GSTV
Home » News » મોદીનું વિદેશ યાત્રાઓ માટેનું કેલેન્ડર તૈયાર, આ 5 વર્ષમાં બનશે નવો રેકોર્ડ

મોદીનું વિદેશ યાત્રાઓ માટેનું કેલેન્ડર તૈયાર, આ 5 વર્ષમાં બનશે નવો રેકોર્ડ

લોકસભા ચૂંટણી 2019નું મિશન પાર પાડીને સત્તાની બીજી ઇનિંગ શરૂ કરી રહેલા પીએમ નરેન્દ્ર મોદી વહેલી તકે વિદેશ પ્રવાસનો સીલસીલો શરૂ કરશે. પીએમ તરીકે તેમની વિદેશ યાત્રાઓ માટે તેમનું કેલેન્ડર તૈયાર છે અને તેમની શરૂઆત શપથગ્રહણના એક મહિનાની અંદર થશે.

વડાપ્રધાનની આગળના પૂર્વ નિર્ધારીત પ્રવાસોમાં સૌથી પહેલા અને મહત્વપૂર્ણ શાંઘાઇ સહયોગ સંગઠનની કિર્ગિસ્તાનમાં યોજાનારી શિખર બેઠક છે. આ બેઠક 14-15 જૂને બિશ્કેકમાં થશે. SCO શિખર સંમેલન એટલા માટે મહત્વપૂર્ણ છે કારણ કે આ બેઠકમાં લાંબા સમય બાદ ભારત અને પાકિસ્તાનના વડાપ્રધાન એક મંચ પર હશે. આ ઉપરાંત પીએમ મોદી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સહિત અનેક નેતાઓને પણ મળશે.

SCO શિખર સંમેલનનાં માત્ર 15 દિવસ બાદ પીએમ મોદી માટે જાપાનના ઓસાકામાં યોજાનારી જી-20 શિખર બેઠક માટે યાત્રાનો કાર્યક્રમ પણ તૈયાર હશે. જૂન 28-29ના રોજ જી-20ના મંચ પર પીએમ મોદીની મુલાકાત અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને યજમાન દેશ જાપાનના વડાપ્રધાન શિંજો આબે સહિત વિશ્વના અનેક નેતાઓ સાથે થશે.

મહત્વપૂર્ણ છે કે 2014માં પીએમ મોદીએ પોતાની વિદેશ યાત્રાઓની શરૂઆત પાડોશી દેશ ભૂતાનથી કરી હતી.ત્યારે સૂત્રો મુજબ આ વખતે પણ પીએમ મોદી પહેલો સગો પાડોશીની કહેવાત આગળ વધારતા કોઇ પાડોશી દેશનો પ્રવાસ ખેડી શકે છે. સૂત્રો મુજબ જુલાઇ સુધીમાં પીએમ મોદી ઓછામાં ઓછા એક પાડોશી દેશની સાથે દ્વિપક્ષીય બેઠક યોજી શકે છે.

જુલાઇ-ઓગષ્ટમાં પીએમ મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે અનૌપચારીક બેઠક પણ યોજાવાની છે. ચીનના વુહાનમાં થયેલી પહેલી બેઠક બાદ બીજી બેઠક હવે ભારતમાં યોજાશે. હવે ભારત ચીનના રાષ્ટ્રપતિની મેજબાની કરશે.

ઉપરાંત ચાલુ વર્ષે પીએમ મોદી ફ્રાન્સના બારિત્ઝમાં યોજાનારા જી-7 શિખર સંમેલનમાં સામેલ થઇ શકે છે. રશિયાના વ્લાદિવોસ્તોકમાં યોજાનારી ઇસ્ટર્ન ઇકોનોમિક ફોરમ બેઠકમાં હાજરી આપી શકે છે. સપ્ટેમ્બરમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠકમાં પણ પીએમ મોદી ઉપસ્થિત રહી શકે છે. 4 નવેમ્બરમાં બેંગ્કોકમાં યોજાનારી ઇસ્ટ-એશિયા સમિટ તેમજ 11-13 નવેમ્બરે બ્રાઝિલમાં યોજાનારા બ્રિક્સ સંમેલનમાં પણ પીએમ મોદી સામેલ થશે.

જો કે વિદેશ મંત્રાલય દ્વારા આ તમામ બેઠકોને આખરી ઓપ અપાયો નથી. આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.

READ ALSO

Related posts

રાહુલ ગાંધીનાં ઘરે મળી બેઠક, પ્રિયંકા ગાધી સહિતનાં નેતાઓએ આ રણનીતિ ઘડી

Riyaz Parmar

વિશ્વનો આ દેશ પ્રવાસીઓથી કંટાળ્યો, ટુરીસ્ટ અટકાવવા મોટો નિર્ણય લઇ સૌને ચોંકાવ્યા

Riyaz Parmar

રાજ્યમાં દારૂબંધીના લીરેલીરા ઉડ્યા, નવસારીમાં રેલવે સ્ટેશને ટ્રેનમાં દારૂની હેરાફેરી કરતો પરિવાર ઝડપાયો

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!