GSTV

દેશના ત્રણ વેક્સીન સેન્ટરની મુલાકાત કરશે વડાપ્રધાન, પુણે અને હૈદરાબાદની સાથે સાથે અમદાવાદ આવશે પીએમ મોદી

સમગ્ર દેશ દુનિયાની નજર હવે કોરોના વેક્સીન પર ટકેલી છે. ભારતમાં ત્રણ ફાર્મા કંપની કોરોનાની વેક્સીન બનાવી રહી છે. ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ ત્રણેય કંપનીની મુલાકાત લેશે.

પીએમ મોદી આજે આવશે અમદાવાદ

મળતી માહિતી મુજબ, પીએમ મોદી દિલ્હીથી સૌ પહેલા અમદાવાદમાં ઝાયડસ ફાર્મા, પૂનામાં સીરમ ફાર્મા અને હૈદરાબાદમાં ભારત બાયોટેક કંપનીના ઈન્સ્ટીટ્યુટમાં બનતી રસી સંબંધિત અપડેટ લેશે અને સમીક્ષા કરશે.

કોરોના વેક્સીનની કામગીરીની કરશે સમીક્ષા

પીએમ મોદી પહેલા અમદાવાદની ઝાયડસ ફાર્માના રીસર્ચ સેન્ટરની મુલાકાત લેશે. તેઓ દિલ્હીથી સવારે નવ વાગ્યે અમદાવાદ આવશે.. અને એરપોર્ટથી જ હેલિકોપ્ટર મારફતે ચાંગોદરમાં  ઝાયડસ ફાર્માના રીસર્ચ સેન્ટર જશે. જ્યાં બે કલાકના રોકાણ દરમિયાન રસીની કામગીરી અંગે માહિતી મેળવશે.

ભારત બાયોટેક અને સીરમ ઇન્સ્ટિટ્યૂટની પણ કરશે મુલાકાત

બાદમાં પીએમ મોદી અમદાવાદથી પૂના જશે, પૂનામાં બપોરે સાડા બાર વાગ્યાના અરસામાં  સીરમ ઈન્સ્ટીટ્યુટમાં એક કલાક સમય ગાળી રસી અંગે માહિતી મેળવશે અને ત્યાંથી સીધા હૈદરાબાદમાં  ભારત બાયોટેકમાં જશે. ભારત બાયોટેકે ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ સાથે મળીને કોવેક્સિન નામની રસી તૈયાર કરી છે. ભારત બાયોટેકની રસી કોવેક્સીનના જ 500 ડોઝ અમદાવાદમાં ટ્રાયલ માટે લવાયેલા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

તણાવ પડ્યો ભારે/ ચીનના 12,000 કરોડ રૂપિયાના મૂડી રોકાણના પ્રસ્તાવો લટક્યા, સરકાર નથી આપી રહી મંજૂરી

Ankita Trada

હાર્દિક પંડ્યાના પિતાના અંતિમ સંસ્કાર/ બંને દિકરાઓએ પિતામ્બર પહેરી પિતાને આપી કાંધ, અંતિમ સંસ્કાર વેળાએ ભાવૂક થયો હાર્દિક

Pravin Makwana

દરરોજ ખોરાક લેતા સમયે કરો દહિંનુ સેવન, પેટને લગતી સમસ્યાઓથી મળશે છુટકારો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!