GSTV
Rajkot ગુજરાત ટોપ સ્ટોરી

PM મોદી ફરી એક વાર આવશે ગુજરાતના પ્રવાસે, 11 ઓક્ટોબરે જામકંડોરણામાં સંબોધશે સભા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વાર ગુજરાતના પ્રવાસે આવશે. 11 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવશે. 10 દિવસ બાદ ફરી એકવાર વડાપ્રધાનની 2 દિવસની ગુજરાત મુલાકાત રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાત્રી રોકાણ જામનગર અથવા રાજકોટ ખાતે કરશે. જામનગરના જામકંડોળામાં વડાપ્રધાન સંબોધન કરશે. સૌરાષ્ટ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે કાર્યક્રમ રહેશે.

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29-30 સપ્ટેમ્બરે ગુજરાતના 2 દિવસના પ્રવાસે હતા દરમિયાન, પીએમ મોદીએ વંદેભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપી, અમદાવાદમાં વસ્ત્રાલથી થલતેજ સુધીના મેટ્રો રૂટને લીલીઝંડી દેખાડી હતી.

ઉપરાંત તેમણે નેશનલ ગેમ્સના ઉદ્ધાટન કાર્યક્રમમાં હાજરી આપી હતી, ગુજરાત યુનિવર્સિટીના જીએમડીસી ગ્રાઉન્ડમાં યોજાયેલા ગરબા-મહોત્સવમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા. આ પ્રસંગે તેમણે માં અંબેની આરતી પણ ઉતારી હતી.

પોતાના ગુજરાત પ્રવાસના બીજા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના બનાસકાંઠામાં રોડ શો કર્યો હતો. વડાપ્રધાને અંબાજી મંદિરમાં પૂજા પણ કરી હતી અને ગબ્બર તીર્થ ખાતે મહાઆરતીમાં પણ ભાગ લીધો હતો. PM મોદીએ અંબાજી ખાતે રૂ. 7200 કરોડથી વધુના વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો અને મુખ્યમંત્રી ગૌવંશ પોષણ યોજનાનું પણ લોકાર્પણ કર્યું હતું.

READ ALSO

Related posts

અમરેલી : ચૂંટણીની રસાકસી વચ્ચે ભાજપ કાર્યાલય પર નેતાઓ સાથે ચાની ચૂસકી મારી આવ્યા પરેશ ધાનાણી, VIDEO થયો વાયરલ

pratikshah

નો પોલિટિક્સ, પ્લીઝ! સર્વત્ર સરેરાશ 52 સભા- રેલીઓ છતાં મતદારોનું ઉંહું! રાજકોટ જિલ્લાની આઠ બેઠક કબજે કરવા પક્ષોની અગ્નિપરીક્ષા

pratikshah

સંજય રાઉતની ફરી થઇ શકે છે ધરપકડ : બેલગાંવ કોર્ટે જારી કર્યું સમન્સ

Padma Patel
GSTV