ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે વિવિધ રાજકીય પક્ષોના ટોચના અગ્રણીઓએ પોતાના પક્ષોના ઉમેદવારો માટે સઘન પ્રચાર શરૂ કર્યો છે. પીએમ મોદીએ આજે 27 નવેમ્બરે ગુજરાતમાં ભરૂચના નેત્રંગ, સુરત અને ખેડામાં જનસભાને સંબોધી, તો આવતીકાલે પીએમ મોદી ભાવનગર જિલ્લાના પાલીતામાં ભાજપની જનસભા સંબોધશે.

પીએમ મોદી આવતીકાલે 28 નવેમ્બરે ભાવનગર જિલ્લાના પાલીતાણામાં સભા ગજવશે. સોમવારે પાલીતાણાના ગારીયાધાર રોડ પર આવેલા હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે પીએમ મોદીની જંગી જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું છે. ભાવનગર જિલ્લાની ચાર બેઠક જેમાં પાલીતાણા, ગારીયાધાર, મહુવા અને તળાજા બેઠકના ભાજપના ઉમેદવારોના સમર્થનમાં પી.એમ મોદી સભાને સંબોધન કરશે. જેને લઈ તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે ગૃહપ્રધાન અમિત શાહે ગઈકાલે 26 નવેમ્બરે ભાવનગર જિલ્લાની મહુવા વિધાનસભા અને તળાજા વિધાનસભામાં ભાજપની જનસભાને સંબોધિત કરી હતી.
READ ALSO
- Adani row/ વીમા પોલીસી ધારકોને ધ્રાસકો, હવે LIC પોલીસી ધારકોના રૂ.૫૫.૦૫૦ કરોડ ધોવાઇ ગયા
- Assamમાં કિશોરી સાથે પરણનારા સામે પોક્સો : 2 હજારની ધરપકડ
- જાણો આજનુ પંચાંગ તા.4-2-2023, શનિવાર
- જાણો તમારું આજનું 04 ફેબ્રુઆરી, 2023નું રાશિ ભવિષ્ય
- કચ્છના રણમાં 7 થી 9 ફેબ્રુઆરી દરમિયાન G-20 પ્રવાસન કાર્યકારી જૂથની પ્રથમ બેઠક યોજાશે