GSTV
World

Cases
3268896
Active
2729527
Recoverd
380237
Death
INDIA

Cases
101497
Active
100303
Recoverd
5815
Death

આ 200 વર્ષ જૂના મંદિરમાં શું છે ખાસ, જેની પુન: નિર્માણ યોજનાનો પીએમ કરવાના છે શુભારંભ

બે દિવસના બહેરીન પ્રવાસે ગયેલા પીએમ મોદી આજે 200 વર્ષ જુના શ્રીનાથજી મંદિરના પુનઃ નિર્માણ પરિયોજનાનો શુભારંભ કરાવશે. આ મંદિર 200 વર્ષ જૂનુ છે. 18મી સદીમાં થટ્ટાઈ ભાટિયા સમુદાય દ્વારા આ મંદિરનું નિર્માણ કરાવવામાં આવ્યુ હતુ. જે બાદથી આ મંદિરને દેખરેખ થટ્ટાઈ ભાટિયા સમુદાયના લોકો દ્વારા કરવામાં આવી રહી છે. આ મંદિરનું પુનઃ નિર્માણ 42 લાખ ડોલરના ખર્ચે થશે. મંદિરનું નિર્માણ 45 હજાર વર્ગફૂટમાં કરવામાં આવશે. મંદિરમાં જ્ઞાન કેન્દ્ર અને સંગ્રહાલયનું પણ નિર્માણ કરાશે. મંદિર નાથદ્વારાના મંદિરની જેમ બનાવવામાં આવશે અને તેનો આકાર મેવાડની હવેસી જેવો હશે.

થટ્ટાઈ હિન્દુ સૌદાગર સમુદાયના અધ્યક્ષ બોબ ઠાકરે કહ્યું કે, નવનિર્મિત ઢાંચો 45,000 વર્ગ ફૂટમાં હશે અને 80 ટકા હિસ્સામાં શ્રદ્ધાળુઓ માટેની જગ્યા હશે. તેમણે એ પણ જણાવ્યું કે મંદિરમાં એક જ્ઞાન કેન્દ્ર અને એક સંગ્રહાલય પણ હશે. બહેરીન જેવા દેશની યાત્રા કરનારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારત દેશના પ્રથમ પ્રધાનમંત્રી છે. બહેરીનમાં પણ મોદી પ્રવાસી ભારતીયો સાથે વાર્તાલાપ કરશે. તેમણે આ વિશે કહ્યું હતું કે, ખાડી ક્ષેત્રમાં ભગવાન શ્રીનાથજી સહિત જૂના મંદિરોના નિર્માણ માટે વિશેષ સમારોહમાં હાજર રહેવું એ મારું સન્માન છે.

જણાવવામાં આવી રહ્યું છે કે આ મંદિરની સ્થાપના 18મી શતાબ્દિના બીજા દાયકામાં થટ્ટાઈ ભાટીયા હિન્દુ સમુદાય દ્વારા કરવામાં આવી હતી. આજે પણ એ સમુદાયના લોકો મંદિરની સંભાળ રાખે છે. આ મંદિરમાં રાજસ્થાનના ઉદયપુર પાસે નાથદ્રારા સ્થિત શ્રીનાથજી મંદિરનું અનુકરણ કરવામાં આવ્યું છે. અહીં પુષ્ટિમાર્ગય વૈષ્ણવને માનવામાં આવે છે. આ મંદિરનો રંગરૂપ બિલ્કુલ મેવાડની ક્ષેત્રીય હવેલીની માફક લાગી રહ્યો છે. મંદિરમાં ત્યાંની કલાની ઝલક દેખાય રહી છે.

READ ALSO

Related posts

મુંબઈ પહોંચતા જ કમજોર પડ્યું નિસર્ગ વાવાઝોડું, વરસાદ પડશે પણ મોટો ભય ટળ્યો

Harshad Patel

ફિનલેન્ડમાં ભારતનાં રાજદૂત બન્યા રવિશ કુમાર, જલ્દી સંભાળશે જવાબદારી

Mansi Patel

PM મોદીના નેતૃત્વમાં વડાપ્રધાન નિવાસ સ્થાને કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક યોજાઈ, મહત્વનાં નિર્ણયો પર લાગી મહોર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!