GSTV

મોદી અને શાહે ગુજરાતની જીતને વધાવી: 6 મહાનગરપાલિકામાં મળેલી જીત બદલ ગુજરાતની જનતાનો માન્યો આભાર

ગુજરાતની 6 મહાનગરપાલિકાઓમાં ભાજપની ભવ્ય જીત બાદ ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતની જનતા, ભાજપના નેતાઓને અભિનંદન પાઠવ્યા છે.

તેમણે ટ્વીટ કરી શુભકામના આપતા જણાવ્યું કે, મહાનગરોની સ્થાનિક સ્વરાજય ચૂંટણીમાં ભાજપના વિકાસ અને પ્રગતિના પ્રતીક ઉપર ફરીથી વિશ્વાસ કરવા બદલ હું ગુજરાતની જનતાને હૃદયપૂર્વક અભિનંદન આપું છું. આ ભવ્ય વિજય માટે સીઆર પાટીલ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નીતીન પટેલ અને તમામ ઉર્જાવાન કાર્યકરોની ખુબ ખુબ અભિનંદન.

વડાપ્રધાન મોદીનું ટ્વિટ

ગુજરાતની 6 મહાનગરપાલિકાની ચૂંટણીની મતગણતરી આજે કરવામાં આવી. હાલના ટ્રેન્ડ જોતા જણાઈ રહ્યું છે કે તમામ 6 મનપામાં ભાજપે સત્તા મેળવી છે. જ્યારે કોંગ્રેસનું પ્રદર્શન સાવ કંગાળ રહ્યું છે. ગુજરાતમાં ભાજપની જીત પર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વીટ કરી તમામ મતદારો અને કાર્યકર્તાઓનો આભાર માન્યો.

મુખ્યમંત્રી રૂપાણીએ ટ્વીટ કરી જણાવ્યું કે, સમગ્ર 6 મહાનગરોના મતદારોનો આભાર માનું છું.આ ચૂંટણીમાં સખત પરિશ્રમ કરનારા ભાજપાના તમામ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું.ગુજરાતની જનતાને ખાતરી આપું છું કે ભાજપામાં મૂકેલા વિશ્વાસને ભાજપા એળે જવા દેશે નહીં. આવનારા દિવસોમાં 6 મહાનગરપાલિકાઓના વિકાસ માટે સરકાર કોઇ કચાશ રાખશે નહીં

મહાનગરપાલિકા બેઠકભાજપકોંગ્રેસAAPOTH
અમદાવાદ192150210001
સુરત12093002700
વડોદરા7669070000
રાજકોટ7268040000
જામનગર6450110003
ભાવનગર5244080000
Total576   

અન્ય એક ટ્વીટમાં તેમણે લખ્યું કે, વર્ષોથી કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટીને શહેરના વિકાસની જવાબદારી સોંપીને ગુજરાતની જનતાએ રાજકીય વિશ્લેષણ કરનારા લોકોને એન્ટી-ઇન્કમ્બન્સી શબ્દ ગુજરાતને લાગુ જ ના પડતો હોય એવો અભ્યાસ કરવા માટેનો વિષય ગુજરાતની જનતાએ વિજય અપાવીને બનાવ્યો છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના ગુજરાતે ભવ્ય વિજય અપાવીને, ગુજરાત ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે એ ફરી વખત સાબિત કર્યું છે.

READ ALSO

Related posts

તામિલનાડુ : ભાજપને નથી રસ કારણ કે નથી વાગતો ગજ, આ પાર્ટીનો છે અહીં રહે છે દબદબો

Karan

વેપારીઓનું ભારત બંધ: શશિ થરૂરે દોરડા વડે ઓટો રીક્ષા ખેંચી વિરોધ નોંધાવ્યો, કેરલમાં વિરોધનો છે આવો નજારો

Pravin Makwana

યુસુફ પઠાણે ક્રિકેટ જગતમાંથી લીધો સંન્યાસ, સોશિયલ મીડિયા પર શેર કરી ભાવુક પોસ્ટ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!