ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુનો કાર્યકાળ 10 ઓગસ્ટના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. વેંકૈયા નાયડુ બાદ દેશના આગામી ઉપરાષ્ટ્રપતિ કોણ હશે તે પણ આજે સ્પષ્ટ થઈ જશે. ઉપરાષ્ટ્રપતિ પદ માટે આજે મતદાન સવારે 10:00 વાગ્યાથી શરૂ થઈ ચૂક્યું છે અને તે સાંજે 5:00 વાગ્યા સુધી ચાલશે. ત્યારબાદ ચૂંટણી પરિણામ પણ આજે જ આવશે. ઉપરાષ્ટ્રપતિ પદ માટે NDAએ જગદીપ ધનખડ અને વિપક્ષે માર્ગરેટ આલ્વાને ઉમેદવાર બનાવ્યા છે.
વોટિંગ શરૂ, પીએમ મોદીએ મતદાન કર્યું
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મતદાન કર્યું. સંસદ ભવનમાં મતદાન ચાલી રહ્યું છે. સંસદભવનમાં મતદાન કરવા માટે સાંસદોની લાંબી કતારો છે. ઉપરાષ્ટ્રપતિની પસંદગી માટે મતદાનની પ્રક્રિયા સાંજે 5 વાગ્યા સુધી ચાલશે. ત્યાર બાદ મતોની ગણતરી કરવામાં આવશે.

ભાજપની આગેવાની હેઠળના રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન જે સત્તાના કેન્દ્રમાં છે તેણે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડને ઉપરાષ્ટ્રપતિ પદ માટે તેના ઉમેદવાર તરીકે નામાંકિત કર્યા છે. આંકડાઓનું અંકગણિત જગદીપ ધનખડની તરફેણમાં જણાય છે. NDAના મતદારો ક્રોસ વોટિંગ ન કરે તો જગદીપ ધનખડને 395 વોટ મળતા નજર આવી રહ્યા છે. આવી સ્થિતિમાં ઉપરાષ્ટ્રપતિ પદની રેસમાં જગદીપ ધનખડને તેમના પ્રતિસ્પર્ધી માર્ગરેટ આલ્વા કરતા ઘણા આગળ માનવામાં આવી રહ્યા છે.
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કરવા માટે લોકસભા અને રાજ્યસભાના પોતાના મત આપશે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં કુલ 788 વોટર છે. ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં જગદીપ ધનખડ અને માર્ગરેટ આલ્વામાંથી જેને પણ 394 મત મળશે તેની જીત થશે.

જગદીપ ધનખડ અને માર્ગરેટ અલ્વા વચ્ચે ટક્કર
ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં એનડીએના ઉમેદવાર જગદીપ ધનખડ અને વિરોધ પક્ષોના ઉમેદવાર માર્ગરેટ અલ્વા વચ્ચે ટક્કર છે. જોકે મતોની સંખ્યાના આધારે એનડીએના ઉમેદવાર અને પશ્ચિમ બંગાળના પૂર્વ રાજ્યપાલ જગદીપ ધનખડનો વિજય થવાની શક્યતા વધારે છે. પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીના નેતૃત્ત્વવાળી તૃણમુલ કોંગ્રેસે અલ્વાના નામની જાહેરાત પહેલા સર્વસંમતિ સાધવામાં આવી ન હોવાનો આક્ષેપ મૂકીને મતદાન પ્રક્રિયામાં ભાગ ન લેવાની જાહેરાત કરી છે. ૭૧ વર્ષીય ધનખડ રાજસ્થાનના જાટ સમુદાયના છે. જ્યારે ૮૦ વર્ષીય અલ્વા કોંગ્રેસના વરિષ્ઠ નેતા છે અને તેઓ રાજસ્થાનના પૂર્વ રાજ્યપાલ છે. મતદાન પૂર્ણ થતાની સાથે તરત જ મતગણતરી કરાશે અને મોડી સાંજ સુધીમાં દેશના નવા ઉપ રાષ્ટ્રપતિની જાહેરાત કરી દેવામાં આવશે.
READ ALSO
- અબુ ધાબી ઈન્વેસ્ટમેન્ટ ઓથોરિટીના આદિત્ય બિરલા હેલ્થ ઇન્શ્યોરન્સનો 9.99% હિસ્સો ખરીદવાના પ્રસ્તાવને મળી મંજૂરી
- Viral Video : ઓ બાપ રે ગાયો પણ કન્ફ્યુંઝ, કૂતરું છે કે વાછરડું જોઈ લો આ વીડિયો
- Viral Video : બિલાડીએ ગરોળી સાથે કર્યું આવું કૃત્ય, 94 લાખથી વધુ વખત જોવાયો વીડિયો
- Viral Video : બાઇકસવારે કારને મારી જોરદાર ટક્કર, રૂવાડા ઉભા કરી દેતો Video થયો વાયરલ
- અમદાવાદી કચોરી બોયનું સંઘર્ષ ભરેલુ જીવન / તન્મયનું સપનું થશે સાકાર, હવે બનશે એન્જિનિયર