વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે પોતાના જાપાન પ્રવાસ દરમિયાન ટોક્યોમાં ભારતીય સમુદાય સાથે મુલાકાત કરી હતી. કાર્યક્રમમાં ભારતીયોએ ભારત માતા કી જય અને વંદે માતરમના નારા સાથે પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે ભારત અને જાપાન એ સ્વાભાવિક ભાગીદાર છે.

ભારતની વિકાસ યાત્રામાં જાપાનની મહત્વની ભૂમિકા રહી છે. જાપાનની સાથે આપણા સંબંધ ગાઢ, આધ્યાત્મિક, સહયોગાત્મક અને પોતિકાપણાના છે. પીએમ મોદીએ કહ્યું કે મને માખણ ઉપર લકીર ખેંચવામાં મજા નથી આવતી, હું પથ્થર પર લકીર ખેંચું છે. મને સંસ્કાર જ એવા મળ્યા છે કે હંમેશા મોટા પડકારો અને લક્ષ્યો માટે કામ કરૂ છું. પીએમ મોદીએ કહ્યું કે ભારત આઝાદીના 75 વર્ષનો જશ્ન મનાવી રહ્યું છે ત્યારે અમે ઘણા મોટા સંકલ્પો રાખ્યા છે. જે ઘણા મુશ્કેલ લાગે છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન અને જાપાનના પીએમ ફુમિયો કિશિદાની સાથે પીએમ મોદીએ ઈન્ડો-પેસિફિક ઈકોનોમિક ફ્રેમવર્કમાં ભાગ લીધો હતો. આ દરમિયાન અમેરિકન વિદેશ મંત્રી એન્ટનો બ્લિન્કન પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું કે ભારત એક સમાવેશી લચીલા ઈન્ડો-પેસિફિક ઈકોનોમિક મોડલના નિર્માણ માટે બધાની સાથે મળીને કામ કરશે. આપણી વચ્ચે ભરોસો, પારદર્શિતા અને સમયબદ્ધતા હોવી જોઈએ. આ ઈન્ડો પેસિપિક ક્ષેત્રમાં વિકાસ, શાંતિ અને સમૃદ્ધિનો માર્ગ મોકળો કરશે.
ઈન્ડો-પેસિફિક ઈકોનોમિક ફ્રેમવર્કમાં અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડેને કહ્યું કે ઈન્ડો-પેસિફિક દુનિયાની અડધી વસ્તીને કવર કરે છે. વૈશ્વિક જીડીપીમાં તેનો હિસ્સો 60 ટકાથી વધુ છે. જે લોકો ભવિષ્યમાં આ માળખામાં સામેલ થશે તેઓ એક એવા આર્થિક દ્રષ્ટીકોણની દિશામાં કામ કરી રહ્યા છે કે જેનો ફાયદો આપણા બધાના લોકોને થશે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- સપના ચૌધરી 3 કલાકના એક શોની ફી જાણીને લાગશે તગડો ઝટકો, હરિયાણવી ડાન્સર એક એક ઠૂમકાના વસૂલે છે લાખો રૂપિયા
- પંજાબમાં ‘આપ’ સરકારનું પ્રથમ બજેટ! 300 યુનિટ મફત વીજળીની કરાઈ જોગવાઈ, કોઈ નવા કર લાદવામાં નથી આવ્યા
- રથયાત્રા બાદ આઈએએસ અધિકારીઓની વ્યાપક બદલી, 14 અધિકારીઓની બદલી કરવી ફરજિયાત
- વરસાદની મજા ડબલ કરી નાંખશે ચટપટા મસાલા પાવ, સાંજની ચા સાથે આ રેસિપી કરાવી દેશે મોજ
- શિવસેનાના બાગીઓને SCએ અયોગ્યતા નોટિસના જવાબ માટે 14 દિવસનો સમય આપ્યો