GSTV

વતનની મુલાકાતે વડાપ્રધાન: PM મોદીના ગુજરાત પ્રવાસના તમામ કાર્યક્રમ

એક દિવસની ગુજરાત મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટના ચૌધરી હાઈસ્કુલમાં સભા સંબોધન કર્યું છે. ચૌધરી હાઈસ્કુલ ખાતેથી પીએમ મોદીએ આઈ-વે પ્રોજક્ટ ફેઝ-3 અંતર્ગત શહેરને સીસીટીવીથી સજ્જ કરવાના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યુ હતું. આ સિવાય ઝુંપડપટ્ટી વિસ્તારમાં રહેતા લોકોને પીએમ આવાસનું મોદીએ લોકાર્પણ કર્યુ હતું. પીએમ મોદીએ કહ્યું કે શું રાજકોટનો ગાંધી પર કોઈ હક ન હતો. શું ગાંધીનો રાજકોટ પર હક ન હતો. એવા કયા તત્વો હતા કે જેણે રાજકોટ અને ગાંધીને જુદા કરી નાંખ્યા હતા. હકીકતે જે ધરતીએ ગાંધીનું ઘડતર કર્યું જ્યાં ગાંધીના જીવનો શ્રેય તૈયાર થયો તે રાજકોટની માટીને ખૂંદતા ખૂંદતા રાજકોટનું પાણી પીતા પીતા મહાત્મા ગાંધીના જીવનની શરૂઆત થઈ હતી.

ગુજરાતની ધરતી ભાગ્યવાન છે કચ્છ કાઢિયાવાડ ગુજરાત ગર્વભેર દુનિયાને કહી શકે કે આ ધરતી એવી છે કે સુદર્સન ચર્ક ધારી મોહન અને ચરખા ધારી મોહન આપ્યા. બંને મોહને યુગો પર પ્રભાવ પાડ્યો છે. બીજી ઓક્ટોબરે મોહનદાસ કરમચંદ ગાંધી રૂપે એક યુગનો જન્મ થયો હતો. હવે રાજકોટ ગાંધી જીવનનો એક ભાગ બની ગયું છે. ગાંધી બાળપણ જીવન જાણવા આલ્ફ્રેડ સ્કૂલમાં જવું જ પડે તેવી વ્યવસ્થા ઉભી કરી છે.

મહાત્મા ગાંધી દેશનો સૌથી મોટો વારસો છે. જે દેશ પાસે આટલી મોટી વિરાસત હોય તે અને દેશ તેનો ઋણી હોય તેવા બાપુની 150ની જન્મજયંતી સમયે સંયુક્ત રાષ્ટ્રે આપેલા શાંતિ પુરસ્કારનું  સન્માન મળે તે સંયોગ છે.

બાપુના જીવનમાં સ્વચ્છતા મહત્વની બાબત હતી. આઝાદીના 70 વર્ષ થયા. ગાંધીએ માત્ર એટલું જ કહ્યું હતું કે દેશને સ્વચ્છ રાખવો જોઈએ. દરેકે કાર્યાંજલી દ્વારા સાચા અર્થમાં બાપુને સ્વચ્છ ભારત બનાવા અપીલ કરી.

એક દિવસની ગુજરાત મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આણંદથી કચ્છના અંજાર પહોંચ્યા હતા. જ્યાં સતાપર ખાતે મોદીએ મુંદ્રા એલએનજી ટર્મિનલ તથા અન્ય પ્રોજેક્ટનું ઉદ્ધાટન કર્યુ છે. આ સિવાય આંતરરાજ્યોને સાંકળતી કુદરતી ગેસ પરિવહનના સૌથી લાંબી પાઇપલાઇન પ્રોજેક્ટનું તેઓએ ખાત મુહૂર્ત કર્યુ છે. પીએમ મોદીએ રિમોટના માધ્યમથી  પાલનપુર પાલી-બાડમેર પાઇપલાઇન ઉપરાંત જેટકોના પ્રોજેક્ટનું ઉદ્ધાટન કર્યુ છે. તો સાથે જ વડાપ્રધાન ભીમાસર-અંજાર- ભુજ રાષ્ટ્રીય ધોરી માર્ગનું ખાતમૂર્હુત કર્યુ છે.

પીએમ નરેન્દ્ર મોદી અમુલની ચોકલેટ પ્લાન્ટનું ઉદ્ધાટન કર્યા બાદ આણંદમાં સભા સંબોધી રહ્યા છે. પીએમ નરેન્દ્ર મોદી અમુલની ચોકલેટ પ્લાન્ટનું ઉદ્ધાટન કર્યા બાદ આણંદમાં સભા સંબોધી રહ્યા છે. તેમણે સભા સંબોધતા જણાવ્યું હતું કે વિશ્વના 40 દેશોમાં અમુલ એક બ્રાન્ડ બની ગઈ છે. અમુલ આળખ, પ્રેરણા અને અનિવાર્યતા બની ગયું છે. અમુલ એક વૈકલ્પિક અર્થવ્યસ્થાનું મોડલ છે. અર્બન ડેવલપમેન્ટનાં કૉન્સેપ્ટને સરદાર પટેલે રજૂ કર્યો હતો. દુનિયામાં મિલ્ક પ્રોસેસિંગમાં આપણે 10માં નંબરે છીએ. અમૂલ નિર્ધાર કરે કે આપણે 10માં નંબરથી ત્રીજા નંબરે પહોંચીએ. ગાયનાં દૂધથી પણ વધારે કિંમત ઊંટનાં દૂધની થઈ ગઈ છે. મેં પહેલા પણ કહ્યું હતુ કે ઊંટનું દૂધ સ્વાસ્થ્ય માટે લાભદાયી છે. ઊંટડીનાં દૂધને લઇને મારી મજાક ઊડાવાઈ રહી હતી. અમૂલનાં ઊંટનાં દૂધથી બનેલી ચોકલેટની ઘણી માંગ છે.

