GSTV

PM Modi US Visit: પીએમનો યુએસ પ્રવાસ અત્યંત મહત્વનો, મોદી અને બાઈડનની મજબૂત મુલાકાત પર ડ્રેગનના તો હોશિયા ઉડશે!

Last Updated on September 21, 2021 by pratik shah

ભારત માટે PM મોદીનો યુએસ પ્રવાસ અત્યંત મહત્વનો રહેવાનો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બુધવાર એટલે કે 22 સપ્ટેમ્બરના રોજ અમેરીકાના પ્રવાસે રવાના થશે. આ યાત્રા અત્યંત મહત્વની રહેવાની છે. આ દરમ્યાન PM મોદી જો બાઈડનની સાથે દ્રીપક્ષીય ચર્ચા પણ કરશે. આ સિવાય ક્વાડ સંમેલન પણ ભાગ લેશે.

પીએમ મોદી માટે આ યાત્રા રહેશે ખાસ

જેમાં અમેરીકા, જાપાન, ઓસ્ટ્રેલિયાના રાષ્ટ્ર પ્રમુખો પણ શામિલ થશે. પીએમ મોદી માટે આ યાત્રા એટલા માટે ખાસ રહેવાની છે કે આ યાત્રાના અંતમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં સંબોધનની સાથે થશે. આ દરમ્યાન પીએમ મોદી ન્યૂયોર્ક પેલેસ હોટલમાં રોકાશે. જ્યારે બીજી તરફ વોશિંગ્ટન પહોંચ્યા પછી તેઓ વિલ્લાર્ડ ઈંટરકોન્ટિનેંટલ (willard intercontinental washington)માં રોકાશે. જાણકારી મુજબ આ હોટલ વ્હાઈટ હાઉસથી અંદાજીત 400 મીટરના અંતર પર સ્થિત છે.

આ યાત્રા પર ચીનનો ડોળો પણ રહેશે

તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રીનો અમેરીકાની યાત્રાનો સમગ્ર કાર્યક્રમ

22 સપ્ટેમ્બર

  • મોડી રાત્રે પીએમ મોદી અમેરીકામાં વોશિંગ્ટન ડીસી પહોંચશે

23 સપ્ટેમ્બર

  • ઓસ્ટ્રેલિયા અને જાપાનના પીએમ સાથે મુલાકાત થશે
  • ચાર ઉદ્યોગપતિઓ અને અમેરીકી કંપનીઓના CEO સાથે મુલાકાત કરશે
  • અમેરીકી ઉપ-રાષ્ટ્રપતિ કમલા હેરિસની સાથે વાતચીત કરશે

24 સપ્ટેમ્બર

  • રાત્રીના આઠ કલાકે અંદાજીત પીએમ મોદીની અમેરીકન રાષ્ટ્રપતિ જો બાઈડન સાથે મુલાકાત થશે.
  • રાત્રીના 12 કલાકે અંદાજીત QUAD સમ્મેલન શરૂ થશે. આ બેઠકમાં પીએમ મોદી સિવાય અમેરીકી રાષ્ટ્રપતિ જો બાઈડન, જાપાનના પ્રધાનમંત્રી યોશિહિડે સુગા અને ઓસ્ટ્રેલયન પીએમ સ્કોટ મોરિસન પણ શામેલ થશે.
  • આ દિવસે જ યુએસ રાષ્ટ્રપતિ સાથે દ્વી પક્ષીય સંમેલન અને ચર્ચાની સંભાવના
  • વ્હાઈટ હાઉસમાં આયોજીત થશે ડીનર
  • ખાસ ડીનરમાં પીએમ થશે શામેલ
  • UNGAમાં ભાગ લેવા ન્યૂયોર્ક થશે રવાના

આ યાત્રા પર ચીનનો ડોળો પણ રહેશે. કારણકે ક્વાડ સંમેલનમાં ભારત, જાપાન અમેરીકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અફઘાનિસ્તાન, હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં થનારી ગતવિધીઓ પર ચર્ચા થશે. તેવું પણ માનવામાં આવી રહ્યું છે કે હિંદ-પ્રશાંત ક્ષેત્રને સ્વતંત્ર કરવા માટે આગળનો રોડ મેપ તૈયાર કરવામાં આવે તેવી શક્યતાઓ પણ છે. આ બેઠકથી ચીનમાં ચિંતા ફેલાયેલી છે, સાથે સાથે તેના પેટમાં ઉકળતું તેલ રેડાયું છે.જોકે વૈશ્વિક સ્તર પર આ બેઠકને અવાંછિત જણાવાતા ચીન કહી ચુક્યું છે કે ગ્રુપીઝમ કામ નહીં આવે અને ક્વાડનું કોઈ ભવિષ્ય નથી.

સેના

નવેમ્બર 2017માં ભારત, જાપાન, અમેરીકા અને ઓસ્ટ્રેલિયાએ હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં મહત્વપૂર્ણ સમુદ્રી માર્ગને ખુલ્લા રાખવાના સંબધમાં નવી રણનીતિ વિકસિત કરવા માટે ક્વાડના ગઠનના લાંબા પ્રસ્તાવને આકાર આપ્યો હતો. માર્ચમાં રાષ્ટ્રપતિ બાઈડન ડિજિટલ રીતે ક્વાડ શિખર સંમેલમ આયોજીત કર્યું હતું. દક્ષિણ ચીન સાગરમાં ચીનની વધચી આક્રમતા વચ્ચે ક્વાડનું ગઠમ કરાયું.

READ ALSO

Related posts

GST Collection: નવેમ્બરની તુલનામાં તો GST કલેક્શને ઓક્ટોબરનો તોડ્યો રેકોર્ડ, 1.31 લાખ કરોડ રૂપિયાને પાર: મોદી સરકારની તિજોરી તો છલકાઈ…

pratik shah

સિટીજનશિપ/ દરરોજ લગભગ 300 લોકો છોડી રહ્યા છે ભારતીય નાગરિકતા, છેલ્લા 5 વર્ષમાં 6 લાખ કરતા પણ વધારે ભારતીયોએ પોતાની નાગરિકતા છોડી દીધી

Pravin Makwana

ભર શિયાળે આવ્યું ચોમાસું: મહારાષ્ટ્ર માટે આગમી 5 દિવસ અત્યંત ભારે, યલો એલર્ટ જાહેર…

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!