વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે સુભાષચંદ્ર બોઝની ૧૨૫ મી જન્મજયંતિ પર દિલ્હીના ઇન્ડિયા ગેટ પર તેમની હોલોગ્રામ પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. હોલોગ્રામની ચોક્કસ અસર ઊભી કરવા માટે તેના પર નેતાજીની 3ડી તસવીર મૂકવામાં આવી છે. હોલોગ્રામની પ્રતિમા 28 ફૂટ ઊંચી અને 6 ફૂટ પહોળી છે. પીએમ મોદીએ 21 જાન્યુઆરીએ જાહેરાત કરી હતી કે ઇન્ડિયા ગેટ પર નેતાજી સુભાષચંદ્ર બોઝની ભવ્ય પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે અને જ્યાં સુધી ગ્રેનાઇટથી બનેલી પ્રતિમા પૂર્ણ નહીં થાય ત્યાં સુધી ત્યાં તેમની હોલોગ્રામ પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે.

પ્રતિમાના અનાવરણ પ્રસંગે વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, ભારતમાતાના વીર સપૂત સુભાષચંદ્ર બોઝે અંગ્રેજ સત્તા સામે ગર્વભેર કહ્યું હતું કે, આઝાદીની ભીખ નહીં માંગું, પરંતુ તે હાંસલ કરી લેશે. નેતાજીએ સ્વતંત્ર ભારતની ખાતરી આપી હતી. ટૂંક સમયમાં જ તેમની આ ડિજિટલ પ્રતિમાની જગ્યાએ એક વિશાળ પ્રતિમા આવશે. આ પ્રતિમા સ્વતંત્રતાના મહાન નાયકને કૃતજ્ઞ રાષ્ટ્રને શ્રદ્ધાંજલિ છે. આ પ્રતિમા આપણી આવનારી પેઢીઓને પ્રેરણા આપતી રહેશે.”
Read Also
- મહત્વનો નિર્ણય / નાઇટ શિફ્ટ માટે મહિલાઓની સંમતિ લેવી પડશે, સરકારી અને ખાનગી ક્ષેત્ર બંને પર થશે લાગુ આ નિયમ
- મોંઘવારી સામે લડવા ઓઈલ કંપનીઓ પાસે વધુ ટેક્સ વસૂલવા સરકારની તૈયારી
- રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ભારતીય ઓઈલ કંપનીઓના ડિવિડન્ડના રૂ. 1000 કરોડ અટવાયા
- પૈસા ખર્ચ્યા વિના જુઓ વેબ સિરીઝ અને ફિલ્મ, આ એપ છે બિલકુલ ફ્રી, નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમને પણ ભૂલી જશો
- એન્ડ્રોઇડ યુઝર્સ સાવધાન! / ખતરનાક મેલવેયર વાયરસ ઈઝ બેક, જાણો કંઈ રીતે પહોંચે છે તમારા સ્માર્ટફોનમાં