GSTV

કોઝિકોડ એરપોર્ટ પર થયેલી વિમાન દુર્ઘટના અંગે પીએમ મોદીએ કેરળના મુખ્યમંત્રી સાથે ફોન પર કરી વાત

વંદે ભારત મિશન અંતર્ગત દુબઇથી આવી રહેલું વિમાન કોઝિકોડ એરપોર્ટ ક્રેશ લેન્ડિંગ થતા 30 ફૂટ ઉંડી ખાઈમાં પડ્યું છે.જેમા પ્રાપ્ત માહિતી અનુસાર એક પાયલટ અને અન્ય બે યાત્રીઓના મોત થયા છે. જેને લઈને પીએમ નરેન્દ્ર મોદીએ કેરળના સીએમ પિનરાઈ વિજયન સાથે કરિપુર વિમાન દુર્ઘટના અંગે ફોન પર વાત કરી હતી. મુખ્યમંત્રીએ વડા પ્રધાનને માહિતી આપી હતી કે કોઝિકોડ અને મલપ્પુરમ જિલ્લા કલેકટરો અને આઈજી અશોક યાદવ સહિત અધિકારીઓની એક ટીમ એરપોર્ટ પર પહોંચી છે અને બચાવ કામગીરીમાં ભાગ લઈ રહી છે.

પાયલોટ સહિત 3 લોકોના મોત

કેરલના કોઝિકોડમાં શુક્રવારના રોજ મોટી વિમાન દુર્ઘટના થઈ છે. કોઝિકોડના કરિપુર હવાઈ મથક પર ઉતરતી વખતે રન વે પર લપસી જતાં મોટી દુર્ઘટના છે. આ વિમાન કોઝિકોડ આવી રહ્યુ હતું. કહેવાય છે કે, આ વિમાનમાં 191 યાત્રિઓ સવાર હતા.રન વે પર વિમાન સ્લિપ થવાની ખબર આવી રહી છે. આ ઘટના બાદ ત્યાં એમ્બ્યુલન્સ અને ડોક્ટર્સની ટીમો ત્યાં હાજર થઈ ગઈ છે. આ દુર્ઘટનામાં વિમાનના પાયલોટનું મોત થયુ છે, જ્યારે વિમાનના આગળના ભાગને ભારે નુકસાન થયુ છે.

આ વિમાન દુર્ઘટનામાં હાલ તો પાયલોટ સહિત 3 લોકોના મોતની ખબર આવી રહી છે. આ દુર્ઘટના બાદ રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યુ છે. ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સની 24 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો, આ ફ્લાઈટ IX1344 હતું. આ પ્લેન દુબઈથી સાંજે 4 કલાકેને 45 મીનિટે ઉડ્યુ હતું. જે સાંજે 7 કલાકને 41 મીનિટે લેન્ડીંગ સમયે રન વે પર સ્લિપ થયુ હતું.

જણાવી દઈએ કે, કેરલમાં ભારે વરસાદના કારણે રન વે પર પાણી ભરાયા હતા. જેના કારણે રન વે પરથી વિમાન આગળ નિકળી ગયુ હતું અને દુર્ઘટના ઘટી હતી.ડીજીસીએ પાસેથી મળેલી વિગતો મુજબ જોઈએ તો, વિમાન રન વે 10 પર લેન્ડીંગ થઈ રહ્યુ હતું. બાદમાં વિમાન સ્લિપ થતાં ખાડામાં જઈ પડ્યુ હતું. ખાડામાં પડતાં આ વિમાનના બે ટુકડા થઈ ગયા હતા. વિમાન વંદે ભારત મિશન અંતર્ગત દુબઈથી ભારત આવી રહ્યુ હતું આ પ્લેન.

READ ALSO

Related posts

આજે પૃથ્વીની નજીકથી પસાર થશે મોટી ઉલ્કા, નાસાને સતાવી રહી છે આ મોટી ચિંતા

Dilip Patel

વિરાટ કોહલીને પીએમ મોદીનો સવાલ, યો-યો ટેસ્ટ શું છે …

Mansi Patel

મોટો ખુલાસો/ NCBની ઓફિસમાં જવાબ આપવા જાય તે પહેલા આવી મોટી ખબર, ડ્રગ્સ ચેટ ગ્રુપની એડમિન હતી દીપિકા પાદુકોણ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!