GSTV
Home » News » વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેદારનાથના દર્શને, જવાનો સાથે દિવાળીના પર્વની કરશે ઉજવણી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેદારનાથના દર્શને, જવાનો સાથે દિવાળીના પર્વની કરશે ઉજવણી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેદારનાથની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં પીએમ મોદીનું સ્વાગત કરવમાં આવ્યુ હતું. પીએમ મોદીએ અહી કેદારનાથના દર્શન અને પૂજા અર્ચન કરી કેદારનાથનો અભિષેક પણ કર્યો હતો. પીએમ મોદીના કાર્યક્રમને ધ્યાનમા રાખીને કેદારનાથમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી  દેવામાં આવી છે. એક અંદાજ પ્રમાણે પીએમ મોદીએ કેદારનાથમાં બે કલાક  જેટલો સમય વિતાવ્યો. આ ઉપરાંત પીએમ મોદીએ કેદારધામમાં ચાલી રહેવા પુનનિર્માણ કાર્યોનું પણ નિરીક્ષણ કર્યુ હતું.

પીએમ મોદીએ કેદાનાથમાં પૂજા કર્યા બાદ પરિસરમાં પ્રદર્શનને પણ નિહાળ્યુ  હતું. પીએમ મોદીએ પ્રદર્શનમાં  વિવિધ પ્રકારની પ્રતિમાને નિહાળી હતી. કેટલાક સવાલ પીએમ મોદીએ અધિકારીઓને પૂછ્યા હતા. જે બાદ પીએમ મોદી પ્રદર્શન નિહાળી રવાના થયા હતા.

પીએમ મોદીને કેદાનારનાથમાં તેમના માતા હીરાબાની તસ્વીર પણ ભેટમાં આપવામાં આવી હતી. પીએમ મોદીન હીરાબની તસ્વીર ભેટ મળતા પીએમ મોદીના ચહેરા પર સ્મિત છવાયુ હતુ.

પીએમ મોદી દિવાળીની ઉજવણી કરવા કેદરનાથની મુલાકાતેપહોંત્યા હતા. અગાઉ પીએમ મોદી મે-2017માં પણ કેદારનાથની મુલાકાતે આવ્યા હતા.2017માં બીજી વખત પીએમ મોદી ઓક્ટોબર માસમાં કેદારનાથના દર્શન માટે પહોંચ્યા હતા.

પીએમ મોદીએ કેદારનાથ ધામમાં ચાલી રહેલા વિકાસ કામોનુનિરીક્ષણ કર્યુ હતું. પીએમ મોદી કેદારનાથમાં સુરક્ષા જવાનોથી દૂર રહીને એકલા ફરતા જોવા મળ્યા હતા.  વિકાસ કામોનું નિરીક્ષણ કરતી વખતે અધિકારીઓ સાથે તેમણે કેટલીક ચર્ચા વિચારણા પણ કરી હતી

 પીએમ મોદીના કાર્યક્રમને ધ્યાનમા રાખીને કેદારનાથમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવ દેવામાં આવી. એક અંદાજ પ્રમાણે પીએમ મોદી કેદારનાથમાં બે કલાક જેટલો સમય ગાળશે. આ ઉપરાંત તેઓ કેદારધામમાં ચાલી રહેવા પુનનિર્માણ કાર્યોનું પણ નિરીક્ષણ કરવાના છે. પીએમ મોદી કેદારનાથના દર્શન બાદ જવાનો સાથે દિવાળીના પર્વની ઉજવણી કરવા માટે હર્ષિલ બોર્ડર પર જવા માટે રવાના થવાના છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તરાખંડની સરહદ પાસે આવેલા હર્ષિલમાં સેનાના જવાનો સાથે  દિવાળીની ઉજવણી કરવવાના છે. પીએમ મોદી વહેલી સવારે દહેરાદુન પહોંચ્યા હતા. દેહાદુનથી તેઓ કેદારનાથ ધામ પહોંચવાના છે. જ્યાંથી તેઓ હેલિકોપ્ટર મારફતે હર્ષિદ બોર્ડર પર જવા માટે રવાના થવાના છે. જ્યા પીએમ મોદી સેનાના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરશે. હર્ષિલ ઉત્તકકાશી સરહદ પાસે આવેલી ફોરવર્ડ પોસ્ટ છે. જે ભારત ચીન સરહદથી 45 કિલોમીટર દુર આવેલી છે. પીએમ મોદી સાથે સેના પ્રમુખ બિપીન રાવત અને સેનાના અન્ય અધિકારીઓ પણ હાજર રહેશે.

Related posts

નાસાની આ તસવીર પંજાબ અને હરિયાણા સરકારની ખોલી દેશે પોલ, પ્રદૂષણ હજુ વધશે

Mayur

ગાંધી પરિવારને સુરક્ષા આપવા માટે સીઆરપીએફે ઘડ્યો આ માસ્ટરપ્લાન, સરકાર સામે મૂકી આ માગણીઓ

Mayur

રેલવેમાં નોકરી હવે સપનું બનશે : સરકારે લીધો આ નિર્ણય, રેલભવનમાં સન્નાટો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!