GSTV
Home » News » પીએમ મોદીનો મંત્રીઓને આદેશ: સવારે 9:30 વાગે કાર્યાલયમાં પહોંચે, ઘરેથી કામ ન કરે

પીએમ મોદીનો મંત્રીઓને આદેશ: સવારે 9:30 વાગે કાર્યાલયમાં પહોંચે, ઘરેથી કામ ન કરે

પીએમ મોદીએ તમામ મંત્રીઓને કહ્યું છે કે તેઓ બધા સવારે સાડા નવ વાગ્યે પોતપોતાના કાર્યાલયમાં પહોંચવાનો પ્રયાસ કરે. તેમણે એમ પણ કહ્યું કે તેઓ ઘરેથી કામ ન કરે. પીએમ મોદીએ પોતાના સહયોગીઓને કહ્યું કે 40 દિવસના સંસદના સત્ર દરમિયાન કોઈપણ પ્રકારના બહારના પ્રવાસ ન કરે. અને તે માટે તેમણે પોતાના ગુજરાતના મુખ્યપ્રધાનના કાર્યકાળનું ઉદાહરણ આપ્યું.. પીએમ મોદીએ કહ્યું કે તેઓ અધિકારીઓની સાથે સમય પર કાર્યાલય પહોંચી જતા હતા. તેનાથી દિવસ માટે કાર્ય નિર્ધારિત કરવામાં મદદ મળતી હતી. તેમણે તમામ પ્રધાનોને પાંચ વર્ષનો એજન્ડા લઈને વવા કહ્યું જેથી પ્રભાવશાળી નિર્ણય લઈ શકાય અને તેને સરકારના 100 દિવસમાં કાર્ય શરૂ થઈ શકે..

તેમણે બધાજ મંત્રીઓને પાંચ વર્ષનો એજન્ડા લઈને આવવાનું કહ્યું છે, જેથી તેના પર યોગ્ય નિર્ણય લઈ શકાય અને તેના પર સરકાર 100 દિવસમાં જ કામ શરૂ કરી શકે. આ પહેલાં કેન્દ્રિય કેબિનેટે બુધવારે 2019ના ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓના આરક્ષણ બિલની જગ્યાએ નવા બિલને મંજૂરી આપી છે. જેનાથી 7000 શિક્ષકોની ભરતી થઈ સકશે. એક અધિકારીએ જણાવ્યું, શિક્ષા ક્ષેત્રમાં મોતા સુધારા પર ધ્યાન આપવામાં આવશે અને તેને ધ્યાનમાં રાખીને જ આ બિલ રજૂ કરવાની મંજૂરી પણ આપવામાં આવી છે.

આ નિર્ણયથી અત્યારે ખાલી પડેલી 700 જગ્યાઓ પર સીધી ભરતી માટે 200 પોઇન્ટ રોસ્ટર સાથે ભરવામાં મદદ મળશે. સાથે-સાથે તેનાથી અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત અને આર્થિક રીતે મબળી શ્રેણીના લોકોની સીધી ભરતી દ્વારા પૂર્ણ પ્રતિનિધિત્વ નક્કી કરવામાં આવશે. આ જગ્યાઓ માર્ચ 2018 થી ઇલાહાબાદ હાઇકોર્ટના 2017ના આદેશ બાદથી ખાલી પડી હતી.

Related posts

આ રાજ્યમાં સાંબેલાધાર વરસાદ, કેનાલમાં ફસાયેલી બે વ્યક્તિઓનું કરાયું રેસ્કયું

Path Shah

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને નહી, આ દેશને આપી ગંભીર ચેતવણી

Path Shah

અમદાવાદ: જાણીતી બ્રાન્ડની બોટલોમાં સસ્તો દારૂ ભરીને વેચવાનુ કૌભાંડ ઝડપાયું

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!