74માં સ્વતંત્રતા દિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી સંબોધન કરતા તેઓએ કોરોના કાળમાં કોરોના વોરિયર્સ બજાવેલી ફરજથી માંડીને કૃષિક્ષેત્રે ભારતને આત્મનિર્ભર બનાવવા સુધીની વાત કરી હતી. વડાપ્રધાને વિસ્તારવાદથી માંડીને વિશ્વકલ્યાણ ભાવના માટે ભારતની મહત્વની ભૂમિકા હોવાનું કહ્યુ હતુ. વડાપ્રધાન મોદીએ કહ્યુ કે ભારત જે નક્કી કરે છે તેને પૂર્ણ કરે છે. વડાપ્રધાને વિસ્તારવાદી નીતિઓ પર પ્રહાર કરતા કહ્યુ કે વિસ્તાર વાદી નીતિના કારણે બે-બે વિશ્વ યુદ્ધ થયા.
વિસ્તારવાદને લીધે થઇ છે મોટી માનવખુવારી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિસ્તારવાદને લઈને લાલ કિલ્લા પરથી ચિંતા વ્યક્ત કરી છે. તેઓએ કહ્યુ કે ભારતમાં સ્વતંત્રતાનું આંદોલન ચાલતુ હતુ. તે સમયે પણ વિસ્તારવાદના પ્રયત્નો થયા હતા. અને વિસ્તારવાદને લઈને જ બબ્બે વિશ્વ યુદ્ધ થયા. અને તેમાં માનવ અને માનવતાની ખુવારી થઈ હતી. જોકે તે સમયે પણ ભારત સ્વતંત્રતાની લડત લડતુ હતુ.

આત્મનિર્ભર ભારત 130 દેશવાસીઓનો સંકલ્પ
લાલ કિલ્લાની પ્રાચીરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમા આત્મનિર્ભર ભારત પર ભાર મુક્યો હતો. તેઓએ કહ્યુ કે કોરોના મહામારી વચ્ચે 130 કરોડ દેશવાસીઓને આત્મ નિર્બર બનાવવાનો સંકલ્પ કર્યો હતો. અને આત્મ નિર્ભર શબ્દ દેશવાસીઓના મન-મસ્તિક્સમાં છવાયેલો છે.
આત્મનિર્ભર ભારત સમયની માંગ
આજે આત્મનિર્ભર માત્ર શબ્દ નથી પરંતુ 130 કરોડ દેશાવસીઓનો મંત્ર બની ગયો છે. આજે દુનિયા ઈન્ટર કનેક્ટ છે. તેથી સમયની માંગ છે કે, વિશ્વની અર્થ વ્યવસ્થામાં ભારતનું યોગદાન થવુ જોઈએ અને તેમાટે ભારતે આત્મનિર્ભર બનવુ જ પડશે. તેમણે કહ્યુ કે કૃષિ ક્ષેત્રને બંધનોથી મુક્ત કર્યુ છે. અને કૃષિ ક્ષેત્રને આત્મ નિર્ભર બનાવવાનો પ્રયત્ન કર્યો છે.
રાજઘાટ પહોંચી મહાત્મા ગાંધીને અર્પણ કરી શ્રદ્ધાંજલિ
કોરોના કાળ વચ્ચે દેશભરમાં 74માં સ્વતંત્રતા પર્વની ઉજવણી થઈ. પીએમ મોદીએ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી પણ સાતમા વર્ષે લાલ કિલ્લાની પ્રાચીરથી દેશવાસીઓને સંબોધન કર્યુ હતુ. પીએમ મોદી લાલકિલ્લા પર પહોંચતા પૂર્વે રાજઘાટ પહોંચીને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના ચરણોમાં શિશ ઝુકાવ્યુ અને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. જે બાદ તેઓ લાલકિલ્લા પર પહોંચ્યા. જ્યાં તેમણે સેનાની ત્રણેય પાંખ દ્વારા ગાર્ડ ઓફ ઓનર અપાયુ હતું.
સેનાના જવાનોએ આપ્યું ગાર્ડઓફ ઓનર
ગાર્ડ ઓફ ઓનર સમયે સેનાના ત્રણેય પાંખના જવાનો મોઢે માસ્ક સાથે જોવા મળ્યા. અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ પાલન થતુ જોવા મળ્યુ. જે બાદમાં મોદીએ લાલકિલ્લાની પ્રાચીર પર પહોંચીને તિરંગો લહેરાવ્યો હતો. અને સલામી આપી હતી. કોરોના કાળમાં વડાપ્રધાન મોદી મોઢા પર ગમછો લગાવેલા જોવા મળ્યા હતા. કોરોના સંકટને લઈને આ વર્ષે લાલ કિલ્લા પર બાળકોને બોલાવવામાં આવ્યા નથી. જોકે 500 જેટલા એનસીસી કેડેટસ ઉપસ્થિત જોવા મળ્યા.
MUST READ:
- ફળ અને શાકભાજીની છાલથી થશે પરફેક્ત સ્કીન કેર, જાણો કેવી રીતે કરવો ઉપયોગ
- શું આમિર ખાન સાથે કામ કરવા જઈ રહી છે ભોજપુરી અભિનેત્રી અક્ષરા સિંહ? સામે આવી તસવીર
- ઘરના મુખ્ય દ્વાર સાથે જોડાયેલ છે તમારા ધનનું કનેક્શન, લગાવો આ 5 વસ્તુ તો ઘર રહેશે સમૃદ્ધ
- સપના ચૌધરી 3 કલાકના એક શોની ફી જાણીને લાગશે તગડો ઝટકો, હરિયાણવી ડાન્સર એક એક ઠૂમકાના વસૂલે છે લાખો રૂપિયા
- પંજાબમાં ‘આપ’ સરકારનું પ્રથમ બજેટ! 300 યુનિટ મફત વીજળીની કરાઈ જોગવાઈ, કોઈ નવા કર લાદવામાં નથી આવ્યા