GSTV

ગજબ છે મોદી ! 1950માં જન્મ અને 1989માં શોધાયેલા ધોલાવીરામાં સ્ટુડન્ટકાળમાં કરેલી વીઝિટના સંસ્મરણો વાગોળી લીધા

Last Updated on July 28, 2021 by Pravin Makwana

ગુજરાતની પાંચ હજાર વર્ષ પુરાણી પુરાતત્ત્વીય સાઈટ ધોળાવીરાને સત્તાવાર રીતે વર્લ્ડ હેરિટેજનો દરજ્જો અપાયો છે. ચીનમાં ચાલી રહેલી યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. આ પહેલા તેલંગાણાના રામપ્પા મંદિરને હેરિટેજ જાહેર કરાયું હતું. એ રીતે આ વખતે હેરિટેજ સમિતિની 44મી બેઠકમાં ભારતના બે સ્થળોને વર્લ્ડ હેરિટેજનો દરજ્જો મળ્યો છે.

ધોળાવીરા

ધોળાવીરા ગુજરાતની ધરોહર છે, પરંતુ સરકારે તેને બહુ મોડેથી વિકસાવી. કચ્છનો પ્રવાસન વિકાસ થયો ત્યારે ધોળાવીરાનો નંબર લાગ્યો બાકી તો ત્યાં ચાર-સાડા ચાર હજાર વર્ષ જૂનો ઈતિહાસ ધરતીમાં ધરબાયેલો છે. ધોળાવીરની બે ઓળખ વિશ્વભરના ચાહકોને ત્યાં ખેંચી લાવે છે. એક ઓળખ એટલે ત્યાંથી મળી આવેલું સાઈન બોર્ડ અને બીજી ઓળખ એટલે જળસંચય-સંગ્રહની પરંપરા. ધોળાવીરામાંથી સાઈન લેંગ્વેજ (સાંકેતિક ભાષા-લીપી)માં લખાયેલું સાઈનબોર્ડ મળી આવ્યું છે.

ગુજરાતી આ જગ્યાને વર્લ્ડ હેરિટેજનો દરજ્જો મળ્યા બાદ સૌ કોઈમાં ખુશીની લાગણી વ્યાપી છે, અને હોય પણ કેમ નહીં ! આખરે વિશ્વની ધરોહરમાં ગુજરાતની આ જગ્યાને સ્થાન મળવું એ ગૌરવસમી વાત તો છે જ. વડાપ્રધાન મોદીથી લઈને તમામ મહાનુભાવોએ પણ આ અંગે ખુશી વ્યક્ત કરી ટ્વિટર પર શુભકામનાઓ સાથેના મેસેજ વહેતા કર્યા હતા. જો કે, વડાપ્રધાન મોદીએ કરેલા ટ્વિટમાંથી ઘણી બધી વિસંગતતાઓ જોવા મળી છે. જેને કારણે સોશિયલ મીડિયા પર લોકો અસંમજમાં મુકાયા છે.

વડાપ્રધાન મોદીએ કરેલા ટ્વિટમાં તેમણે જણાવ્યું છે કે, હું મારા વિદ્યાર્થીકાળમાં પહેલીવાર ધોળાવીરા ગયો હતો, અને આ જગ્યાથી મંત્રમુગ્ધ થઈ ગયો હતો. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે મને ધોળાવીરાની વિરાસતને સંરક્ષણ અને જીર્ણોદ્ધાર સાથે જોડાયેલા કામ કરવાનો અવસર મળ્યો, અમારી ટીમે ત્યાં ટૂરીઝ્મ ફ્રેન્ડલી ઈંફ્રાસ્ટ્રક્ચર ઊભુ કરવાનું કામ કર્યું.

ત્યારે વડાપ્રધાન મોદીના આ ટ્વિટ પર સોશિયલ મીડિયા પર લોકો અનેક પ્રકારના સવાલો ઊભા કરી રહ્યા છે. સૌથી પહેલો સવાલ એ સામે આવે છે કે, ધોળાવીરાનું ખોદકામ 1990ની આસપાસ થયું. આમ વડાપ્રધાન ( તત્કાલિન ગુજરાતના મુખ્યમંત્રી ) જ્યારે ધોળાવીરાની મુલાકાતે ગયા તે મુખ્યમંત્રી સમયનો કાર્યકાળ હતો. બીજી વાત એ કે, વડાપ્રધાન મોદીનો જન્મ 1950માં થયો છે. તો આ હિસાબે જોવા જઈએ તો, વડાપ્રધાન મોદી જ્યારે મુલાકાતે ગયા ત્યારે તે સમય 2001 પછીનો છે. જ્યારે વડાપ્રધાન મોદીએ પોતાના ટ્વિટમાં વિદ્યાર્થીકાળનો ઉલ્લેખ કર્યો છે. આમ તેમની મુલાકાતના સમયનો હિસાબ માંડતા 51 અથવા 52 વર્ષના મોદી હોઈ શકે. ત્યારે હવે સોશિયલ મીડિયા પર લોકો એ સવાલ કરી રહ્યા છે કે આખરે વડાપ્રધાન 40 વર્ષના વિદ્યાર્થી બનીને કેવી રીતે મુલાકાત કરવા ગયા હતા.

સોશિયલ મીડિયા પર આ વાતને લઈને લોકોમાં ઘણી ગડમથલ ચાલી રહી છે, પણ હકીકતમાં તેનો જવાબ કોઈ પાસે નથી, આ વાતનો જવાબ તો ખુદ પ્રધાનમંત્રી જ જાણતા હોય, પણ જે હોય તે સત્ય અને સનાતન વાત તો એટલી જ છે ગુજરાત માટે હાલ તો ગૌરવની વાત છે અને વિશ્વ સ્તરે ગુજરાતને એક આગવી ઓળખ મળ્યાનું આપણને સૌને ગૌરવ છે.

READ ALSO

Related posts

Big Breaking / પાનને આધાર સાથે લિંક કરવાની ડેડલાઇન ફરી વધારવામાં આવી, હવે આ તારીખ સુધી કરાવી શકશો Link

Zainul Ansari

કોંગ્રેસ પર રાજનાથ સિંહના પ્રહાર, કહ્યું: જો સાવધાની રાખી હોત તો કરતારપુર સાહિબ પાકિસ્તાનમાં નહીં ભારતમાં હોત

Pritesh Mehta

E-Auction / PM નરેન્દ્ર મોદીના ચાહકો માટે મોટા સમાચાર, વડાપ્રધાનને મળેલી ભેટ ખરીદવાની સોનેરી તક

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!