GSTV
Home » News » એવું હોય તો નરેન્દ્ર મોદી ભોપાલથી ચૂંટણી લડી બતાવે : દિગ્વિજય સિંહ

એવું હોય તો નરેન્દ્ર મોદી ભોપાલથી ચૂંટણી લડી બતાવે : દિગ્વિજય સિંહ

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલથી કોંગ્રેસના ઉમેદવાર દિગ્વિજય સિંહે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મારી સામે ભોપાલથી ચૂંટણી લડે. દિગ્વિજય સિંહે કહ્યું કે, શિવરાજ સિંહ હોય કે સાધ્વી પ્રજ્ઞા ઠાકુર હું તૈયાર છું. બાદમાં તેમણે કહ્યું કે, ચૂંટણી મુશ્કેલ હોય છે તેને સરળ ન માનવી જોઈએ.

digvijay singh

કોંગ્રેસે દિગ્વિજયસિંહની સીટ જાહેર કરી પણ હકિકતે દિગ્વિજય સિંહની ફેરવિટ સીટ રાજગઢ હતી. પણ મુખ્યમંત્રી કમલનાથે આપેલી સલાહ બાદ કોંગ્રેસ માટે કપરા ચઢાણ સમાન માનવામાં આવતી ભોપાલ લોકસભાની સીટ પરથી તેઓ મેદાનમાં ઉતર્યા. આ સીટ પર પહેલા કોંગ્રેસે કરિના કપૂરના નામની પણ ચર્ચા કરી હતી, પણ બાદમાં કરિના કપૂરે જ રાજનીતિમાં એન્ટ્રી ન કરી રહી હોવાની વાત કરી ચર્ચા પર પૂર્ણવિરામ મુકી દીધું હતું. જે પછી કોંગ્રેસે પોતાના અનુભવી અને કદાવર નેતાને એ સીટ પરથી ઉતાર્યા. દિગ્વિજય સિંહ આ સીટ પરથી કોંગ્રેસને બચાવી લેશે તેવી આશા પણ સેવવામાં આવી રહી છે.

attack on CRPF convoy in Pulwama

દિગ્વિજયને આ સીટ પરથી ઉતારવા પાછળનું કારણ એ છે કે છેલ્લા ત્રણ દાયકાઓથી ભાજપ આ સીટ પર કબ્જો જમાવી બેઠુ છે. ઉપરથી ભોપાલ એ રાજનીતિનું કેન્દ્રબિંદુ હોવાના કારણે કોંગ્રસને કોઈ પણ ભોગે લોકસભા માટે આ સીટ જોઈએ છે. જેથી તેમણે માસ્ટરકાર્ડ રમતા અનુભવી દિગ્વિજય સિંહને આ સીટ પરથી ઉતાર્યા છે. પણ દિગ્વિજય માટે મુસીબત એ છે કે ભાજપ શિવરાજ સિંહ ચૌહાણને આ જગ્યા પરથી ટિકિટ આપી શકે છે.

મધ્યપ્રદેશમાં મામાના હુલામણા નામે ઓળખાતા શિવરાજે પોતાના કરિયરની શરૂઆત પણ લોકસભા સીટથી જ કરી હતી. જેમને રાજનીતિની એબીસીડી શીખવાડનારા અટલ બિહારી વાજેપેયી હતી. હવે જ્યારે શિવરાજ સિંહ ચૌહાણ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી નથી ત્યારે દિગ્વિજય વિરૂદ્ધ તેમને ઉતારી ભાજપ ભોપાલની બેઠકને અણનમ રાખવા માગે છે. છેલ્લા કેટલાય સમયથી વિપક્ષમાં હોવાનો શિવરાજ સિંહ પૂરતો ફાયદો ઉઠાવી રહ્યા છે. ઉપરથી પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટની રોજ સવારે ઉઠી તેઓ કોંગ્રેસ પર પ્રહાર કરવામાં કંઈ બાકી નથી રાખતા. જેથી તેમની પોપ્યુલારીટી જોતા અનુભવી દિગ્વિજય સિંહ સામે ભાજપનો ગઢ ધરાશાયી કરવો એ લોઢાના ચણા ચાવવા સમાન હશે.

shivraj singh chauhan

પ્રિયંકા ગાંધી હાલ સમગ્ર ભારતમાં પ્રચાર કરી રહ્યા છે. ત્યારે દિગ્વિજય સિંહને પ્રિયંકા ભોપાલમાં પ્રચાર કરે આ અંગે પૂછતા તેમણે કહ્યું હતું કે, હું ઈચ્છું છું કે પ્રિયંકા ગાંધી પ્રચાર કરવા માટે ભોપાલ આવે. જેનાથી કોંગ્રેસને બળ મળશે. અયોધ્યાના મુદ્દાને લઈ તેમણે જણાવ્યું હતું કે, અયોધ્યા કોઈની જાગીર નથી આ વાતને સુપ્રીમ કોર્ટ નક્કી કરશે.

READ ALSO

Related posts

અમેરીકન દંપતિ આપતા હતા બાળકોને ત્રાસ , પછી થયું શું…

Path Shah

2014માં ગંગાનાં લાલ અને 2019માં રાફેલનાં દલાલ: પૂર્વ ક્રિકેટરે PM મોદીની ચુટકી લીધી

Riyaz Parmar

દિલીપ સાબવાએ હાર્દિક પર કર્યો ઘા: કોંગ્રેસે PAASને ખતમ કરવા માટે પાટીદાર યુવાનોને દારૂની લતે ચડાવ્યા

Riyaz Parmar