GSTV
India News ટોપ સ્ટોરી

અતિ મહત્વનું! પીએમ મોદી 26 થી 28 જૂન સુધી જર્મની અને યુએઇના પ્રવાસે, G-7ની વાર્ષિક સમિટમાં ભાગ લેશે

મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી G-7ની વાર્ષિક સમિટમાં ભાગ લેવા માટે દક્ષિણ જર્મનીના શોલ્સ એલ્માઉની મુલાકાત લેશે. આ શિખર સંમેલનમાં યુક્રેન કટોકટી અને ઇન્ડો-પેસેફિકની સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવે તેવી શક્યતા છે. 

૨૮ જૂને વડાપ્રધાન મોદી યુએઇ જશે

જર્મની પ્રવાસ પછી ૨૮ જૂને વડાપ્રધાન મોદી યુએઇ જશે અને ત્યાં મોદી યુએઇના પૂર્વ   રાષ્ટ્રપતિ અને અબુ ધાબીના શાસક રહેલા શેખ ખલીફા બિન જાયેદ અલ નાહ્યાનના અવસાન પર વ્યક્તિગત રીતે શ્રદ્ધાંજલિ આપશે.વિદેશ મંત્રાલયના નિવેદન અનુસાર વડાપ્રધાન મોદી જર્મનીના ચાન્સેલર ઓલાફ શોલ્જના આમંત્રણ પર જી-૭ શિખર સંમેલનમાં ભાગ લેવા માટે શોલ્સ  એલ્માઉ જશે.

G-7નીજૂથ વિશ્વના સાત સૌથી ધનિક દેશોનું સમૂહ

G-7નીજૂથ વિશ્વના સાત સૌથી ધનિક દેશોનું સમૂહ છે જેની અધ્યક્ષતા હાલમાં જર્મની કરી રહ્યું છે. અઆ સમૂહમાં બ્રિટન, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન અને અમેરિકા સામેલ છે. જી-૭ શિખર સંમેલનનું આયોજન જર્મનીની અધ્યક્ષતામાં થઇ રહ્યું થજ જેમાં આર્જેન્ટિના, ઇન્ડોનેશિયા, સેનેગલ, દક્ષિણ આફ્રિકા જેવા દેશોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. 

આ સમિટમા અમેરિકાના પ્રમુખ જો બાઇડેન, બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોહ્નસન, ફ્રાન્સના પ્રમુખ એમ્યુનલ મેક્રોન અને કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રૂડુ સહિતના અનેક નેતાઓ ભાગ લઇ રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ વડાપ્રધાન મોદીએ બીજી મેના રોજ જર્મનીની મુલાકાત લીધી હતી. તે સમયે તેઓ ઇન્ડિયા-જર્મની ઇન્ટર ગર્વમેન્ટલ કન્સલટેશન (આઇજીસી)માં ભાગ લેવા માટે જર્મની ગયા હતાં..

READ ALSO

Related posts

જય જગન્નાથ / રથયાત્રાને લઈ ટ્રાફિક વિભાગનું વિશેષ આયોજન, આ રસ્તાઓ રાતથી કરવામાં આવશે બંધ

Zainul Ansari

કોરોનાનો કહેર / મહારાષ્ટ્રમાં 6000થી વધુ કેસો નોંધાયા, એક્ટિવ કેસ 24 હજારને પાર

Hardik Hingu

મહારાષ્ટ્ર / બળવાખોર ધારાસભ્યોની સુપ્રીમ કોર્ટમાં અરજી : અમારા જીવને જોખમ, રોજ મળી રહી છે ધમકીઓ

Hardik Hingu
GSTV