GSTV

આજે વડાપ્રધાન મોદી 68મી ‘મન કી બાત’ દ્વારા દેશવાસીઓને કરશે સંબોધન, 11 વાગે પ્રસારણ

વડાપ્રધાન મોદી આજે રવિવારે મંકી બાત દ્વારા દેશવાસીઓને સંબોધન કરશે. આજે સવારે 11 વારે ઓલ ઇન્ડિયા રેડિયો (AIR) પરથી 68મી વાર મન કી બાત કરશે. આ પહેલા ગત 18 ઓગસ્ટના રોજ વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને આજે થનાર મન કી બાત માટે પોતાના સલાહ સૂચનો આપવા અપીલ કરી હતી.

વડાપ્રધાન મોદીએ કર્યું ટ્વીટ

આજે થનાર 68મી મન કી બાતને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશ્યલ મીડિયા સાઈટ ટ્વીટર પર ટ્વીટ કર્યું હતું. તેમણે લખ્યું હતું, “30 ઓગસ્ટ નારોજ સવારે 11 વાગે કરશે મન કી બાત.”

67મી મન કી બાતમાં કારગિલના શહીદ જવાનોને કર્યા હતા યાદ

પીએમ મોદીએ આ અગાઉ 67મી મન કી બાતમાં કારગિલ વિજય દિવસને લઈને કારગિલ યુદ્ધના શહીદ જવાનોને યાદ કર્યા હતા અને પાકિસ્તાનની ટીકા કરી હતી. પીએમ મોદીએ જણાવ્યું હતું કે પાકિસ્તાને પોતાના આંતરિક મતભેદો પરથી ધ્યાન ભટકાવવા માટે ભારતના કારગિલ સહિતના વિસ્તાઓમાં ઘૂસણખોરી કરી ભારતના વિસ્તારો પાછવી પાડવાની નાપાક હરકત કરી હતી. પરંતુ, આપણા જવાનોએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો અને પાકિસ્તાનને ભારતની જમીન પરથી તગેડી મુક્યા હતા.

સૈનિકોની બહાદુરીની વાર્તાઓ શેર કરવા વિનંતી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના યુવાધનને કારગિલ યુદ્ધ દરમિયાન સૈનિકોની બહાદુરીની વાર્તાઓ શેર કરવા વિનંતી કરી હતી. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને www.gallantryawards.gov.in વેબસાઈટ પર જવાની અપીલ કરતા કહ્યું હતું કે અહીં બહાદુર જવાનો અને તેમની બહાદુરી વિશે ઘણું જાણવા મળશે.

સાથે જ પીએમ મોદીએ કહ્યું હતું કે જયારે તમે તમારા મિત્રો સાથે આ શેર કરશો તો તેઓ પણ આનાથી પ્રેરિત થશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર
સાથે જ રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર વાંચો ગુજરાત સમાચાર પર

MUST READ:

Related posts

કાશ્મીરમાં મોટા હત્યાકાંડ કરવાનું ખતરનાક ષડયંત્ર રચી રહ્યું છે પાકિસ્તાન, કુર્દીશ મીડિયાના રિપોર્ટમાં થયો ખુલાસો

Nilesh Jethva

કૃષિ સંગઠનોની મોટી જાહેરાત/ આવતી કાલે ફૂંકશે વડાપ્રધાન મોદીનું પૂતળૂ, આ તારીખથી ભારત બંધનું એલાન કર્યું

Pravin Makwana

લક્ષદ્વીપના ઉપરાજ્યપાલનું નિધન, વડાપ્રધાન મોદીએ વ્યક્ત કર્યો શોક

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!