એક દિવસની ગુજરાત મુલાકાતે આવેલા વડાપ્રધાન સૌ પ્રથમ આણંદ પહોંચી ગયા અને ત્યાં તેઓએ અમૂલ ડેરી દ્વારા તૈયાર કરાયેલા અત્યાધુનિક ચોકલેટ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યુ હતુ. આ ચોકલેટ પ્લાન્ટ 300 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયો છે. પીએમ મોદીએ ચોકલેટ પ્લાન્ટના ઉદ્ઘાટન બાદ સમગ્ર પ્લાન્ટનું નિરીક્ષણ કર્યુ.

આણંદ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમૂલ ડેરીના 300 કરોડના ખર્ચે તૈયાર થયેલા ચોકલેટ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યુ હતું. જે બાદ તેઓ મોગર ગામ પહોંચ્યા હતા. મોગર ગામ ખાતે પીએમમોદીનું સ્વાગત કરવામાં આવ્યુ હતું. મોદીને પાઘડી પહેરાવી, તલવાર આપી અને ફૂલોના મસમોટા હાથી પહેરાવી મોદીએ સ્વાગત કરવામાં આવ્યું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં ત્રણ જિલ્લાઓના પ્રવાસે આવ્યા છે. આ દરમ્યાન આણંદનાં મોગર, કચ્છમાં અંજાર તથા રાજકોટની ચૌધરી હાઈસ્કૂલનાં મેદાનમાં એમ કુલ ત્રણ જાહેર સભાઓનું સંબોધન કરશે. વડાપ્રધાન સાંજે ૭.૩૦ વાગ્યાની આસપાસ રાજકોટથી સીધા દિલ્હી જવા રવાના થશે. પીએમના કાર્યક્રમ પર નજર કરીએ તો.

વડાપ્રધાન સવારે ૧૦.૩૦ વાગ્યે નવી દિલ્હીથી અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યાં હતાં. અહીંથી હેલિકોપ્ટર દ્વારા સવારે ૧૧ વાગ્યે આણંદ પહોંચ્યાં. જયાં અમુલના અલ્ટ્રા મોડેલ ચોકલેટ પ્લાન્ટ અને વિદ્યા ડેરીના સ્ટુડન્ટ ટ્રેનીંગ આઈસ્ક્રીમ પ્લાન્ટનું ઉદ્ધાટન કર્યું.  ઉપરાંત આણંદ એગ્રીકલ્ચરલ યુનિ.ના ઇન્કયુલેશન સેન્ટર કમ સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન ફૂડ પ્રોસેસીંગ પ્લાન્ટનું તેમજ મુજકુમાવ ખાતે ભારતનાં સૌ પ્રથમ સોલાર કો-ઓપરેટીવ સોસાયટીનું ઉદ્ધાટન કર્યુ. જ્યારે આણંદ ખાતે અમૂલનાં અમૂલ મિલ્ક પ્રોસેસીંગ, પેકેજીંગ અને બટર મેન્યુફેકચરીંગ પ્લાન્ટના વિસ્તરણનું, ખાત્રજ ખાતેના અમુલ ચીઝ મેન્યુફેકચરીંગ પ્લાન્ટનું ખાતમુર્હુત કરશે.

PM મોદીનો આજના દિવસનો કાર્યક્રમ

  • અમદાવાદ એરપોર્ટ ખાતે આગમન
  • આણંદના મોગર ગામે ચોક્લેટ ફેક્ટરીનું ઉદ્ઘાટન તથા અન્ય કાર્યક્રમો
  • અંજાર ખાતે નેશનલ હાઈવે સહિત પ્રોજેક્ટોનું ખાતમુહૂર્ત તથા જાહેરસભા
  • રાજકોટમાં જિર્ણાદ્ધાર કરાયેલી આલ્ફ્રેડ સ્કૂલ તથા ગાંધી મ્યુઝિયમનું લોન્ચિંગ
  • રાજકોટ એરપોર્ટથી પરત જવા રવાના

 

Related posts

જય કિસાન/ ખેડૂતો પર ખોટી FIR કરીને તેમના મોનબળને નબળા નહીં કરી શકે મોદી સરકાર, કાળા કાયદાને હટાવો

Pravin Makwana

BIG NEWS : રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા ફિલ્મ હેલ્લારોમાં અભિનય કરનાર અભિનેત્રી કેન્સર સામે જંગ હારી

Nilesh Jethva

દિલ્હીમાં ખેડૂતોની લાંબા ગાળાની લડાઈની તૈયારી: 6 મહિનાનું રાશન લઈને એકઠા થયા હજારો કિસાન

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!