દેશ અને રાજ્યમાં ચાલી રહેલા રસીકરણ મહાઅભિયાનમાં હવે મોટા સમાચાર આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ રસીકરણના બીજા તબક્કામાં રસી મુકાવશે. બીજા ચરણમાં 50 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓને રસી આપવામાં આવશે. જેમાં પીએમ મોદી પણ રસી મુકાવશે.

રસીકરણના બીજા તબક્કામા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓને પણ કોરોનાની રસી મુકવામાં આવશે. બીજા તબક્કામાં 50 વર્ષથી વધુ વયજૂથના લોકોને વેક્સીન લગાવવામાં આવશે. વેક્સિનને લઈને મુખ્યમંત્રીઓની બેઠકમાં પીએમ મોદીએ કહ્યું હતું કે ડરવાની જરૂર નથી બીજા તબક્કામાં તમામને વેક્સિનેશન કરવામાં આવશે જે લોકો 50 વર્ષથી વધુની ઉંમરના લોકો છે.

એવામાં તમામ સાંસદ અને ધારાસભ્યો જે 50 કે તેથી વધુની ઉંમરના છે તેમને પણ રસીકરણના બીજા તબક્કામાં રસી મુકવામાં આવશે. જણાવી દઈએ કે દેશમાં હાલ કોરોના વેક્સિનેશનનો પહેલો તબક્કો ચાલી રહ્યો છે. પહેલા તબક્કામાં 7 લાખથી વધુ સ્વાસ્થ્યકર્મીઓને રસીનો પહેલો ડોઝ આપી દેવામાં આવ્યો છે. સ્વાસ્થ્યકર્મીઓના રસીકરણના તબક્કા બાદ બીજો તબક્કો ચાલુ થશે.
વેક્સિનેશનના બીજા તબક્કામાં સેના, અર્ધસૈનિક દળોના જવાનો અને 50 વર્ષથી વધુની ઉંમરના લોકોને કોરોનાની રસી મુકવામાં આવશે. જોકે, હજુ એ સ્પષ્ટ નથી થયું કે રસીકરણનો બીજો તબક્કો ક્યારથી શરૂ થશે. પરંતુ, બીજા તબક્કાના વેક્સિનેશનને લઈને ગાઇડલાઇન જાહેર કરી દેવામાં આવી છે. આ તબક્કામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહીત મોટાભાગના રાજ્યોના મુખ્યમંત્રી, રાજ્યપાલ સહીત અનેક વીવીઆઈપી લોકોને કોરોના વેક્સિનનો ડોઝ આપવામાં આવશે. કારણકે આ તમામની ઉંમર 50 વર્ષથી વધુની છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- સ્વાસ્થ્ય/ શરીરમાં નજર આવતા આ 10 લક્ષણો હોય શકે છે મોટી બિમારી સંકેત, મોડું થયા પહેલા ઓળખો
- મહાનાયક અમિતાભ બચ્ચનની તબિયત બગડી / સર્જરી કરાવવી પડશે, બ્લોગ દ્વારા ફેન્સને કહ્યું નથી લખી શકતો
- ઘર્ષણ/ મોડાસા વોર્ડ નંબર 1માં PI સહિતનો કાફલો ઘટનાસ્થળે, ભાજપ મહિલા ઉમેદવારનો કોંગ્રેસ એજન્ટ પર હુમલો કર્યાનો આક્ષેપ
- ના…ના…ચોંકતા નહીં: આ ઐશ્વર્યા રાય નથી, પણ પાકિસ્તાની યુવતી છે, તસ્વીરો જોઈ તમે પણ ખાઈ જશો ગોથા
- LIVE: ઝાલોદની ઘોડિયા પ્રાથમિક શાળામાં ઇવીએમ તૂટ્યું : ચૂંટણીમાં મારામારી સાથે ઘણી જગ્યાએ EVM ખોટકાયાં