GSTV

રેકડીવાળા અને છૂટક વિક્રેતાના નસીબ ખુલી જવાના છે, 27 તારીખે વડાપ્રધાન મોદી આપવાના છે આ લોન

પ્રધાનમંત્રી સ્વાનિધિ યોજના હેઠળ ઉત્તર પ્રદેશનાં રેકડીવાળા અને શેરી વિક્રેતાઓ માટે 3,46,150 લોન અરજીઓને મંજૂરી આપવામાં આવી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી 27 ઓક્ટોબરે આ રેકડીવાળા અને શેરી દુકાનદારોને લોનનું વિતરણ કરશે.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું છે કે કેન્દ્ર અને રાજ્ય સરકાર શેરી દુકાનદારોના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે. પ્રધાનમંત્રી સ્વાનિધિ યોજના સ્વનિર્ભર ભારત પેકેજ અંતર્ગત લાગુ કરવામાં આવી રહી છે.

રાજ્ય સરકારના પ્રવક્તાએ જણાવ્યું કે આ યોજના હેઠળ રાજ્યમાં અત્યાર સુધીમાં 6,22,167 અરજીઓ આવી છે. તેમાંથી 3,46,150 અરજી ફોર્મ મંજૂર કરાયા છે. આ સંખ્યા દેશમાં સૌથી વધુ છે. આ યોજનાના લાભાર્થીને કોઇ પણ અવેજ વિના લોન તરીકે 10 હજાર રૂપિયા આપવાની જોગવાઈ છે. લાભાર્થી આ વર્ષ દરમિયાન અથવા તે પહેલાં પણ લોન ચૂકવી શકે છે.

READ ALSO

Related posts

અમદાવાદમા દર વર્ષે યોજાતા ફ્લાવર શોના આયોજન અંગે પ્રશ્નાર્થ, કોરોનાકાળમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવું મુશ્કેલ

Nilesh Jethva

લવ જેહાદ પર યોગી સરકારનું સૌથી મોટું પગલું: છેતરપિંડીથી ધર્મપરિવર્તન કરાવનારને થશે 10 વર્ષની સજા

pratik shah

છેલ્લા 12 વર્ષથી અમદાવાદમાં યોજાતો કાંકરિયા કાર્નિવલ કોરોનાને કારણે કરાયો રદ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!