GSTV

વિદેશ પ્રવાસથી પરત ફર્યા PM નરેન્દ્ર મોદી, આજે અરૂણ જેટલીના પરિવાર સાથે કરશે મુલાકાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દેશના પ્રવાસ બાદ સ્વદેશ પરત ફર્યા. તેઓ સ્વદેશ પરત ફરતાની સાથે દિવંગત પૂર્વ કેન્દ્રીય પ્રધાન અરૂણ જેટલીના નિવાસ સ્થાને જશે અને તેમના પરિવાર સાથે મુલાકાતે જશે.

અરૂણ જેટલીનું 23 ઓગસ્ટના રોજ લાંબી બિમારીના કારણે નિધનય થયુ છે. જેટલીના નિધન બાદ તેમણે જેટલીના પરિવાર સાથે વાતચીત કરી હતી. જેટલીના પરિવારે પીએમ મોદીને તેમનો પ્રવાસ રદ્દ ન કરવાની અપીલ કરી હતી. જેથી પીએમ મોદીએ બહેરીનથી અરૂણ જેટલીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

મોદીએ બ્રિટન-સેનેગલના પીએમ સાથે વેપાર સંરક્ષણ સહિતના ક્ષેત્રે ચર્ચા કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફ્રાન્સના બીરિટ્સમાં બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોહ્નસન સાથે બેઠક યોજી હતી. આ બેઠક દરમિયાન બંને નેતાઓ વચ્ચે વેપાર, સંરક્ષણ અને સંશોધન મુદ્દે ચર્ચા થઇ હતી. બહેરીનનો પ્રવાસ પૂર્ણ કરીને વડાપ્રધાન મોદી જી-7 શિખર પરિષદમાં ભાગ લેવા માટે ફ્રાન્સના દક્ષિણ પશ્ચિમમાં આવેલા બીરિટ્સ શહેરમાં પહોંચ્યા હતાં. તેઓ બહેરીનની  રાજધાની મનામાથી બીરિટ્સ પહોંચ્યા હતાં.

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદી બહેરીનના પ્રવાસે જનારા પ્રથમ ભારતીય વડાપ્રધાન બની ગયા છે. વડાપ્રધાન મોદીએ ટ્વિટર પર જણાવ્યું હતું કે બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોહ્નસન સાથેની બેઠક ખૂબ જ સારી રહી. અમે વેપાર, સંરક્ષણ અને સંશોધન ક્ષેત્રમાં સહકાર વધારવા ચર્ચા કરી હતી.

ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશકુમારે ટ્વિટર પર જણાવ્યું હતું કે જી-7 સમિટ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોહ્નસન સાથેની બેઠક સારી રહી છે. આ બેઠકને કારણે બંને દેશો વચ્ચેના સંબધો વધુ મજબૂત બનશે અને તેનો લાભ બંને દેશોના નાગરિકોને મળશે. ગયા મહિને બ્રિટનના  વડાપ્રધાન બન્યા પછી જોહ્નસન અને મોદી વચ્ચેની આ બેઠક હતી. ઉલ્લેખનીય છે કે આ સપ્તાહની શરૂઆતમાં બંને નેતાઓ વચ્ચે ટેલિફોન પર વાત થઇ હતી. આ વાતચીતમાં બ્રિટનના વડાપ્રધાને જમ્મુ-કાશ્મીરને ભારત અને પાકિસ્તાન વચ્ચેનો દ્વિપક્ષીય મુદ્દો ગણાવ્યો હતો.  વડાપ્રધાન મોદી બ્રિટનના વડાપ્રધાન જોહ્નસન ઉપરાંત સેનેગલના પ્રમુખ મેકી સેલને પણ મળ્યા હતાં બંને દેશના નેતાઓએ દ્વિપક્ષીય સંબધો મજબૂત બનાવવા સંમત થયા હતાં. બંને નેતાઓએ આતંકવાદ મુદ્દે પણ ચર્ચા કરી હતી. 

ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશકુમારે ટ્વિટર પર જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદી આજે સેનેગલના પ્રમુખને મળ્યા હતાં. ઉલ્લેખનીય છે કે ભારતની જેમ સેનેગલને પણ જી-7 શિખર મંત્રણામાં વિશેષ આમંત્રણ આપવામાં આવ્યું હતું. વડાપ્રધાન મોદી અને ફ્રાન્સના પ્રમુખ એમ્યુનલ મેક્રોનના મૈત્રીભર્યા સંબધોના પરિણામ સ્વરૂપ ભારતને જી-7 શિખર સમેલનમાં વિશેષ આમંત્રણ આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે જી-7 દેશોમાં બ્રિટન, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન અને અમેરિકાનો સમાવેશ થાય છે.

Read Also

Related posts

દેશની સૌથી અમીર મહિલા બની રોશની નાડર, આટલા કરોડની માલિક છે આ મહિલા

Pravin Makwana

દેશનો સૌથી લાંબો પુલ બનાવા જઈ રહી છે સરકાર, બ્રહ્મપુત્ર નદી પર બનતો આ પુલ આટલા દેશોને ભારત સાથે જોડશે

Pravin Makwana

કૃષિમંત્રીનું આશ્વાસન/ MSPમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં, ખેડૂતોને સરકારની વાત પર નથી ભરોસો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!