઉજવણી 17 સપ્ટેમ્બરનાં રોજ સમગ્ર ગુજરાતમાં કરવામાં આવશે. મુખ્ય કાર્યક્રમ કેવડિયા નર્મદા બંધ ખાતે રાજ્ય સરકાર દ્વારા જાહેર ભવ્ય કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે. જેના માટે યુદ્ધના ધોરણે તૈયારીઓ કરવામાં આવી રહી છે.

આવતીકાલે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વ્યૂ પોઇન્ટ 1 પર જાહેર સભા સંબોધસે. જેના માટે 450×150 મીટરનો વોટર પ્રુફ ડોમ બનાવવામાં આવી રહ્યો છે. જેમાં નર્મદા, ભરૂચ અને છોટાઉદેપુર જિલ્લાના લોકો અંદાજીત 10 હજાર થી વધુ લોકો ની હાજરીમાં પી.એમ નરેન્દ્ર મોદી જાહેર સભા સંબોધશે. જે અંગે તમામ બાબતોની ચોકસાઈ રાખવા જિલ્લા કલેકટરે ટીમો સાથે વિઝીટ કરી સાથે પોલીસે પણ પોતાની સુરક્ષા વ્યવસ્થા ગોઠવી રહી છે. ત્યારે સ્ટેચ્યુ પર આવનારા પ્રવસીઓને પણ જાહેર સભાનો લાભ મળી શકે છે તેમ જિલ્લા કલેક્ટર નર્મદાએ જણાવ્યું છે.

READ ALSO

Related posts

જૂનાગઢે રંગ રાખ્યો, ટાર્ગેટ કરતા વધારે ટકા રસીકરણ : તમારા જિલ્લામાં કેટલાં ટકા થયું vaccination? જાણો સંપૂર્ણ વિગત

Dhruv Brahmbhatt

હથેળીમાં આ બદલાવ દેખાય તો સમજો મૃત્યુ છે નજીક, મરતા પહેલા મળે છે આવા સંકેત

Bansari

વ્યક્તિએ છાતી પર ફટાકડા મૂકી લગાવી દીધી આગળ પછી થયો ધમાકો, વિડીયો જોઈ ઉડી જશે હોશ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!