GSTV

પીએમ મોદી આજે લોન્ચ કરશે ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ e-RUPI, જાણો શું છે ખાસ વાત અને કેવી રીતે કરશે કામ

Last Updated on August 2, 2021 by Pritesh Mehta

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે e-RUPI ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ લોન્ચ કરશે. આ લોન્ચ આજે સાંજે 4.30 કલાકે કરવામાં આવશે. દેશમાં કોરોનાની સ્થિતિને જોતા e-RUPIને વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા લોન્ચ કરવામાં આવશે.

Narendra Modi

e-RUPI એક આવનાર ડિજિટલ પેમેન્ટ એપ છે. તેને નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ પોતાના UPI પ્લેટફોર્મ પર ડેવલપ કરી છે. તેને આર્થિક સેવા વિભાગ, સ્વાસ્થ્ય અને પરિવાર કાર્યલય મંત્રાલય અને રાષ્ટ્રીય સ્વાસ્થ્ય પ્રાધિકરણના સહયોગથી ડેવલપ કરવામાં આવી છે.

e-RUPI

e-RUPI અંગે જણાવવામાં આવે છે કે ડિજિટલ પેમેન્ટ માટે કેશલેશ અને કોન્ટેક્ટ લેસ પ્લેટફોર્મ છે. QR કોડ અથવા SMS સ્ટ્રીંગના આધારે ઈ-વાઉચર તરીકે કામ કરે છે. તેને લાભાર્થીઓના મોબાઈલમાં પહોંચાડવામાં આવે છે.

Digital Payment

યુઝર્સ વગર કોઈ કાર્ડ, ડિજિટલ પેમેન્ટ એપ અથવા ઇન્ટરનેટ બેન્કિંગ એક્સેસ વાઉચરને રીડીમ કરી શકે છે. તેને લઈને વડાપ્રધાન તરફથી ગઈકાલે ટ્વીટ પણ કરવામાં આવ્યું હતું.

BHIM

ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે ડિજિટલ ટેક્નોલોજી જીવનને મોટા પ્રમાણમાં બદલી રહી છે અને જીવનની સરળતા વધી રહી છે. 2 ઓગસ્ટ સાંજે 4.30 કલાકે e-RUPI લોન્ચ કરવામાં આવશે. આ ફ્યુચરિસ્ટિક ડિજિટલ પેમેન્ટ સોલ્યુશન છે જે પોતાના યુઝર્સને અનેક પ્રકારના લાભ આપશે.

Digital Payment

તેને લઈને એક ઑહોશિયાળ પ્રેસ રિલીઝ પણ જાહેર કરવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે આવનાર e-RUPI ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ સર્વિસથી સ્પોન્સર્સને લાભાર્થી અને સર્વિસ પ્રોવાઇડર સાથે વગર કોઈ ફિઝિકલ ઇન્ટરફેસ ડીજીટલી જોડે છે.

Digital Payment

આ પ્લેટફોર્મ પર સર્વિસ પ્રોવાઇડરને ત્યારે પેમેન્ટ કરવામાં આવે છે જયારે ટ્રાન્જેક્શન પૂર્ણ થઇ જાય છે. પ્રેસ રિલીઝમાં કહેવામાં આવું છે કે કોઈ વચેટિયા વગર સર્વિસ પ્રોવાઇડર્સને સમયે પેમેન્ટ મળી જશે.

BHIM

તેનો ઉપયોગ આયુષ્યમાન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના, ઉર્વરક સબસીડી વગેરે જેવી યોજનાઓમાં પણ સેવા લેવા માટે કરવામાં આવશે. તેનો ઉપયોગ સરકારી જ નહિ ખાનગી સેક્ટર પણ પોતાના કર્મચારીઓને વેલ્ફેર પ્રગ્રમ હઠળ સર્વિસ આપી શકે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

કોંગ્રેસ પર રાજનાથ સિંહના પ્રહાર, કહ્યું: જો સાવધાની રાખી હોત તો કરતારપુર સાહિબ પાકિસ્તાનમાં નહીં ભારતમાં હોત

Pritesh Mehta

E-Auction / શું તમે પણ છો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ચાહક..? તો આજે જ બનો આ E-Auctionનો ભાગ અને મેળવો પીએમ ને મળેલી ભેંટ ખરીદવાની તક…

Zainul Ansari

‘ભવિષ્યના સાથી’, સીએમ ઉદ્ધવ ઠાકરેના નિવેદનથી ભાજપ-શિવસેના વચ્ચે જોડાણની અટકળો થઇ તેજ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!