GSTV

G-20 શિખર સંમેલનમાં ભાગ લેવા માટે જાપાન જશે પ્રધાનમંત્રી મોદી

Last Updated on June 21, 2019 by Mansi Patel

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાપાનના ઓસાકા શહેરમાં 27થી 29 જૂનની વચ્ચે મળનારી G-20 સંમેલનમાં ભાગ લેશે. વિદેશ મંત્રાલયે આ જાણકારી આપી છે. વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા રવીશ કુમારે કહ્યુ છેકે, કેન્દ્રીય મંત્રી સુરેશ પ્રભુ સંમેલનમાં ભારતનાં શેરપા રહેશે. કુમારે કહ્યુ હતુકે, પ્રધાનમંત્રી છઠ્ઠીવાર આ શિખર સંમેલનમાં બાગ લેશે. તેઓ દ્વીપક્ષીય અને બહુપક્ષીય બેઠકો કરશે. જેની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી જી -20 શિખર સંમેલનમાં હાજરી આપવા માટે આગામી સપ્તાહે જાપાનની મુલાકાત લેશે. જેમાં નાણાકીય સ્થિરતા, WTO સુધારણા, કાળું નાણાં અને આતંકવાદ જેવા મુદ્દા ભારતના એજન્ડામાં ટોચ પર હશે. જી-20માં આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચીન, યુરોપીય સંઘ, ફ્રાંસ, જર્મની, ભારત, ઈન્ડોનેશિયા, ઈટલી, જાપાન, મેક્સિકો, રશિયા, સાઉદી અરબ, દક્ષિણ આફ્રીકા, દક્ષિણ કોરિયા, તુર્કી, બ્રિટન અને અમેરિકા સામેલ છે.

જાપાનમાં ટ્રંપ સાથે કરશે મુલાકાત

જાપાનમાં પીએમ મોદી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ સાથે મુલાકાત કરશે. પાછલા મહિને ફરીથી વડાપ્રધાન તરીકે ચૂંટાયા બાદ મોદી અને ટ્રંપ વચ્ચે પહેલી મુલાકાત હશે. કહેવાઈ રહ્યુ છેકે, બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી અને ભવિષ્યના વ્યવસાય વિશે પણ ચર્ચા થશે. સામૂહિક રીતે જી -20 અર્થતંત્ર કુલ વૈશ્વિક ઉત્પાદનના આશરે 90 ટકા, વિશ્વ વેપારનો 80 ટકા, વિશ્વની બે-તૃતીયાંશ વસતી અને વિશ્વનો લગભગ અડધા ભાગનો હિસ્સો ધરાવે છે. “સમયાંતરે, ખાસ કરીને 2008 ના આર્થિક આંચકા પછી જી -20 એ એક ખૂબ જ મહત્વપૂર્ણ વૈશ્વિક પ્લેટફોર્મ બની ગયું છે,” પ્રભુએ કહ્યું, જી -20 દેશોએ જીડીપીના 85 ટકા જેટલા ફાળો આપ્યો છે.

READ ALSO

Related posts

દિલ્હી હાઇકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચૂકાદો/ કર્મચારીને ગેરકાયદે બરતરફ કરવા બદલ એઇમ્સને રૂ. 50 લાખ ચૂકવવા આદેશ

Bansari

દેશમાં પાણીના સંકટની સ્થિતિ પર ગંભીરતા, 2030 સુધીમાં દેશના 50 ટકા હિસ્સામાં પાણીની તંગી સર્જાશે

Damini Patel

હિમવર્ષા/ અનંતનાગમાં વધુ બેનાં મોત સાથે મૃત્યુઆંક પાંચ થયો, ઉત્તરાખંડમાં ફસાયેલા બાવન લોકોને બચાવાયા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!