GSTV

‘જમ્મુ-કાશ્મીરમાં ઝડપથી થાય સીમાંકન, જેથી ચૂંટણી યોજાઇ શકે’, સર્વપક્ષીય બેઠક પછી PM મોદીએ કરી ટ્વીટ

Last Updated on June 24, 2021 by Zainul Ansari

વડાપ્રધાન મોદીએ સર્વપક્ષીય બેઠક બાદ કહ્યું છે કે જમ્મુ-કાશ્મીરના રાજકીય નેતાઓ સાથેની બેઠક એક વિકસીત અને પ્રગતિશીલ જમ્મુ-કાશ્મીરની દિશામાં ચાલી રહેલા પ્રયત્નોમાં એક મહત્વપૂર્ણ પગલું છે. જે સર્વાંગી વિકાસને આગળ વધારશે.

પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યું કે અમારી પ્રાથમિકતા જમ્મુ-કાશ્મીરમાં જમીની સ્તરે લોકતંત્રને મજબૂત કરવાનો છે. સીમાંકનની ગતિ ઝડપથી થવી જોઇએ, કે જેથી ચૂંટણી યોજાઇ શકે. અને જમ્મુ-કાશ્મીરને એક ચૂંટાયેલી સરકાર મળે. જે કેન્દ્ર શાસિત પ્રદેશને વિકાસ પથની તાકાત આપી શકે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે આપણા લોકતંત્રની સૌથી મોટી તાકાત એક ટેબલ પર બેસવાની અને વિચારોના આદાન-પ્રદાન કરવાની ક્ષમતા છે. મેં જમ્મુ-કાશ્મીરના નેતાઓને કહ્યું કે લોકને તેમાં પણ ખાસ કરીને યુવાનોને જમ્મુ-કાશ્મીરમાં રાજકીય નેતૃત્વ આપવાની છે. તે વાત સુનિશ્ચિત કરવાની છે કે તેમની અપેક્ષાઓ પૂર્ણ થાય.

મેહબૂબા મુફ્તીએ પાકિસ્તાનનો મુદ્દો ઉઠાવ્યો

કેન્દ્ર સરકારની સાથે જમ્મુ-કાશ્મીરના નેતાઓની બેઠક બાદ પીડીપી અધ્યક્ષ મહેબૂબા મુફ્તીએ કહ્યું કે આર્ટિક-370 પર કોઇ સમજૂતી થઇ શકે નહીં. મેં બેઠકમાં પીએમ મોદીને કહ્યું કે તમારે કલમ-370ને હટાવવી હતી, તો પછી તમારે જમ્મુ-કાશ્મીરની વિધાનસભા બેઠક બોલાવીને હટાવવી જોઇતી હતી. આ રીતે ગેરકાયદેસર રીતે હટાવવાનો કોઇ હક નથી.

પીડીપી અધ્યક્ષે કહ્યું કે જમ્મુ-કાશ્મીરની શાંતિ માટે જો પાકિસ્તાન સાથે વાત કરવી પડે તો કરવી જોઇએ. પાકિસ્તાન સાથે વેપારને લઇને પણ વાત કરવી જોઇએ. આ ઘણા લોકોના રોજગારનો સ્ત્રોત છે.

આર્ટિકલ-370ના નિર્ણયથી અમે સહમત- ઓમર અબ્દુલ્લા

દિલ્હીમાં પીએમ મોદીની સાથે યોજાયેલી બેઠક બાદ જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ ઓમર અબ્દુલ્લાએ કહ્યું છે કે અમે પાર્ટી તરફથી કહ્યું છે કે આર્ટિકલ-370ના નિર્ણયથી અમે સહમત નથી.. પરંતુ તેના વિરોધમાં કાયદો પણ હાથમાં લેવા તૈયાર નથી.. અમે કોર્ટ જઇશું કે જ્યાંથી અમને ન્યાય મળશે.

Related posts

નવી ચર્ચા/ 2024 પહેલાં થઈ શકે છે લોકસભાની 1000 સીટ, Central Vista પ્રોજેક્ટમાં સરકાર કરી રહી છે આ તૈયારી

Harshad Patel

ગુજરાતમાં સતત મેઘ મહેર: રાજ્યના 56 જેટલા રસ્તાઓ બંધ થઈ ગયા, કેટલાક માર્ગો પર ડાયવર્ઝન અપાયું

pratik shah

સબ સલામતના દાવાઓ પોકળ: આંગડીયા પેઢીના કર્મચારીની આંખમાં મરચું નાખીને બે કરોડની લૂંટ, ગણતરીની મિનીટોમાં આરોપી ઝડપાયો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!