GSTV
Home » News » આવતી કાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઉતરપ્રદેશમાં 6 કિલોમીટર લાંબો રોડ શૉ

આવતી કાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઉતરપ્રદેશમાં 6 કિલોમીટર લાંબો રોડ શૉ

આવતી કાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તરપ્રદેશના બાગપતમાં ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ અને દિલ્હી-મેરઠ એક્સપ્રેસ હાઈવેનું ઉદ્ઘાટન કરશે. પીએમ મોદી દિલ્હીથી મેરઠ હાઈવે પર ખુલ્લી જીપમાં 6 કિલોમીટર લાંબો રોડ શૉ પણ કરશે. 96 કિલોમીટર લાંબો આ દેશનો સૌથી પહેલો સ્માર્ટ અને ગ્રીન હાઈવે છે. કેન્દ્રીય રોડ અને પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ કહ્યું કે વડાપ્રધાન મોદીનો રોડ શો દિલ્હીના નિઝામુદ્દીન બ્રિજથી શરૂ થશે. દિલ્હી-મેરઠ એક્સપ્રેસ હાઈવે પર ખુલ્લી જીપમાં 6 કિલોમીટર રોડ શૉ બાદ પીએમ મોદી એક પ્રદર્શની અને એક્સપ્રેસ હાઈવેના થ્રી-ડી મોડલનું ઉદ્ઘાટન કરશે. ત્યાર બાદ તેઓ હેલિકોપ્ટર દ્વાર બાગપત રવાના થશે. જ્યાં બંને સડક પરિયોજના દેશને સમર્પિત કરશે.

Related posts

જબરદસ્ત! Hondaની આ કાર પર પૂરા 4 લાખ રૂપિયાનું ડિસ્કાઉન્ટ, ઑફર જાણશો તો ખુશ થઇ જશો

Bansari

Netflix પર Sacred Gamesનો આનંદ માણો, સૌથી સસ્તો પ્લાન કર્યો શરૂ

Dharika Jansari

ઉતરાખંડમાં ભારે વરસાદના કારણે અલકનંદા નદી ગાંડીતૂર આમ છતાં લોકો નદી ઓળંગી રહ્યા છે

Mayur
Do NOT follow this link or you will be banned from the site!