GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

મોદી અમદાવાદમાં 750 કરોડના ખર્ચે બનેલ અત્યાધુનિક હોસ્પિટલનું કરશે લોકાર્પણ

ગુજરાતને તા. ૧૭મીએ અમદાવાદ ખાતે મ્યુનિ. દ્વારા રૂ. ૭૫૦ કરોડના જંગી ખર્ચે તૈયાર થયેલી આંતરરાષ્ટ્રીય કક્ષાની અદ્યતન સુવિધાથી સજ્જ સરદાર પટેલ હોસ્પિટલ પ્રાપ્ત થવાની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ થવાનું છે તેવી આ ૧૮ માળની સૌથી ઉંચી હોસ્પિટલની વિશેષતા એ છે કે ૧૮મા માળના ટેરેસ ઉપર પબ્લીક હોસ્પિટલમાં પહેલી વખત એર એમ્બ્યુલન્સની સુવિધા મળનાર છે. ઇમરજન્સીમાં દર્દીને હોસ્પિટલ સુધી પહોંચાડતી વખતે હેલિકોપ્ટર ઉતરે ત્યારે બિલ્ડીંગમાં જરા સરખો પણ જર્ક આવે નહીં તે પ્રકારનું બાંધકામ અને આર્કિટેક્ચરલ વર્ક કરવામાં આવ્યું છે.

આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર ૧૯૩૧માં ૨૩ એકર જમીનમાં શરૂ થયેલી ઐતિહાસિક વી. એસ. હોસ્પિટલના સંકુલમાં રિવરફ્રન્ટ તરફ ૪.૫૮ એકર જમીન મર્જ કરીને તેના પર ત્રણ ટાવરનું ૧.૧૦ લાખ ચો.મીટર વિશાળ બાંધકામ આધુનિક સુવિધાથી સજ્જ અને નયનરમ્ય રીતે કરાયું છે. 

એક ફ્લોર પર એક ફુટબોલ ગ્રાઉન્ડ જેટલું બાંધકામ હોવાથી કુલ ૧૮ ફુટબોલ ગ્રાઉન્ડ જેટલું બાંધકામ થયું છે. રાતના સમયે પણ હેલિકોપ્ટર ઉતારવાનું થાય તો તે માટે સિગ્નલ આપતી સ્પેશ્યલ જર્મનીની એરપોર્ટ ઓથોરિટિએ અપ્રુવલ કરેલી એચએપીઆઇ લાઇટો નખાઇ છે. બિલ્ડીંગના બાંધકામમાં ૫૮૨ કરોડનો અને મેડિકલ સાધનો પાછળ ૧૬૮ કરોડનો ખર્ચ કરાયો છે, જ્યારે હોસ્પિટલ ચલાવવા માટે દર વર્ષે ૩૫૦ કરોડની રકમ જોઇશે.

હોસ્પિટલમાં ૨૦૦૦ ટનની ક્ષમતાનો એસી પ્લાન્ટ નખાયો છે જેના દ્વારા સ્પેશ્યલ રૂમ, ૩૨ ઓપરેશન થીયેટર, બ્લડબેંક, આઇસીસીયુ વોર્ડ સહિત જરૂરી તમામ જગ્યા વાતાનુકુલિત રહેશે જ્યારે જનરલ વોર્ડ અને ખુલ્લા પેસેજમાં ટીએફએ-ટ્રીટેડ ફ્રેશ એર મળતી રહેશે. જે બહારના હવામાનથી ૭ થી ૯ ડિગ્રી નીચે હશે તેવો પ્લાન્ટ નખાયો છે. 

૭.૫ મેગાવોટનું વીજળીનું સબસ્ટેશન ઉભું કરાયું છે, જેમાં બેકઅપની સુવિધા હોવાથી વીજળી જાય ત્યારે પણ ઇમરજન્સી તમામ સેવાઓ ચાલુ રહેશે. ન્યુમેરિક ટયુબ સિસ્ટીમના ૯૦ સ્ટેશન રખાયા છે, જ્યાંથી એક સેકન્ડમાં ૬ થી ૮ મીટરની ઝડપે લોહીના સેમ્પલ, રિપોર્ટ જરૂરી દવાઓની હેરફેર તથા ફ્લોરથી બીજા ફ્લોર વચ્ચે થઇ શકશે. 

