GSTV
News Trending World

ભારતના આ મિત્ર દેશ પર છે ચીનની નજર, પીએમ ટૂંક સમયમાં જ લેશે મુલાકાત

માલદીવ હિંદ મહાસાગરમાં ભારતના લક્ષદ્વિપ ટાપુઓના દક્ષિણ ભાગમાં આવેલો એક નાનકડો દેશ છે. પોતાના પાડોશીઓને મદદની નીતિ અનુસાર ભારત પહેલાથી જ માલદીવને આર્થિક રીતે પ્રોત્સાહન આપતું આવ્યું છે.

ભારત અને માલદીવે 1976માં સત્તાવાર અને સૌહાર્દપૂર્ણ રીતે પોતાની સમુદ્રી સરહદ નક્કી કરી હતી. બંને દેશોએ 1981માં વ્યાપક વેપાર સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા. બંને રાષ્ટ્ર સાર્ક, દક્ષિણ એશિયાઇ આર્થિક સંઘ અને દક્ષિણ એશિયા મુક્ત વેપાર સમજૂતીના સંસ્થાપક સભ્યો છે. જો કે છેલ્લા કેટલાક સમયથી માલદીવના ભારત સાથેના વેપાર સંબંધોમાં ઉતાર-ચઢાવ જોવાઇ રહ્યા છે.

ભારતે માલદીવને આર્થિક સહાયતા આપી છે. ભારતે માલદીવના માળખાગત વિકાસ, સ્વાસ્થ્ય, ટેલીકોમ અને શ્રમ સંસાધનોનો વિકાસ માટે દ્વિપક્ષીય કાર્યક્રમોમાં સહયોગ કર્યો છે. જેમાં માલદીવની રાજધાની માલેમાં ઇન્દિરા ગાંધી અને માલદીવના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃતિમાં વૃદ્ધિ કરી છે. ભારત અને માલદીવના મત્સ્યપાલન અને ટૂના પ્રોસેસિંગના વિસ્તાર માટે સંયુક્ત રીતે કામ કરવાની યોજનાનું એલાન કર્યું છે. આ ઉપરાંત માલદીવના અનેક વ્યાપારિક પ્રોજેક્ટને આગળ ધપાવવામાં ભારત મદદ કરી રહ્યું છે.

ભારતની નીતિ માલદીવને આર્થિક રીતે પ્રોત્સાહન આપીને એક પગભર રાષ્ટ્ર બનાવવાની છે. માલદીવ પ્રવાસીઓ પર ચાલતો દેશ છે. હિન્દ મહાસાગરમાં તેની મહત્વને જોતા ચીનની બાજ નજર આ દેશ પર મંડાયેલી રહે છે. જેથી માલદીવના મુદ્દે ભારતે હંમેશા સજાગ રહેવું પડે છે. માલદીવની ગત સરકાર પર ચીનનો વધુ પડતો પ્રભાવ જોવા મળ્યો હતો. જેના કારણે ભારત અને માલદીવ વચ્ચે અંતર વધી ગયુ હતુ.

READ ALSO

Related posts

Japan/ દીક્ષાંત સમારોહમાં યુક્રેનના રાષ્ટ્રપતિ Zelensky બની પહોંચ્યો વિધાર્થી, સોશિયલ મીડિયામાં ફોટો થયા વાયરલ

Padma Patel

14 એપ્રિલે સૂર્ય પોતાની ઉચ્ચ રાશિમાં પ્રવેશ કરશે, આ રાશિના લોકોને મળશે ઉચ્ચ સફળતા

Hina Vaja

ભગવાનને પ્રસાદ ચઢાવતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, નહીં તો 1 ભૂલ પણ તમને મોંઘી પડી શકે છે.

Padma Patel
GSTV