GSTV
India News World ટોપ સ્ટોરી

પીએમ મોદીની વિશ્વમાં બોલબાલા : 8મો પુરસ્કાર આપશે બિલ ગેટ્સ ફાઉન્ડેશન

વડાપ્રધાન મોદીનાં અમેરિકા પ્રવાસ દરમિયાન બિલ એન્ડ મેલિન્ડા ગૈટ્સ ફાઉન્ડેશન સ્વચ્છ ભારત અભિયાન માટે પીએમ મોદીને સન્માનિત કરશે. આ બાબતની માહિતી પીએમઓ એટલે કે વડાપ્રધાન કાર્યાલયનાં રાજ્યમંત્રી જીતેન્દ્રસિંહે આપી હતી. તેમણે ટ્વિટર દ્વારા માહિતી આપતા જણાંવ્યું કે,’વધુ એક પુરસ્કાર, દરેક ભારતીય માટે ગર્વની વધુ એક ક્ષણ, કારણ કે પ્રધાનમંત્રી મોદીની મહેનત અને પ્રગતિશીલ પહેલનાં કારણે દુનિયાભરમા પ્રશંસા મળી રહી છે.’ અમેરિકાનું બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન પીએમ મોદીને સન્માનિત કરશે.

આ પહેલા 6 મુસ્લિમ દેશો અને રશિયા ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સન્માનિત કરી ચુકી છે. આવો જાણીએ કે વડાપ્રધાન મોદીને અત્યાર સુધીમાં કેટલા પુરસ્કારો મળ્યા છે.

બહેરીન

પુરસ્કાર – કિંગ હમાદ ઓર્ડર ઓ રીનેસંસ

ક્યારે મળ્યો પુરસ્કાર – 24 ઓગષ્ટ, 2019

પુરસ્કારની વિશેષતા – બહેરીનનો ત્રીજો સર્વોચ્ચ નાગરિક સન્માન

માલદિવ્સ

પુરસ્કાર – ઓર્ડર ઓફ ધ ડિંસ્ટીગાઇશ્ડ રૂલ ઓફ ઇજ્જુદ્દીન

ક્યારે મળ્યો પુરસ્કાર – 8 જૂન,2019

પુરસ્કારની વિશેષતા – વિદેશી ગણમાન્ય હસ્તીઓને આપવામાં આવતું સર્વોચ્ચ નાગરિક સન્માન

રશિયા

પુરસ્કાર – ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્રુ

ક્યારે મળ્યો પુરસ્કાર – 12 એપ્રિલ, 2019

પુરસ્કારની વિશેષતા – આ રશિયાનો સર્વોચ્ચ એવોર્ડ છે

યુએઇ

પુરસ્કાર – ઓર્ડર ઓફ ઝાયેદ

ક્યારે મળ્યો પુરસ્કાર – 4 એપ્રિલ,2019

પુરસ્કારની ખાસિયત – સંયુક્ત આરબ અમિરાતનો સર્વોચ્ચ નાગરિક સન્માન

પેલેસ્ટાઇન

પુરસ્કાર – ગ્રાન્ડ કોલર ઓફ ધ સ્ટેટ ઓફ પેલેસ્ટાઇન

ક્યારે મળ્યો પુરસ્કાર – 10 ફેબ્રુઆરી, 2018

પુરસ્કારની ખાસિયત – વિદેશી ગણમાન્ય હસ્તીઓ, રાજાઓ અને રાષ્ટ્રપ્રમુખોને આપવામાં આવતો પેલેસ્ટાઇનનો સર્વોચ્ચ એવોર્ડ

અફઘાનિસ્તાન

પુરસ્કાર – સ્ટેટ ઓર્ડર ઓફ ગાઝી અમીર અમાનુલ્લાહ ખાન

ક્યારે મળ્યો પુરસ્કાર – 4 જૂન, 2016

પુરસ્કારની વિશેષતા – આ અફઘાનિસ્તાનનો સર્વોચ્ચ એવોર્ડ છે.

સઉદી અરબ

પુરસ્કાર – ઓર્ડર ઓફ અબ્દુલ અઝીઝ અલ સઉદ

ક્યારે મળ્યો પુરસ્કાર – 3 એપ્રિલ, 2016

પુરસ્કારની વિશેષતા – કોઇ બિનમુસ્લિમ ગણમાન્ય વ્યક્તિને આપવામાં આવતો આ સઉદી અરબનું સર્વોચ્ચ નાગરિક એવોર્ડ છે.

READ ALSO

Related posts

ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ “હું હજી જીવું છું, મને પાણી આપો”, મૃતદેહોના ઢગલામાંથી અવાજ આવ્યો અને સૌ ચોંકી ગયા

Vushank Shukla

પાકિસ્તાન સરકારની સ્થિતિ કથળી, ખર્ચ ચલાવવા માટે ભાડે આપી ન્યુયોર્કની પોતાની હોટલ

Vushank Shukla

ગુજરાતના તટ પર 45-55 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવનો ફૂંકાવવાની શક્યતા, બિપરજોય વાવાઝોડાને લઈને હવામાન વિભાગે આપી ચેતવણી

Vushank Shukla
GSTV