દક્ષિણ કોરિયામાં પીએમ મોદીને વિશ્વ શાંતિ એવોર્ડ એનાયત કરાશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતી કાલથી બે દિવસ માટે દક્ષિણ કોરિયાની મુલાકાતે જવા રવાના થશે. જ્યા તેમને 2018નું સિયોલ શાંતિ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. જે માટે સિયોલમાં સિયોલ શાંતિ સન્માન સાસ્કૃતિક ફાઉન્ડેશન દ્વાર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનું આયોજન વિદેશ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે પીએમ મોદી આવતી કાલે સિયોલ પહોંચશે અને પીએમ મોદી અહીં દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે ઈન સાથે મુલાકાત કરી દ્વિપક્ષીય બેઠક કરી મહત્વના મુદાઓ અંગે ચર્ચા કરશે. જે બાદ બન્ને દેશ વચ્ચે મહત્વના કરાર પણ થવાના છે.

આજે સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન આજે છે ભારતની મુલાકાતે

ભારતનાં પ્રવાસે આવેલા સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન (એમબીએસ) આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરવા આવ્યા છે. આ સમયગાળા દરમિયાન પાકિસ્તાને કરેલ આતંકવાદનો મુદ્દો એક મોટો મુદ્દો હશે. સાઉદી પ્રિન્સ સલમાનના વલી અહમદ મોહમ્મદનું આજે રાષ્ટ્રપતિ ભવનમાં સત્તાવાર રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન, તેમણે કહ્યું હતું કે ભારત અને અરેબિયન દ્વીપકલ્પ વચ્ચેની મિત્રતા આપણા ડીએનએમાં છે.

ભારત પ્રવાસ પર પહેલી વખત આવેલા પ્રિન્સ એમ.બી.એસ.નું વડા પ્રધાને એરપોર્ટ પર ગળે લગાવીને સ્વાગત કર્યું. એમબીએસની મુલાકાત દરમિયાન ભારત અને સાઉદી અરેબિયા તેમના સંરક્ષણ સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે જરૂરી પગલાં લઈ શકે છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter