GSTV

વડાપ્રધાન મોદી કરાવશે વૈક્સિન પ્રોગ્રામની શરૂઆત, પ્રથમ દિવસે 3 લાખ લોકોને લગાવામાં આવશે રસી

ભારતમાં કોરોના વાયરસની તીવ્રતા ઘટી રહી છે. કોરોના સંક્રમણને હરાવવાની અંતિમ લડાઇ માટે કોરાના વેક્સિનની પ્રક્રિયા 16 જાન્યુઆરીએ શરૂ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે આ મહાઅભિયાનની શરૂઆત કરાવશે. નીતિ આયોગના સદસ્ય વીકે પોલે એરપોર્ટ પર એક જીનોમ સિકવન્સ લેબની ઉદ્ધઘાટન પ્રસંગે આ માહિતી આપી હતી.

કોરોના વેક્સિનની પ્રક્રિયા શનિવારે ત્રણ હજાર કેન્દ્રો પર શરૂ થશે. ધીમે ધીમે આ સંખ્યા પાંચ હજાર જેટલી કરવામાં આવશે.એવું માનવામાં આવે છે કે, આ કાર્યક્રમની શરૂઆતની સાથે સાથે વડાપ્રધાન મોદી સૌ પ્રથમ રસી લગાવનારા હેલ્થ વર્કરો સાથે વાતચીત પણ કરશે. આ સાથે જ સંભાવના એવી પણ છે કે, પીએમ મોદી કોવિન એપ પણ લોન્ચ કરી શકે છે. આ એપ દ્વારા વૈક્સિનની ડિલીવરી અને વિતરણ પર નજર રાખવામા્ં આવશે. વૈક્સિન કાર્યક્રમ અંતર્ગત પ્રથમ તબક્કામાં 3 કરોડ સ્વાસ્થ્ય કર્મચારીઓને લગાવામાં આવી શકે છે.

આ વેક્સિન કાર્યક્રમ શનિવારે 3 હજાર જેટલા કેન્દ્રો પર શરૂ કરવામાં આવશે. જેની સંખ્યામાં ભવિષ્યમાં 5 હજાર જેટલી કરવામાં આવશે. પ્રથમ દિવસે 2934 કેન્દ્રો પર 3 લાખ સ્વાસ્થ્ય કર્મીઓને રસી લગાવામાં આવશે. દરેક રસીકરણ સત્રમાં વધુમાં વધુ 100 લોકોને રસી આપવામાં આવશે. તો વળી સ્વાસ્થ્ય મંત્રાલયએ રાજ્યોને સલાહ આપી છે કે, કોઈ પણ કેન્દ્ર પર અસામાન્ય રીતથી વૈક્સીનની સંખ્યા વધારવામાં ન આવે. તો વળી 10 ટકા વેક્સિનની રિઝર્વ રાખવાનું પણ કહેવાયુ છે.

READ ALSO

Related posts

રોડ અકસ્માતમાં સંતાનને ગુમાવનારા માતા-પિતાને વળતરનો અધિકાર- દિલ્હી હાઈકોર્ટ

Mansi Patel

ન્યાયાલય જ નથી સુરક્ષિત, સુપ્રિમકોર્ટની બે મહિલાઓની સરેઆમ કરાઈ ક્રુર હત્યા

Mansi Patel

બ્રિટનનાં વડાપ્રધાને PM મોદીને મોકલ્યુ G-7 સમ્મેલનનું આમંત્રણ, સમિટ પહેલાં જૉનસન કરશે ભારતનો પ્રવાસ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!