GSTV
Home » News » પીઅેમ મોદી અા 6 રાજ્યોમાં હજુ પણ લોકપ્રિય, અા અેક રાજ્ય રાહુલ ગાંધીની સાથે

પીઅેમ મોદી અા 6 રાજ્યોમાં હજુ પણ લોકપ્રિય, અા અેક રાજ્ય રાહુલ ગાંધીની સાથે

દેશમાં પીઅેમ પદના ઉમેદવાર માટે સૌથી લોકપ્રિય કોણ. દેશમાં અા બાબતે હાથ ધરાયેલા સરવેમાં 7 રાજ્યોઅે પોતાની પસંદગી બહાર પાડી છે. જેમાં અાજે પણ મોદી લોકપ્રિય છે. ભાજપમાં મોદી અે સર્વસામાન્ય નેતા છે પણ મહાગઠબંધનમાં પીઅેમ પદ માટે અનેક દાવેદારો છે. જોકે, અા દાવેદારોમાં અેક પણ વ્યક્તિને પીઅેમ પદ માટે ભારતીયો જોવા માગતા નથી. અા માટે રાહુલ અને મોદી વચ્ચે મુકાબલો જોવા મળ્યો હતો. અામ છતાં  મહાગઠબંધનમાંથી માયાવતી. મમતા, શરદપવાર અને અખિલેશને પીઅેમના સપનાં અાવે છે. જેઅો રાહુલ ગાંધીને પીઅેમ પદના ઉમેદવાર તરીકે સ્વીકારી રહ્યાં નથી. કારણ અે પણ છે કે, રાહુલને પીઅેમ પદના ઉમેદવાર તરીકે સ્વીકારાય તો અા પાર્ટીઅોને સ્થાનિકમાં નુક્સાન ભોગવવું પડે તેવી સ્થિતિનો સામનો કરવો પડી શકે છે.

બિહારમાં વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીનો જાદુ હજી પણ બરકરાર છે. અહીંના મતદાતાઓમાં વડાપ્રધાન પદ માટે નરેન્‍દ્ર મોદી સૌથી લોકપ્રિય નેતા તરીકે યથાવત છે. તેમની સરખામણીએ કોંગ્રેસ અધ્‍યક્ષ રાહુલ ગાંધીની લોકપ્રિયતા એકદમ ઓછી છે. ઈન્‍ડિયા ટુડે ગ્રુપ અને એક્‍સિસ માય ઈન્‍ડિયાના તાજેતરમાં જ હાથ ધરવામાં આવેલા પોલિટિકલ સ્‍ટોક એક્‍ચેન્‍જ (પીએસઈ) નામના સર્વેમાં આ વાત સામે આવી છે. બિહારમાં વડાપ્રધાન પદ માટે ૫૮ લોકોની પહેલી પસંદ નરેન્‍દ્ર મોદી છે, જયારે રાહુલ ગાંધીની લોકપ્રિયતા માત્ર ૩૨ ટકા છે.

અહીં વડાપ્રધાન પદની  રેસમાં રાહુલ ગાંધી નરેન્‍દ્ર મોદી કરતા ખૂબ જ પાછળ છે. આ  ઉપરાંત બિહારના ૪૮ ટકા લોકો વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના કામકાજથી સંતુષ્ઠ છે, જયારે ૨૦ લોકો તેમના કામકાજને ઠીકઠાક માની રહ્યાં છે.  ૨૮ ટકા લોકો વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના કામ કરવાના અંદાજથી સંતુષ્ઠ નથી. તેવી જ રીતે રાજયના ૮૯ લોકોનું માનવું છે કે પેટ્રોલ-ડિઝલની કિંમતમાં રાહત આપવામાં આવે. જયારે ૨૪ ટકા લોકોનું માનવું છે કે, તેઓ રાફેલ મામલે જાણે છે, જયારે ૭૬ ટકા લોકોએ આ વાતનો ઈનકાર કરી દીધો છે.

અા રાજ્યોમાં મોદી લોકપ્રિય

વડાપ્રધાન પદની રેસને લઈને અત્‍યાર સુધીમાં છત્તિસગઢ, રાજસ્‍થાન, તેલંગાણા, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, ઝારખંડ અને બિહારમાં સર્વે હાથ ધરવામાં આવી ચૂક્‍યો છે. આંધ પ્રદેશને બાદ કરતા બાકીના તમામ ૭ રાજયોમાં પીએમ પદ માટે નરેન્‍દ્ર મોદી સૌથી લોકપ્રિય નેતાના રૂપમાં સામે આવ્‍યા છે. વડાપ્રધાનની લોકપ્રિયતાની વાત કરવામાં આવે તો છત્તિસગઢના ૫૯ ટકા, રાજસ્‍થાનના ૫૭ ટકા, તેલંગાણાના ૪૪ ટકા, કર્ણાટકના ૫૫ ટકા, ઉત્તર પ્રદેશના ૪૮ ટકા, ઉત્તરાખંડના ૫૭ ટકા, બિહારના ૫૮ અને આંધ પ્રદેશના ૩૮ ટકા લોકો નરેન્‍દ્ર મોદીને વધુ એકવાર વડાપ્રધાન પદે જોવા માંગે છે.

રાહુલ ભલે પાછળ પણ બીજા નંબરના નેતા

છત્તિસગઢના ૩૪ ટકા, રાજસ્‍થાનના ૩૫ ટકા, તેલંગાણાના ૩૯ ટકા, કર્ણાટકના ૪૨ ટકા, ઉત્તર પ્રદેશના ૨૨ ટકા, ઉત્તરાખંડના ૩૨ ટકા, બિહારના ૩૨ અને આંધ પ્રદેશના ૪૪ ટકા લોકો રાહુલ ગાંધીને વડાપ્રધાન પદે જોવા માંગે છે. આ સર્વે ૨૨ થી ૨૬ સપ્‍ટેમ્‍બર વચ્‍ચે બિહારના ૪૦ સંસદીય ક્ષેત્રોમાં હાથ ધરવામાં આવ્‍યો હતો. સર્વેમાં ૧૫,૩૭૫ લોકોને શામેલ કરવામાં આવ્‍યાં હતાં. તેમાં વડાપ્રધાન પદ માટે પહેલી પસંદ, મોદી સરકારના કામકાજ અને ચૂંટણી સંબંધિત મુદ્દાઓ પર પ્રશ્નો પુછવામાં આવ્‍યા હતાં. ચૂંટણી મુદ્દાની વાત કરવામાં આવે તો, બિહારના ૫૩ ટકા લોકો સ્‍વચ્‍છતા, ૫૨ લોકો રોજગાર, ૫૦ ટકા લોકો પીવાના પાણી, ૩૮ ટકા ખેતી અને ૩૨ ટકા લોકો મોંઘવારીને સૌથી મહત્‍વપૂર્ણ ચૂંટણી મુદ્દાઓ ગણે છે.

Related posts

પાકિસ્તાનનાં ખૈબરમાં ખોદકામ દરમ્યાન મળ્યા હજારો વર્ષો જુના હિન્દુ સંસ્કૃતિના અવશેષો, જાણો

pratik shah

પહેલી ડે નાઈટ ટેસ્ટને લઈને ક્રિકેટપ્રેમીઓમાં અનેરો ઉત્સાહ, બરોડામાં કરાયું અનોખું આયોજન

Nilesh Jethva

વિશ્વની સૌથી મોટી પાર્ટી ભાજપ બનાવી રહી છે વેબસાઈટ, એક ક્લિકે મળશે દરેક કાર્યકર્તાની માહિતી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!