કમિશનર વિજય નહેરા અને તેમની ટીમે દોઢ વર્ષમાં જે કામગીરી થાય તે ત્રણ મહિનામાં દોડાદોડી કરીને પુરી કરી છે. ૧૨ કરોડનું ૩ ટેસ્લા એમઆરઆઇ મશીન, ૧૨૮ સ્લાઇસ સીટી સ્કેન સહિત અત્યાધુનિક મશીનો વસાવવામાં આવ્યા છે. સરકારી હોસ્પિટલના ટેન્ડરમાં ભાગ લેવામાં રૂચિ નહીં રાખતી કંપનીઓને સામેથી બોલાવીને સમજાવી, તમામ બાબતો ઉત્તમ કક્ષાની જ હોય તેના પર ખાસ ધ્યાન અપાયું છે.

હોસ્પિટલમાં વિશ્વકક્ષાની સુવિધા હોવા છતાં કોઇ પણ કોર્પોરેટ હોસ્પિટલ કરતાં તેના ચાર્જીસ અત્યંત નીચા રખાયા છે. જનરલ વોર્ડમાં એક દિવસના રૂ. ૩૦૦ બે સમય જમવાની સુવિધા સાથે છે. એક રૂમમાં બે બેડ હોય તેવા સેમી સ્પેશ્યલરૂમના રૂ. ૧૫૦૦, ડિલક્ષ રૂમના ૨૦૦૦ અને ફાઇવસ્ટાર હોટલ જેવા વોર્ડમાં પેશન્ટ સાથે કુટુંબની વ્યક્તિને સુવાની અને માલસામાન રાખવાની સુવિધા રખાઇ છે. બે બેડની વચ્ચે એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ફંગસવાળા વિદેશી મટિરિયલ્સના પડદા રખાયા છે. દરેક જનરલ વોર્ડ સાથે એક આઇસોલેટેડ વોર્ડ રખાયો છે.

૧૮મી માળે ૩૫૭ વિદ્યાર્થીઓ બેસીને સ્ક્રીન પર ઓપરેશન થીયેટરમાં થતી શસ્ત્રક્રિયા જોઇ શકશે તેમજ ડોકટરનો અવાજ સાંભળી શકશે.

 ટુ-વે ઓડિયો- વિઝ્યુલ્સની કોમ્યુનિકેશનની સુવિધા રખાઇ છે. હોસ્પિટલ પેપરલેસ હશે, તમામ દર્દીને ટોકન અપાશે અને કયા માળે કયા ડોકટરને મળવાનું છે, તેની સુચના આપશે. પેશન્ટની હિસ્ટ્રી કોમ્પ્યુટર્સમાં રખાશે. આ પ્રકારની જાહેર હોસ્પિટલોની સેવાઓ રાજ્યમાં પ્રથમ વખત પ્રાપ્ત થનાર છે.

હોસ્પિટલની વિશેષતા

દર્દીને બેડ સાથ ફેરવી શકાય તેવી ૨૦ હાઇસ્પીડ લીફ્ટ

૧૮ માળ સુધી બે રેમ્પ, ૮ સીડીઓ, ૨૪ લીફ્ટ એલિવેટર્સ

૩૨ ઓપરેશન થિયેટર્સ

૨૨૦૦૦ ઉચ્ચકક્ષાના લાઇટ ફીક્ચર્સ

૧૪૦૦ કિ.મી. વાયરોનો વપરાશ

૬૦૦૦ નેટવર્ક પોઇન્ટ

૬૦૦ સીસીટીવી કેમેરા

૨૦૦૦ ટન ક્ષમતાનો એસી પ્લાન્ટ

૧૫૦૦ બેડની ક્ષમતા, ૧૩૯ આઇસીયુ બેડ

૨૨ વિભાગો, ૯૦ ઓપીડી કન્સલ્ટેશન રૂમ્સ

૯ કિ.મી. લાંબુ ફાયરવર્ક, ફ્રી વાઇફાય

૨ બેઝમેન્ટ, ૭૮ મીટર બિલ્ડીંગની હાઇટ

૫૫૦ રેસી. ડોકટરોના ક્વાટર્સ, બાજુમાં ગર્લ્સ અને બોયઝ હોસ્ટેલ

Related posts

રાજ્યમાં 21 દિવસમાં છેલ્લા બે દિવસથી કોરોનાના નવા પોઝીટીવ કેસ કરતાં ડિસ્ચાર્જ આંકમાં થયો વધારો

Karan

રાજયમાં વધુ 1101 નવા પોઝીટીવ સાથે કોરોના સંક્રમણનો આંક 70 હજાર, 14 હજારથી વધુ છે એક્ટિવ કેસ

Karan

BIG NEWS : રાજ્યમાં કોરોના દર્દીની સારવાર દરમિયાન મૃત્યુ પામેલા તબીબોના પરિવારજનોને મળશે આટલા લાખનું વીમા કવર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!