GSTV
Home » News » 8 જૂનથી માલદીવ અને શ્રીલંકાના પ્રવાસે જશે પીએમ મોદી

8 જૂનથી માલદીવ અને શ્રીલંકાના પ્રવાસે જશે પીએમ મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના દ્વિતીય કાર્યકાળમાં પ્રથમ વિદેશયાત્રા પર 8-9 જૂને માલદીવના પ્રવાસે જશે. તેઓ 9 જૂને શ્રીલંકા પણ જશે. પ્રધાનમંત્રી મોદી પોતાની યાત્રા દરમિયાન દ્વિપક્ષીય સબંધો અને એકબીજાના હિતો સાથે જોડાયેલ વિષયો પર વ્યાપક ચર્ચા કરશે. વિદેશ મંત્રાલય તરફથી પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 8-9 જૂને માલદીવના સરકારી પ્રવાસે જશે.

તેઓ માલદીવના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ મોહમ્મદ સોલિહના નિમંત્રણ પર ત્યાં જઈ રહ્યા છે. પ્રધાનમંત્રી તરીકે બીજી વખત પદભારગ્રહણ કર્યા બાદ નરેન્દ્ર મોદીનો આ પ્રથમ વિદેશ પ્રવાસ હશે.  વિદેશ મંત્રાલયના જણાવ્યાં અનુસાર આ યાત્રા ભારત અને માલદીવ વચ્ચે ઉચ્ચ સ્તરીય આદાન પ્રદાનમાં નવી ગતિને દર્શાવે છે.

આ ગાઉ રાષ્ટ્રપતિ સોલિહ ડિસેમ્બર 2018માં ભારતના સરકારી પ્રવાસે આવ્યા હતા.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને માલદીવ યાત્રા દરમિયાન બંન્ને દેશોને દ્વિપક્ષીય સંબંધોમાં હાલનાં સમયમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરવાની તક મળશે. વિદેશ મંત્રાલયના જણાવ્યાં અનુસાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 9 જૂને શ્રીલંકાની યાત્રા પર જશે, તેઓ શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરીસેનાનાં નિમંત્રણ પર ત્યાં જઈ રહ્યા છે.

મંત્રાલય અનુસાર માલદીવ અને શ્રીલંકાની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની યાત્રા પાડોશી પ્રથમ નીતિ તેમજ સાગર સિદ્ધાંત નીતિ પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતાને પ્રદર્શિત કરે છે. ઉલ્લેખનીય છે કે સાગર સિદ્ધાંતનો હેતુ ક્ષેત્રમાં તમામ લોકો માટે સુરક્ષા અને વિકાસ છે. આ સાગર દ્વારા આર્થિક સમૃદ્ધિ મેળવવા માટે ભારતના વિશાળ પ્રયાસનો હિસ્સો છે.

READ ALSO

Related posts

સીસીટીવીમાં જોવા મળેલો દિપડો ઠાર મરાયો, વન વિભાગે લીધો રાહતનો શ્વાસ

Nilesh Jethva

રોહિત શર્માએ રચ્યો ઈતિહાસ, રેકોર્ડતોડ છગ્ગા ફટકારીને આફ્રિદી-ગેલની કરી બરાબરી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!