GSTV

ડિજીટલ ઈન્ડિયા: પીએમ મોદી 2 ઓગસ્ટે લોન્ચ કરશે ઈ-રૂપી (વાઉચર), જાણો કેવી રીતે કામ કરશે ડિજીટલ પેમેન્ટ

Last Updated on August 1, 2021 by Pravin Makwana

પ્રધાનમંત્રી મોદી 2 ઓગસ્ટના રોજ ડિજીટલ પેમેન્ટ સોલ્યુશન ઈ-રૂપી (e-RUPI) લોન્ચ કરશે. પ્રધાનમંત્રી તેને વીડિયો કોન્ફરન્સિગ દ્વારા લોન્ચ કરશે. ઈ-રૂપી એક પ્રીપેડ ઈ વાઉચર છે, જે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા એટલે કે એનપીસીઆઈએ વિકસીત કર્યુ છે. તેના દ્વારા કૈશલેસ અને કોન્ટેક્ટલેસ પેમેન્ટ થશે.

વાઉચરને રિડીમ કરવા માટે કાર્ડ અથવા નેટ બેંકીંગની જરૂર રહેશે નહીં. ઈ- રૂપી એક ક્યૂઆર કોડ અથવા એસએમએસ સ્ટ્રિંગ આધારિત ઈ વાઉચર છે. જે બેનિફિશયરીના મોબાઈલ પર પહોંચી જાય છે. તેને વન ટાઈમ મેકેનિઝ્મ માટે યુઝર્સ, સર્વિસ પ્રોવાઈડર પર કાર્ડ, ડિજીટલ પેમેન્ટ એપ અથવા ઈન્ટરનેટ બેંકીંગ એક્સેસ કર્યા વગર વાઉચરને રિડીમ કરી શકાશો. તેને એનપીસીઆઈએ પોતાના યુનિફાઈડ પેમેન્ટ ઈંટરફેસ એટલે કે યુપીઆઈ પ્લેટફોર્મ પર નાણાકીય વિભાગ, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અને રાષ્ટ્રીય સ્વાસ્થ્ય પ્રાધિકરણના સહયોગથી બનાવામાં આવ્યું છે.

શોષણ

ઈ-રૂપી ડિજિટલ વાઉચર ક્યાં વાપરી શકાય?

વેલફેર સર્વિસની લીક-પ્રૂફ ડિલિવરી સુનિશ્ચિત કરવા માટે આ એક ક્રાંતિકારી પહેલ હોવાની અપેક્ષા છે. તેનો ઉપયોગ આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, વિવિધ કલ્યાણ યોજનાઓ હેઠળ સેવા પૂરી પાડવા માટે પણ થઈ શકે છે. ખાનગી ક્ષેત્ર પણ તેના કર્મચારી કલ્યાણ અને CSR કાર્યક્રમોમાં આ ડિજિટલ વાઉચર્સનો લાભ લઈ શકે છે.

UPI શું છે

યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ/યુપીઆઇ એક રીઅલ ટાઇમ પેમેન્ટ સિસ્ટમ છે, જે મોબાઇલ એપ દ્વારા તરત જ બેંક ખાતામાં નાણાં ટ્રાન્સફર કરી શકે છે. ખાસ વાત એ છે કે UPI પ્લેટફોર્મ પર ઈ-રૂપી પણ બનાવવામાં આવ્યું છે. પરંતુ તેને રિડીમ કરવા માટે મોબાઈલ એપ જરૂરી રહેશે નહીં.

READ ALSO

Related posts

આ છે વિશ્વના પાંચ એવા બ્રીજ જેને ઓળંગવા માટે જીવ હથેળી પર લઇને પડે છે ફરવું, જો તમે છો રોમાંચના શોખીન તો એકવાર જરૂર લો મુલાકાત…

Zainul Ansari

સારા સમાચાર! સરકાર તમામ ખેડૂતોને આપશે કિસાન ક્રેડિટ કાર્ડ, અહીં અરજી કરો અને મેળવો લાભ

Vishvesh Dave

સેલરી માટે પરેશાન યુવક સાથે માલિકની નિચલી કક્ષાની હરકત, પગારના નામે પકડાવી દીધી સિક્કાઓથી ભરેલી ડોલ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!