GSTV

પીએમ મોદીએ આડકતરી રીતે સાધ્યું મનમોહન સિંહ પર નિશાન, મજબૂરીમાં લેવાયેલા નિર્ણયો કહેવાતા હતા રિફોર્મ

ઈમાનદાર કરદાતાઓને પ્રોત્સાહન આપવા અને ટેક્સ સિસ્ટમમાં પારદર્શિતા વધારવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગુરુવારે એક નવા ખાસ પ્લેટફોર્મની શરૂઆત કરી. આ પ્લેટફોર્મનું નામ ‘ટ્રાન્સપરન્ટ ટેક્સેશન: ઓનરીન્ગ ધ ઓનેસ્ટ’ આપવામાં આવ્યું છે. આ તકે પીએમ મોદીએ કહ્યું કે પ્લેટફોર્મ 21મી સદીના ટેક્સની શરૂઆત છે. જેમાં ફેસલેસ એસેસમેન્ટ-અપીલ અને ટેક્સપેયર્સ ચાર્ટર જેવા મોટા રિફોર્મ છે.

મજબૂરીમાં લેવાયેલા નિર્ણયોને રિફોર્મનું નામ અપાતું : પીએમ મોદી

નવી ટેક્સ સિસ્ટમની શરૂઆત કર્તાની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસની ભૂલો પણ ગણાવી હતી, તેમણે કહ્યું હતું કે એક સમય હતો જયારે રિફોર્મની ઘણી વાતો થતી હતી. ઘણીવાર મજબૂરીમાં નિર્ણયો લેવામાં આવતા હતા અને કેટલાંક દબાણવશ કેટલાંક નિર્ણયો લેવાઈ જતા. અને તેને રિફોર્મનું નામ આપી દેવામાં આવતું. તેને કારણે જોઈતા પરિણામો નહોતા મળતા. હવે આ બંને આચાર વિચાર બદલાઈ ગયા છે.

અમારા માટે રિફોર્મ નીતિ આધારિત હોય: મોદી

પીએમ મોદીએ કહ્યું કે અમારા માટે રિફોર્મનો અર્થ છે રિફોર્મ નીતિ આધારિત હોય. ટુકડામાં નહિ. હોલિસ્ટિક હોય અને એક રિફોર્મ બીજા રિફોર્મનો આધાર બને, નવા રિફોર્મનો માર્ગ મોકલો કરે અને એવું પણ નહિ કે એક વાર રિફોર્મ કરીને અટકી જવું. આ નિરંતર અને સતત ચાલતી પ્રક્રિયા છે.

જટિલતા હોય ત્યાં અમલવારી મુશ્કેલ

પીએમ નરેન્દ્ર મોદીએ આગળ કહ્યું કે જ્યાં જટિલતા હોય છે ત્યાં અમલવારી પણ જટિલ હોય છે. ઓછામાં ઓછા નિયમો હોય, જે નિયમો હોય તે સ્પષ્ટ હોય તો કરદાતા પણ ખુશ રહે છે અને દેશ પણ. છેલ્લા કેટલાંક સમયથી આ જ કામ કરવામાં આવી રહ્યું છે. હવે પહેલાની જેમ અઢળક ટેક્સની જગ્યાએ એક જ ટેક્સ જીએસટી આવી ગયું છે.

MUST READ:

Related posts

રાજ્યસભામાં તોડફોડ વચ્ચે ખેડૂત બિલો પાસ, કોરોનાના કેર વચ્ચે સાંસદ સમરાંગણમાં ફેરવાઈ

pratik shah

રાજ્યસભામાં નિયમો તૂટશે તો કાલે પણ માઈક તોડીશ : સાંસદની ચીમકી

Bansari

ભાજપ અને કોંગ્રેસના આ ધારાસભ્યોને વિધાનસભામાં નહીં મળે પ્રવેશ, કોરોના ટેસ્ટ આવ્યો પોઝિટીવ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!